SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ स्वेच्छेतिबालानामज्ञानिनां स्वेच्छाचारे च सति । मार्गस्य बाधया “अप्रधानपुरुषोऽयं जैनानां मार्ग" इत्येवं जनप्रवादरूपया मालिन्यं भवति मार्गस्य । तेन हेतुना गुणवत्पारतन्त्र्यत एव गुणानां ज्ञानादीनां સામર્ષ પૂર્વે મતિ -રૂકા. “બાલજીવોનો સ્વેચ્છાચાર પ્રવર્તે ત્યારે માર્ગનો બાધ થવાથી શાસનનું માલિન્ય થાય છે. તેથી ગુણવત્પાતંત્ર્યના કારણે ગુણોની પૂર્ણતા થાય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બાલ જીવો અજ્ઞાની હોય છે. અજ્ઞાનના કારણે પોતાના હિતાહિતના પરમાર્થથી તેઓ અનભિન્ન હોય છે. પોતાને જે ઉચિત લાગે અને પોતાને જે ગમે તે પ્રમાણે તેઓ કરતા હોય છે. આવા બાલજીવોનો સ્વેચ્છાચાર જ્યારે પ્રવર્તતો હોય છે ત્યારે તે જોનારાને એમ થાય કે “જૈનોનો માર્ગ(મોક્ષમાર્ગ) પ્રધાન પુરુષ (પ્રવર્તક-નાયક) વિનાનો છે.” - આવા પ્રકારના લોકપ્રવાદના કારણે મોક્ષમાર્ગની(શાસનની) મલિનતા થાય છે, જે સ્વપરને મિથ્યાત્વનું કારણ બને છે. આ રીતે જનપ્રવાદસ્વરૂપ માર્ગબાધાના કારણે શાસનની મલિનતા થતી હોવાથી ગુણવત્યારતંત્ર્યથી જ ગુણની સમગ્રતા થાય છે. શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોને અનુસરી રત્નત્રયીની આરાધનાનો જેઓએ પ્રારંભ કર્યો છે; એ આત્માઓની ઇચ્છા; જ્ઞાનાદિગુણોને પૂર્ણ કરવાની હોય એ સમજી શકાય છે. એ ઇચ્છાને છોડીને બીજી કોઈ પણ ઇચ્છા સાધુપણામાં સારી નથી. અનાદિ કાળથી અપૂર્ણ તો છીએ. પરંતુ પૂર્ણ બનવા માટેની આરાધનાનો આરંભ કર્યા પછી પૂર્ણ બનવામાં જે જે અવરોધો છે - એને ખૂબ જ પ્રયત્નપૂર્વક સમજી લેવા જોઈએ. આમ જોઈએ તો સાધુની સમગ્રતા અનેક પ્રકારની હોવાથી તેના સાધક અને અવરોધક અનેક છે. પરંતુ એ બધાને એકમાં સમાવીને આ શ્લોકમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વેચ્છાચાર સાધુની સમગ્રતાનો અવરોધક છે અને ગુણવત્પાતંત્ર્ય સાધુની સમગ્રતાનું સાધક છે. એ બે તરફ દૃષ્ટિ સ્થિર થઈ જાય તો મુનિજીવનમાં ક્યારેય લક્ષ્યવિમુખ થવાનો પ્રસંગ નહિ આવે. બધી જ અવદશાનું મૂળ સ્વેચ્છાચાર(સ્વચ્છંદતા) છે અને બધી જ ઉચ્ચદશાનું મૂળ ગુણવત્પાતંત્ર્ય છે - એમાં કોઈ સંદેહ નથી. સંદેહ એટલો જ છે કે ખરેખર જ સાધુસમગ્રતા આપણને જોઈએ છે? આ પ્રશ્નનો જવાબ આપી શકાય એવો નથી. એનો જવાબ અનુકૂળ આવે નહિ ત્યાં સુધી સ્વેચ્છાચાર બંધ નહિ થાય અને ગુણવત્યારતંત્ર્ય કેળવાશે નહિ, જે ભાવશુદ્ધિ માટે પરમ આવશ્યક છે. ન્યાય કોટિની જ ભાવશુદ્ધિ વૈરાગ્યને પણ સફળ બનાવે છે... ઇત્યાદિ ભણાવનાર પાસેથી સ્પષ્ટ રીતે સમજી લેવું જોઇએ. ૬-૩૧il પ્રકરણાર્થનું સમાપન કરતાં સાધુસમયના ફળને જણાવાય છે इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसङ्गकृत् । त्रिधा शुद्ध्याचरन् धर्म परमानन्दमश्नुते ॥६-३२॥ ૨૪૨ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy