SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ सदानारम्भहेतु ा सा भिक्षा प्रथमा स्मृता । एकबाले द्रव्यमुनौ सदाऽनारम्भिता तु न ॥६-१०॥ सदेति-सदाऽनारम्भस्य हेतुर्या भिक्षा । सा प्रथमा सर्वसम्पत्करी स्मृता । तद्धेतुत्वं च सदारम्भपरिहारेण सदाऽनारम्भगुणानुकीर्तनाभिव्यङ्ग्यपरिणामविशेषाहितयतनया वा । सदाऽनारम्भिता तु एकबाले द्रव्यमुनौ संविग्नपाक्षिकरूपे न सम्भवति । इदमुपलक्षणमेकादशी प्रतिमा प्रतिपन्नस्य श्रमणोपासकस्यापि प्रतिमाकालावधिकत्वादनारम्भकत्वस्य न तत्सम्भवः, न च तदिक्षायाः सर्वसम्पत्करीकल्पत्वोक्त्यैव निस्तारः। इत्थं हि यथाकथञ्चित्सर्वसम्पत्करीयमिति व्यवहारोपपादनेऽपि न पौरुषघ्नीत्यादिव्यवहारानुपपादनात् । तथा च-“यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ॥१॥" इत्याचार्याणामभिधानं सम्भवाभिप्रायेणैव, जिनकल्पिकादौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव सदाऽनारम्भित्वस्य फलत एव ग्रहणाद् । अन्यथा लक्षणाननुगमापत्तेर्रव्यसर्वसम्पत्करीमुपेक्ष्य भावसर्वसम्पत्करीलक्षणमेव वा कृतमिदमिति यथातन्त्रं भावनीयम् ॥६-१०॥ “સદા અમારંભનું જે કારણ બને છે તે ભિક્ષાને પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષા કહેવાય છે. એક રીતે બાલ એવા દ્રવ્યમુનિમાં સદા અનારંભિતા (અનારંભ) હોતી નથી.” – આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે.” કહેવાનો આશય એ છે કે સદા અમારંભના કારણભૂત ભિક્ષાને સર્વસંપન્કરી ભિક્ષા કહેવાય છે. હણવું, રાંધવું અને ખરીદવું... વગેરેને આરંભ કહેવાય છે. તેના અભાવને અનારંભ કહેવાય છે. જે ભિક્ષા ગ્રહણ કરતી વખતે ભિક્ષાપ્રદાતા ગૃહસ્થ ભિક્ષા ગ્રહણ કરનાર માટે એવો આરંભ કર્યો ન હોય તે ભિક્ષાને ગ્રહણ કરવાથી આરંભનો પરિહાર થાય છે. પોતાના શરીરને સંયમપાલનાદિ માટે, એ રીતે ભિક્ષા-ગ્રહણ દ્વારા ધારણ કરવાનું શક્ય બને છે. તેથી સદા અમારંભનું કારણ ભિક્ષા બને છે. સામાયિક કે પૌષધાદિ અવસ્થામાં ક્વચિત્ આરંભનો પરિહાર કરનારા ગૃહસ્થો પણ હોવાથી તેમની ભિક્ષાનો વ્યવચ્છેદ કરવા માટે અહીં સવા પદનું ગ્રહણ છે. સદાનારંભિતા પૂ. સાધુભગવંતોમાં છે, ગૃહસ્થોમાં નથી. ભિક્ષાથી જ સદાનારંભિત્વ સંગત બને છે. અન્યથા ભિક્ષા ગ્રહણ કરવામાં આવે નહિ તો આરંભ કર્યા વિના ચાલે એવું ન હોવાથી આરંભિત્વનો જ પ્રસંગ આવશે. આ રીતે આરંભના પરિહાર વડે ભિક્ષા ગ્રહણ કરાય છે. તેથી તેમાં (ભિક્ષામાં) સદાનારંભની હેતુતા સ્પષ્ટ છે. અથવા “મોક્ષની સાધનામાં કારણભૂત એવા સાધુના શરીરની ધારણા માટે શ્રી જિનેશ્વરદેવોએ અહો ! અસાવદ્ય એવી ભિક્ષા સાધુભગવંતોને ઉપદેશી છે...... ઇત્યાદિ રીતે સદાઅનારંભ સ્વરૂપ ગુણના અનુસ્મરણથી જણાતા પરિણામવિશેષથી થયેલી યતના વડે સદાઅનારંભની હેતુ; ભિક્ષા બને છે. આવી યતના ન હોય તો ખરેખર જ એ ભિક્ષા સર્વસંપત્કરી ૨૧૬ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy