________________
स्वभावविशेषस्यानाशात् । द्विविधो झुपचरितस्वभावो गीयते-स्वाभाविक औपाधिकश्च । आद्यः परज्ञतापरदर्शकत्वलक्षणः, अन्त्यश्च विचित्र इति न दोषः ।।५-१८॥
આશય એ છે કે અહીં પ્રતિષ્ઠાના સ્વરૂપમાં પ્રશ્ન એ થાય છે કે આ પ્રતિષ્ઠા શું છે? જે મોક્ષસ્વરૂપને પામ્યા છે એવા મુખ્યદેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે કે પછી સંસારમાં રહેલા દેવવિશેષની પ્રતિષ્ઠા કરાય છે? આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ માની શકાય એવો નથી. કારણ કે જેઓશ્રી મોશે પહોંચ્યા છે; તેઓશ્રીને મંત્રસંસ્કારથી અહીં લાવી શકાય એમ નથી. મંત્રાદિના પ્રયોગથી તેઓ અહીં આવે તો તેઓ મુક્ત થયા છે એમ મનાશે નહિ. આવી જ રીતે બીજો વિકલ્પ પણ માની શકાય એમ નથી. કારણ કે સંસારમાં રહેલા દેવવિશેષનું સંનિધાન; કોઈ વાર હોય તો પણ કાયમ માટે શક્ય નહીં બને. તેથી બીજા વિકલ્પમાં પણ અનુપપત્તિ છે જ. તેથી પ્રતિષ્ઠા કોને કહેવાય છે. આ પ્રશ્નના સમાધાન માટે હવે પ્રતિષ્ઠાનું સ્વરૂપ અઢારમા શ્લોકથી જણાવ્યું છે.
“મુખ્યદેવને (મોક્ષે ગયેલા શ્રી વીતરાગ પરમાત્માને) ઉદ્દેશીને પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિની આત્મામાં(પોતામાં) જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણ કે તેથી શ્રી વિતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી જિનાલયમાં જે પ્રતિષ્ઠા કરાય છે તે ઔપચારિક છે.” - આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે મુખ્ય મુક્ત, અસંસારી) દેવને ઉદ્દેશીને (ઉદ્દેશ્ય બનાવીને) પ્રતિષ્ઠા કરાવનારમાં જ, શ્રી વીતરાગત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ અને સિદ્ધત્વ વગેરે ગુણોનું અવગાહન કરનારી પોતાની જે બુદ્ધિ છે, તે બુદ્ધિસ્વરૂપ ભાવની જે સ્થાપના છે તે મુખ્ય પ્રતિષ્ઠા છે. “શ્રી વીતરાગપરમાત્મામાં જે ગુણો છે; તેઓશ્રીનું જે શુદ્ધ સ્વરૂપ છે, એવા જ ગુણો અને એવું જ સ્વરૂપ મારા આત્મામાં અને મારું છે.”... આવા પ્રકારની બુદ્ધિને વીતરાગત્વાદિગુણાવગાહિની બુદ્ધિ કહેવાય છે, જે પરમાત્માની સાથે પોતાના આત્માના અભેદનું અવગાહન કરે છે. બહું જ પરમાત્મા છું' - આવા પ્રકારનો, પરમાત્માને ઉદ્દેશ્ય બનાવીને જે ભાવ પ્રગટે છે તે ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના છે, તેને ઉપચારથી રહિત એવી મુખ્ય-તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. કારણ કે પ્રતિષ્ઠા શબ્દનો અર્થ અહીં બાધિત નથી. (અર્થાત્ સંગત છે.) આગમને અનુસરી સ્વભાવની જ સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવાય છે. હું તે જ વીતરાગ છું' આવા અભેદભાવસ્વરૂપ સ્વભાવની જ અહીં પોતાના આત્મામાં સ્થાપના છે. તેથી આ મુખ્ય પ્રતિષ્ઠા છે.
આ વાતને જણાવતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે “મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન કરાય છે તે અહીં પ્રતિષ્ઠા છે. આથી સમજી શકાશે કે પોતાના તેવા પ્રકારના ભાવના વિષય સ્વરૂપ મુખ્ય દેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે; તેને પ્રતિષ્ઠા
એક પરિશીલન
૧૮૩