________________
ચાલે પરંતુ બીજાને ખેદ થાય એવું તો તે ન જ કરવું જોઈએ. આમ કરવાથી શુભ અનુબંધ પ્રાપ્ત થાય છે અને તેથી ઉત્તરોત્તર કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. //૫-૪
જે ભૂમિ ઉપર શ્રી જિનમંદિર બંધાવવાનું છે, તેની પાસે રહેનારા લોકોની પીડાનો પરિહાર કરવાનું જણાવીને તેમનું સન્માન કરવાનું પણ જણાવાય છે
आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः ।
इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ॥५-५॥ आसन्नोऽपीति-आसन्नोऽपि तद्देशवर्ती स्वजनादिसम्बन्धरहितोऽपि । इत्थं भगवद्भक्तिप्रयुक्तोવાયોત્િ II-II
કહેવાનો આશય એ છે કે, જે જગ્યામાં શ્રી જિનાલય બંધાવવાનું છે, તે જગ્યા ગ્રહણ કરતી વખતે પરપીડાનો પરિહાર કરવાથી જેમ ધર્મસિદ્ધિ થાય છે અર્થાત્ પરપીડાનો પરિહાર ધર્મસિદ્ધિનું અંગ બને છે; તેમ બીજું પણ ધર્મસિદ્ધિનું અંગ બને છે; તે આ શ્લોકથી જણાવાય છે. “શ્રી જિનાલયની આસપાસ રહેનાર લોકોનું; દાન આપવા દ્વારા અને સત્કારાદિ કરવા દ્વારા બહુમાન કરવું. જેથી એ પ્રમાણે તે લોકોને શુભભાવની વૃદ્ધિ થવાથી સમ્યગ્દર્શનની વૃદ્ધિ થાય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાલયની આસપાસ રહેતા લોકો પોતાના સંબંધી ન હોય તો પણ તેમને ઉચિત દાનાદિ આપવા દ્વારા અનુકૂળ બનાવવા જોઈએ. કારણ કે આવી રીતે ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભક્તિના કારણે કરેલા ઔદાર્યથી એ લોકોને શુભ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. “જૈનોનો ધર્મ કેવો છે કે આપણા જેવાનું પણ આવું ઔચિત્ય કરાય છે.” - આવા પ્રકારના શુભભાવની પ્રાપ્તિથી તેમને બોધિ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે થાય છે.
શાસ્ત્રકારપરમર્ષિઓએ જણાવ્યા મુજબ દરેક અનુષ્ઠાન કરવામાં આવે તો તે ખરેખર જ પરમતારક શ્રી જિનશાસનની પ્રભાવનાનું કારણ બન્યા વિના નહિ રહે. આવી પ્રભાવના કરવા માટે ખૂબ જ ઉદારતા કેળવવી પડતી હોય છે. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ ફલનું કારણ ન બને તો તે ઉદારતાપૂર્વક કરાયું નથી - તેમ માનવું પડે. અત્યારે શ્રી જિનાલયોનું જે રીતે નિર્માણ થઈ રહ્યું છે તે અંગે થોડી વિચારણા કરવાનું ખૂબ જ આવશ્યક બન્યું છે. સ્વદ્રવ્યથી શ્રી જિનાલયો બંધાવવાની વાત ક્વચિત જ સંભળાય છે. તેથી ઉદારતાની વાત તો લગભગ વિસારે પડવા માંડી છે. દેવદ્રવ્યનો ઉપયોગ કરીને મોટાભાગનાં શ્રી જિનમંદિરો તૈયાર થાય છે. એમાં કેટલો અપવ્યય થાય છે તેનો વિચાર કરવાનું પણ લગભગ આવશ્યક જણાતું નથી. સુવિહિત પૂ. સાધુભગવંતો પાસેથી ઉચિત વિધિનું જ્ઞાન મેળવી ખૂબ જ ઉદારતાપૂર્વક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય સ્વદ્રવ્યથી કરવું જોઇએ. જ્યાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું પણ શક્ય લાગતું ન હોય એક પરિશીલન
૧૬૯