________________
પ્રયત્નવદીશ્વરનો સંયોગ નિત્ય એક જ હોવાથી તેને ધારણાનુકૂલ કે ધારણાવચ્છિન્ન વગેરે કહીને જુદો પાડી શકાશે નહિ અને તેથી અતિપ્રસંગ દોષ સ્પષ્ટ જ છે.
એ અતિપ્રસંગદોષના નિવારણ માટે જો એમ કહેવામાં આવે કે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી ઈશ્વરપ્રયત્નજન્ય સંયોગને બ્રહ્માંડાદિનો ધારક માનીએ તો અતિપ્રસંગનહીં આવે. કારણ કે સ્વ એટલે પ્રયત્નવદીશ્વરનો સંયોગ; તેના જનક બ્રહ્માંડાદિમાં રહેલી ધારણાવચ્છિન્નવિશેષ્યતા-સંબંધથી પ્રયત્નવદીશ્વરનો સંયોગ બ્રહ્માંદાડિમાં છે, પતન પામતાં દ્રવ્યોમાં નહિ. (ધારણાના ઉપાદાનમાં વિશેષતા-સંબંધથી તાદશ ધારકસંયોગ રહે છે, તેથી અતિપ્રસંગ નહીં આવે. આ રીતે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબંધથી અથવા તેની અપેક્ષાએ લઘુભૂત ધારણાવચ્છિન્નવિશેષતાસંબંધથી (ધારકતાવચ્છેદકસંબંધથી) બ્રહ્માંડાદિમાં જ તાદશ ઈશ્વરનો સંયોગ હોવાથી અતિપ્રસંગ આવતો નથી.
પરંતુ આ રીતે અતિપ્રસંગનું વારણ કરવાથી પ્રયત્નની જેમ જ્ઞાન અને ઇચ્છાને પણ ધૃતિના જનક માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તે સંબંધથી પ્રયત્નની જેમ જ જ્ઞાન અને ઇચ્છા પણ ધૃતિના અધિકરણ બ્રહ્માંડાદિમાં વૃત્તિ છે. તેથી ધૃતિની પ્રત્યે પ્રયત્નની જેમ જ્ઞાન અને ઇચ્છાને પણ કારણ માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે ત્રિતયમાં કારણતા માનવાથી ગૌરવ થતું હોવાથી તેની અપેક્ષાએ ધર્મને જ મૃત્યાદિના ધારક તરીકે માનવામાં ઔચિત્ય છે. તેથી જ તે પ્રમાણે કહેવાય પણ છે કે - આલંબન વગરની, આધાર વગરની અને વિશ્વની આધાર સ્વરૂપ જે પૃથ્વી ટકી રહી છે, તેમાં ધર્મ સિવાય બીજું કોઈ કારણ નથી.
પૃત્યાદિની પ્રત્યે કૃતિસ્વરૂપે કારણ માનવાથી જ્ઞાન અને ઇચ્છાને કારણ માનવાના પ્રસંગથી યદ્યપિ ગૌરવ થાય છે; પરંતુ એનાથી જગત્કર્તાની સિદ્ધિ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થવાથી એ ફલમુખ ગૌરવ દોષાધાયક નથી.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે કૃતિત્વસ્વરૂપે પણ જન્યતા હોવાથી એટલે કે કૃતિમાત્ર જન્ય હોવાથી નિત્યકૃતિને માનવાનું શક્ય નથી. આશય એ છે કે જો નાનાતિ કચ્છતિ અને ય ત સ કરોતિ - આ નિયમથી (જે જાણે છે તે ઇચ્છે છે અને જે ઇચ્છે છે તે કરે છે – આ નિયમથી) ઇચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે અને કૃતિની પ્રત્યે ઈચ્છા કારણ છે - એ સ્પષ્ટ છે. તેથી કૃતિમાત્ર જન્ય છે, એ માન્યા વિના ચાલે એવું નથી. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ નિયમથી જન્ય એવી કૃતિની પ્રત્યે જ ઈચ્છાદિને કારણે માની લેવાય છે. નિત્યકૃતિની પ્રત્યે તેની કારણતા ન હોવાથી નિત્યકૃતિને માનવામાં કોઈ દોષ નથી. પરંતુ તેમ કરવાથી જન્યકૃતિની પ્રત્યે ઇચ્છાદિને કારણ માનતી વખતે કાર્યતાવચ્છેદક તરીકે કૃતિત્વના બદલે; ગુરુભૂત જ કૃતિત્વને માનવું પડશે. તેથી નિત્યકૃતિને માનવાનું ઉચિત નથી અને તેથી નિત્યકૃતિના આશ્રય તરીકે જગત્કર્તા પણ અસિદ્ધ છે.
એક પરિશીલન
૧૪૫