SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્માંડાદિની વૃતિ વગેરે ધર્માદિથી જન્ય હોવાથી જગત્કર્તુત્વ માનવામાં કોઈ જ પ્રમાણ નથી. તેમ જ કૃતિત્વ સ્વરૂપે પણ જન્યત્વ માનવાથી જગત્કર્તુત્વની સિદ્ધિ થતી નથી... ઇત્યાદિ વિસ્તારથી અન્યત્ર જણાવ્યું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધૃતિ વગેરે(બ્રહ્માંડાદની ધૃતિ વગેરે)ને પ્રયત્નજન્ય માનવાની જરૂર નથી. કારણ કે તે ધર્માદિથી જન્ય છે. તેથી જગકર્તાને માનવામાં કોઈ જ પ્રમાણ નથી. પતનપ્રતિબંધક સંયોગવિશેષને ધૃતિ કહેવાય છે. [ગુરુત્વ(ભારે)વાળી વસ્તુઓનું પતન થતું હોય છે. તેમના પતનના અભાવમાં સંયોગવિશેષ નિમિત્ત બને છે. એ સંયોગ પતનની પ્રત્યે પ્રતિબંધક છે.] શ્લોકમાં “પૃત્યાર’ અહીં જે મારિ પદ , તેનાથી “સ્થિતિનો સંગ્રહ કરી લેવો. અને “ઘ’િ અહીંના મારિ પદથી સ્વભાવાદિનો ગ્રહ કરી લેવો. બ્રહ્માંડાદિની વૃતિ વગેરે પ્રયત્નવિશેષથી જન્ય છેઃ એ માનવામાં “પતી વાક્ષ૦...” આ શ્રુતિ જ પ્રમાણ છે – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ શ્રુતિમાં અક્ષર અને પ્રશાસન આ પદો સંગ્રહનય(સામાન્યનું પ્રાધાન્ય જણાવનાર)ની અપેક્ષાએ એક આત્મા અને એક તેનો ધર્મ : એ અર્થને અનુક્રમે જણાવે છે. તેથી એ શ્રુતિનો અર્થ “હે ગાર્ગિ ! આ આત્માઓના ધર્માદિના કારણે સ્વર્ગ અને પૃથ્વી પડતાં નથી અને સ્થિર છે.” - આ મુજબ છે. એ અર્થને જણાવનારી એ શ્રુતિથી વૃતિના કારણ તરીકે જીવોના ધર્માદિ જ સિદ્ધ છે. પ્રયત્નવિશેષ કારણ તરીકે વર્ણવ્યો નથી કે જેથી તેને લઇને જગત્કર્તાને માનવાની આવશ્યકતા રહે. યદ્યપિ ‘પતી વાક્ષરચ૦..' આ શ્રુતિને સંગ્રહનયની અપેક્ષાએ ઉપર જણાવ્યા મુજબ ક્લિષ્ટાર્થક માનવાના બદલે પૂર્વે જણાવ્યા મુજબના અર્થને જણાવનારી માનીએ તો નૈયાયિકના અભિપ્રાય મુજબ જગત્કર્તાની સિદ્ધિ થાય છે. પરંતુ એ રીતે પ્રયત્નવાળા પરમાત્માના સંયોગને બ્રહ્માંડાદિની વૃતિના ધારક (ધૃતિજનક) માનીએ તો પતનવાળા ઘટાદિની પણ ધૃતિને માનવા સ્વરૂપ અતિપ્રસંગ આવશે. કારણ કે ઈશ્વર વિભુ હોવાથી પતનપ્રતિબંધક સંયોગ જેમ બ્રહ્માંડની સાથે છે તેમ ઘટાદિની સાથે પણ છે. યદ્યપિ કોઈ એક વસ્તુના ઉદ્દેશથી સંયોગવિશેષને લઈને એકમાં ધૃતિ થાય છે ત્યારે તે સંયોગવિશેષ; બીજી વસ્તુમાં હોવા છતાં ત્યાં ધૃતિનો ઉદ્દેશ ન હોવાથી ધૃતિ થતી નથી. તેથી ધારણાનુકૂલ પ્રયત્નવ ઇશ્વરના સંયોગને ધૃતિ પ્રત્યે કારણ માનવાથી અતિપ્રસંગ નહીં આવે. કારણ કે પતન પામતા ઘટાદિમાં ધારણાનુકૂલ પ્રયત્નવદ્ ઈશ્વરનો સંયોગ નથી તેમ જ અનુયોગી(જેમાં સંયોગ થાય છે તે)ના ભેદથી સંયોગને ભિન્ન માનીએ તો ધારણાવચ્છિન્ન ઈશ્વરપ્રયત્ન(ધારણાવચ્છિન્ન-પ્રયત્નવદીશ્વરસંયોગ)ને કારણ માનવાથી પણ ઉપર જણાવ્યા મુજબ અતિપ્રસંગ નહીં આવે. કારણ કે પતન પામતા ઘટાદિમાં ઈશ્વરનો સંયોગ હોવા છતાં તે ધારણાવચ્છિન્ન નથી. જયાં ધારણા છે; ત્યાં જ તેવા પ્રકારનો સંયોગ હોય છે. પરંતુ ૧૪૪ જિનમહત્ત્વ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy