________________
છે - તે સંગત બને છે. કારણ કે વ્યક્તિવિશેષને આશ્રયીને મહત્ત્વપ્રયોજક (મહત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મની પ્રત્યે પ્રયોજક) કોઈ પણ ધર્મને માનવાનો હોય તો અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન વગેરે ધર્મ, વ્યક્તિવિશેષ(સુસાધુ)માંનો ન હોવાથી તેને લઈને સાધુત્વની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા તે ધર્મની પ્રત્યે પ્રયોજક નહિ બને. અને તેથી તે તે ગ્રંથમાં જે જણાવ્યું છે કે - “તેવા સ્થળે ફળનો અભાવ થતો નથી' આ વાત સંગત નહિબને. આથી સમજી શકાશે કે વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ પણ ધર્મવિશેષને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું ઉચિત નથી.
યદ્યપિ આ રીતે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિવિશેષગત ધર્મની પ્રયોજકતા માનવાની ન હોય તો; સાધુ અને અસાધુના વિશેષ ધર્મના દર્શનના અભાવમાં સામાન્યથી નિરવઘવસતિ વગેરે સામાન્યધર્મને આશ્રયીને સાધુ અને અસાધુ-બંન્નેમાં સાધુત્વની બુદ્ધિએ વંદનાદિ ક્રિયા કરવાથી ફળભેદ(ફલવિશેષ) નહિ થાય; પરંતુ સામાન્યફળની વિવક્ષામાં જ વ્યક્તિવિશેષગત ધર્મનો નિવેશ કર્યો નથી. અવ્યક્ત(સૂક્ષ્મ)સમાધિ સ્વરૂપ ફલવિશેષની પ્રત્યે તો વ્યક્તિવિશેષગત ધર્મથી જ ઉત્પન્ન થનારી મહત્ત્વબુદ્ધિ પ્રયોજિકા છે, તેથી કોઈ અનુપપત્તિ નથી.
નિરવઘ વસતિ, અપ્રતિબદ્ધ વિહાર અને નિર્દોષભિક્ષા આદિના કારણે અસાધુમાં પણ સાધુત્વની અનુમિતિ થાય છે જ; અને ત્યાર બાદ તે અનુમિતિના કારણે તેમને કરાતા વંદનાદિની ક્રિયાથી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિગત કોઈ ધર્મવિશેષને પ્રયોજક માનતા નથી માટે અસાધુમાં સાધુત્વબુદ્ધિથી (અનુમિતિથી) વંદનાદિ ક્રિયાના કારણે ફળની પ્રાપ્તિ થાય છે - એવું નથી' : આ પ્રમાણે જો માનવામાં આવે તો પ્રકૃતિ સ્થળે ભગવાન શ્રી વીતરાગપરમાત્મામાં પણ અવ્યભિચારી (અનન્યસાધારણ) એવા વિશિષ્ટ સ્વરૂપથી મહત્ત્વની અનુમિતિ પછી જ તેઓશ્રીના સ્મરણાદિથી ફળની વિશેષ પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે કહી શકાય છે. આથી મહત્ત્વ ન (મૂળ શ્લોકમાં વિમુવં ન આવો પાઠ છે, ત્યાં વિમુત્વ ના સ્થાને મહત્ત્વ આવો પાઠ હોવો જોઇએ) આ પદ પછી “મનુને આ પદ અધ્યાહારથી સમજવું. તેથી શ્લોકનો અર્થ એ થશે કે - ત્રણ ગઢ, ઇન્દ્રધ્વજ, છત્ર, ધર્મચક્ર અને ચામર વગેરેની સંપદાથી પરમાત્માના મહત્ત્વનું અનુમાન ન કરવું. કારણ કે તેવા પ્રકારનું; બુદ્ધિમાનોને ચમત્કાર કરાવનારું મહત્ત્વ તો માયાવી જનોમાં પણ સંભવે છે - આ રીતે શ્લોકના અર્થમાં કોઈ અનુપપત્તિ (અસંગતિ) નથી. પોતાને છોડીને બીજામાં રહેનારા અભાવના પ્રતિયોગી એવા ગુણવત્ (અનન્યસાધારણ ગુણ) સ્વરૂપ મહત્ત્વ છે. આવા મહત્ત્વનું અનુમાન બાહ્યસંપદાથી કરી શકાય નહિ. કારણ કે માયાવીમાં જ બાહ્યસંપદા હોવા છતાં મહત્ત્વ નથી, તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે પરમાત્મામાં પોતાના અસાધારણ ગુણોના કારણે મહત્ત્વ છે. એ ગુણવત્ત્વ(ગુણો)સ્વરૂપ જ અહીં મહત્ત્વ છે. પરમાત્માને છોડીને બીજે બધે એ ગુણોનો અભાવ છે. એ ગુણોના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ, તે અભાવનો પ્રતિયોગી) ગુણો છે. તે ગુણો માત્ર પરમાત્મામાં જ
૧૨૬
જિનમહત્વ બત્રીશી