________________
કારણ કે બુદ્ધિમાનોને ચમત્કારનું કારણ બનનારી એ બાહ્યસંપદાસ્વરૂપ મહત્ત્વ માયાવી ઇન્દ્રજાળ રચનારાને પણ હોય છે. માત્ર તેવા પ્રકારની બાહ્યસંપદાના કારણે જ જો મહત્ત્વ માનવાનું હોય તો તે ઐાલિક માયાવીમાં પણ માનવાનો પ્રસંગ આવશે. અને તેથી શ્રી તીર્થંકરપરમાત્મામાં જેમ મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બને છે તેમ માયાવીમાં પણ તેવા પ્રકારની બાહ્યસંપદાના કારણે થનારી મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બનશે. આથી જ સમતભદ્ર આચાર્યે પણ આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે દેવતાઓનું આગમન; આકાશમાં વિહાર (સુવર્ણકમલ ઉપર પગ સ્થાપવા) અને ચામર વગેરે વિભૂતિઓ માયાવી પુરુષોમાં પણ દેખાય છે. તેથી એ વિભૂતિઓને લઈને તમે મહાન છો-એવું અમે માનતા નથી.”
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બાહ્યસંપદા માયાવીમાં હોય તો ધર્મજનક મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરતી નથી. પરંતુ શ્રી તીર્થંકર પરમાત્મામાં એ બાહ્યસંપદા હોય તો મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મનું કારણ બને છે. તેથી આ રીતે વ્યક્તિવિશેષની બાહ્યસંપદાને ધર્મની પ્રયોજિકા માનવાથી કોઈ જ અતિપ્રસંગ નથી; પરંતુ આ રીતે વ્યક્તિવિશેષની અપેક્ષાએ બાહ્યસંપદાને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કારણ માનીને અતિપ્રસંગનું નિવારણ કરવાનું હોય તો મહત્ત્વબુદ્ધિની પ્રત્યે દરેક પદાર્થમાં રહેનારા પ્રમેયત્વ (યથાર્થજ્ઞાનની વિષયતા) વગેરે સામાન્યધર્મને કારણ માની મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. યદ્યપિ, પ્રમેયત્વ દરેક પદાર્થમાં વૃત્તિ હોવાથી તેને લઈને તો સર્વત્ર મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો અતિપ્રસંગ આવશે, તેથી પ્રમેયત્વાદિ ધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માની શકાશે નહિ; પરંતુ અહીં પણ શ્રી વીતરાગપરમાત્મામાં જે પ્રમેયત્વ છે, તે જ મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક છે; એ પ્રમાણે વ્યક્તિવિશેષને આશ્રયીને વિશિષ્ટ પ્રમેયત્વને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાથી એ અતિપ્રસંગનું નિવારણ કરી શકાય છે. અને તેથી પ્રમેયત્વસ્વરૂપે શ્રી વીતરાગપરમાત્મામાં થનારી મહત્ત્વબુદ્ધિથી પણ ધર્મની પ્રાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. એ અનિષ્ટ પ્રસંગનું નિવારણ કરવા માટે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કોઈ વિશેષ ધર્મ જ પ્રયોજક તરીકે માનવો આવશ્યક છે. એ જો ઉપર જણાવ્યા મુજબ બાહ્યસંપદા માનીએ તો માયાવીમાં પણ તેવા પ્રકારનું બુદ્ધિમાનોને ચમત્કારનું કારણભૂત મહત્ત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ત્રણ ગઢ, ત્રણ છત્ર અને ચામરાદિ સ્વરૂપ બાહ્યસંપદા તો માયાવીમાં પણ જણાય છે.
આ અતિપ્રસંગના નિવારણ માટે ઉપર જણાવ્યા મુજબ વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ વિશેષધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું શક્ય ન હોવાથી જ; “કોઈ વાર અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન; નવકલ્પી વિહાર અને નિર્દોષભિક્ષા વગેરેને લઈને સાધુત્વની બુદ્ધિ થાય અને તેમની સ્વચ્છંદચારિતા તથા ગુરુપરતંત્ર્યનો અભાવ વગેરે વિશેષતાનું જ્ઞાન ન થાય તો તેવા પ્રકારની સાધુત્વબુદ્ધિથી ત્યાં ધર્મનો અભાવ થતો નથી.” આ પ્રમાણે તે તે ગ્રંથમાં જણાવ્યું એક પરિશીલન
૧૨૫