________________
અસંવિગ્નો દિન-પ્રતિદિન પૂજાતા જ રહેવાના. હોળીની રાખમાં રમવું કે ન રમવું - એનો નિર્ણય આપણે જાતે જ કરવો પડશે. દુનિયાની હોળી તો વરસમાં એક વાર આવે છે. અહીં તો સદાને માટે હોળી છે. તેની રાખમાં રમવાનું સર્વથા દૂર કર્યા વિના ચાલે એવું નથી.
અસંવિગ્ન પુરુષોની આચરણાને અહીં હોળીમાં રમનારા અશિષ્ટ જનોના આચાર જેવી વર્ણવી છે. એનાથી એની દુષ્ટતાનો ખ્યાલ આવી જાય છે. ભસ્મગ્રહની અસરના કારણે એવા લોકોનો આદર થતો જ રહેવાનો. એ ખ્યાલમાં રાખી મુમુક્ષુઓએ એવા આદરાદિને જોઈને પ્રભાવિત થવું ના જોઇએ. અન્યથા અસંવિગ્ન જનોના આચરણથી દૂર રહી શકાશે નહિ. /૩-૧૪
અસંવિગ્ન જનોની આચરણાને દુષ્ટ સ્વરૂપે વર્ણવીને પ્રસંગથી કેટલાક સંવિગ્નમહાત્માઓના આચરણની દુષ્ટતા જણાવાય છે–
समुदाये मनाग्दोषभीतैः स्वेच्छाविहारिभिः ।
संविग्नैरप्यगीतार्थः परेभ्यो नातिरिच्यते ॥३-१५॥ समुदाय इति-समुदाये मनाग्दोषेभ्य ईषत्कलहादिरूपेभ्यो भीतैः । स्वेच्छाविहारिभिः स्वच्छन्दचारिभिः । संविग्नैरपि बाह्याचारप्रधानैरपि । अगीतार्थः । परेभ्योऽसंविग्नेभ्यो नातिरिच्यते नाधिकीभूयते ||3-94/
સમુદાયમાંના થોડા દોષથી ગભરાયેલા એવા પોતાની ઇચ્છા મુજબ વિચરનારા અગીતાર્થ સંવિગ્નજનો પણ અસંવિગ્ન જનોથી જુદા નથી.” - આ પ્રમાણે શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે સમુદાયમાં; ગુરુભગવંતની સાથે રહેવાથી કોઈ વાર સહવર્તી સાધુઓની સાથે સામાન્ય ઝઘડો થઈ જાય, દોષિત ગોચરીપાણી કે વસતિ વગેરે ગ્રહણ કરવા પડે... વગેરે થોડા દોષો સેવવા પડે છે, જેના પરિણામે પાપબંધ થાય છે - આવા પ્રકારના ભયને લઇને પોતાની ઇચ્છા મુજબ કેટલાક સંવિગ્ન પુરુષો સમુદાયથી અલગ થઈને વિહાર કરે છે. ખરી રીતે તો આવાઓને સંવિગ્ન માની શકાય નહિ. પરંતુ કપડાંનો કાપ કાઢવો નહિ; અલ્પ ઉપાધિ રાખવી, ગમે તેવાં વસ-પાત્ર રાખવાં ઇત્યાદિ બાહ્ય આચારો ઉત્કટ રીતે તેઓ પાળે છે. તેથી તે આચાર(બાહ્ય આચાર)ની અપેક્ષાએ તેમને અહીં સંવિગ્ન તરીકે વર્ણવ્યા છે. બાકી તો સ્વેચ્છાચારી હોવાથી અગીતાર્થ અને અસંવિગ્ન જ છે. માત્ર બાહ્ય આચારને જોઇને સંવિગ્ન તરીકે તેઓને વર્ણવ્યા છે.
આ રીતે સમુદાય-ગુરુકુલવાસમાં રહેવાથી સંભવિત તે દોષથી ઉત્પન્ન ભયના કારણે સમુદાયથી છૂટા પડી પોતાની ઇચ્છા મુજબ જેઓ વિચરે છે તે અગીતાર્થ એવા સંવિગ્ન જનો અસંવિગ્ન જનોની અપેક્ષાએ કાંઈ જુદા- સારા નથી. જેમ અસંવિગ્ન જનો પોતાના અનાચારથી
એક પરિશીલન
૧૦૩