SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રવૃત્તિમાં મનસ્વીપણે ફેરફાર કરવાની પ્રવૃત્તિ પ્રમાણભૂત નથી. લોકને રાજી કરવા, લોકચાહના મેળવવા, લોક તરફથી સ્થાનમાનાદિ મેળવવા અથવા તો એક વ્યક્તિ પ્રત્યેના દ્વેષ, ઇર્ષા, માત્સર્ય વગેરેના કારણે શાસ્ત્રસિદ્ધ આચરણમાં ફેરફાર કરવાનું પ્રમાણભૂત નથી. એ શિષ્ટાચરણ નથી, પરંતુ મહાઅશિષ્ટાચરણ છે. એને માર્ગ ન કહેવાય, ઉન્માર્ગ કહેવાય. ઉત્સર્ગ અને અપવાદ સ્થળે પણ વિવેકનું જ પ્રાધાન્ય છે. રાગાદિ દોષોની જેમાં હાનિ થવી જોઈએ તેના બદલે તેની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિ પણ શિષ્ટાચાર તરીકે ગણાય તો દુનિયામાં કોઈ જ અશિષ્ટાચાર નથી. બધા જ શિષ્ટાચાર તરીકે વર્ણવવા પડશે. મોક્ષસાધક સંયમની સાધના માટે તે તે જીવોની યોગ્યતાનુસાર ફેરફાર કરી કોઈ પ્રવૃત્તિ કરાવવી પડે – એ સમજી શકાય છે. પરંતુ એકતા માટે કરાતી પ્રવૃત્તિ મોક્ષસાધક ન હોવાથી તેને શિષ્ટાચરણ તરીકે વર્ણવવાનું ખૂબ જ અનુચિત છે. પ્રવૃત્તિનું પ્રામાણ્ય તેની મોક્ષસાધકતાને લઈને છે. એકતા મોક્ષસાધના માટે ઉપયોગિની નથી. એકતા માટે કરાતી કોઈ પણ પ્રવૃત્તિ શિષ્ટાચરણસ્વરૂપ નથી. મોક્ષસાધક વિહિત અનુષ્ઠાનો સામર્થ્યના અભાવે જ્યારે લગભગ સર્વથા અશક્ય બને છે, ત્યારે સંવિગ્ન, અશઠ અને ગીતાર્થ એવા મહાત્માઓ ઉદ્દેશને બાધ ન પહોંચે એ રીતે તે અનુષ્ઠાનોમાં થોડો ફરક કરી તેનું આચરણ શરૂ કરે છે, જે પ્રમાણભૂત છે. અશિષ્ટ જનોને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેમના આચરણને પ્રમાણ માનવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. “ત્રિશ ત્રિવિદ્યા ભા. 9માં ભાવાનુવાદકર્તાએ તિથિચર્ચા અંગે પણ ચિકાર અસંબદ્ધ વાતો કરી છે. એ અંગે ખરી રીતે હવે કાંઈ પણ જણાવવાની જરૂર નથી. અત્યાર સુધીમાં એ બધી વાતો અંગે વિસ્તારથી અનેક વાર જણાવાયું છે. પરંતુ સાચું સમજવાનું, ગ્રહણ કરવાનું અને આચરવાનું જેમના સ્વભાવમાં જ નથી એવા લોકો માટે સહેજ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. રાજકારણીઓ જેમ દેશકલ્યાણની ભાવનાથી રાતોરાત અંતરના અવાજે પક્ષપલટો કરતા હોય છે તેમ શાસનના કલ્યાણની ભાવનાથી અંતરના અવાજે રાતોરાત સિદ્ધાંતમાં ફેરફાર કરનારની પ્રવૃત્તિ શિષ્ટાચરણ નથી – એટલું મુમુક્ષુ આત્માઓ યાદ રાખે. સામા પક્ષની માન્યતા સમજવાની જેમનામાં પાત્રતા નથી તેઓ સામા પક્ષનું ખંડન કરે છે. ભાવાનુવાદ કર્તાને બેવડી જવાબદારી નભાવવાની છે. એક તો અત્યાર સુધી તિથિ વગેરેની જે આરાધના કરી તે ખોટી હતી : એ સ્પષ્ટ કરવાનું. અને બીજી એ કે હવે જે રીતે આરાધના કરવાની છે; તે સાચી છે એ સ્પષ્ટ કરવાનું આથી તાલ ન રહે એ બનવાજોગ છે. આપણે એવી જવાબદારી નિભાવવાની નથી એટલે આપણે તાલ ચૂકી જવાની આવશ્યકતા નથી. તિથિ સામાચારી છે કે સિદ્ધાંત છેઃ આ વિષયમાં વિવાદ-વિપ્રતિપત્તિ છે. એના જવાબમાં ભાવાનુવાદકશ્રી સંવત્સરીની આરાધના સામાચારી છે – એ પ્રમાણે જણાવે છે. આવું જ આ. શ્રી નરેન્દ્રસાગરજી મ. પણ જણાવે છે. તિથિ સામાચારી છે કે નહિ અથવા સિદ્ધાંત છે કે નહિ? ૯૮ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy