SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સમ્યક્ત્વ પ્રકરણ છે. તેથી નળ જ છે. એમ નિશ્ચિત કર્યું. ll૮૫all અને કહ્યું કે પહેલા જ્ઞાની ભગવંતોએ પણ કહ્યું કે ભારત ક્ષેત્રમાં નળ વિના સૂર્યપાક રસોઈને બીજો કોઈ જાણતો નથી. તેથી આ નળ જ છે. ll૮૫૪l ક્રીડાથી કે લજ્જથી અથવા તો મંત્રથી કે તંત્રથી અંગનું વિકૃતિપણું કર્યું છે. પરંતુ આ નળ જ છે એમાં સંશય નથી. l૮પપા નળની આંગળીના સ્પર્શ માત્રથી મારું શરીર રોમાંચિત થાય છે. આની આંગળીનો સ્પર્શ માત્ર મને થાય તો આ નળ છે, એમ ખાતરી થાય. II૮પડા પૂછાયેલા નળે હસીને કહ્યું કે રાજમાર્ગમાં પણ તમારો ભ્રમ છે. સાક્ષાત્ નળ રાજા ક્યાં ? અને નારક આકૃતિવાળો હું ક્યાં ? ll૮૫lી તો પણ અતિ આગ્રહ કરાયેલા એવા તે નળે હવે લઘુલાઘવી કળાથી આંખમાં રહેલા કસ્તરને (તણખાને) કાઢે તેમ તેણીના વક્ષસ્થળને આંગળી વડે સ્પર્શ કર્યો. ll૮૫૮ મેઘના જળના સંપર્કથી પૃથ્વી ઉપર નવા અંકુરાની જેમ તેના તેટલા સ્પર્શ માત્રથી દમયંતીના શરીરમાં રોમાંચ થયો. l૮૫૯ હે વલ્લભ ! ત્યારે સૂતેલી એવી મારો ત્યાગ કર્યો હતો. હવે લાંબા કાળે જોવાયા છો. હવે ક્યાં જશો ? એ પ્રમાણે કહીને પકડીને ઘરની અંદર લઈ ગઈ. I૮૬૦ના દમયંતીએ અત્યંત પ્રાર્થના કરી ત્યારે કુબ્ધ કરંડીયામાંથી વસ્ત્રાદિ કાઢીને પહેરી પોતાના સ્વરૂપને નળે પ્રગટ કર્યું. ll૮૬૧// તેવા પ્રકારવાળા તેને જોઈને પ્રેમ પૂરથી આતુર એવી દમયંતી લતા જેમ વૃક્ષને વીંટળાય તેમ પોતાના પતિને ગાઢ રીતે વળગી પડી. ll૮૬૨ll હવે અંદરથી બહાર આવેલા નળને ઓળખીને ક્ષણવારમાં ભીમરાજાએ પોતાના સિંહાસન પર અર્ધા ભરતાધિપને બેસાડ્યો. l૮૬૩ી અને કહ્યું કે હે નિષધ-રાજાના પુત્ર ! તું જ ચક્રવર્તી છે. અમે તારા વડે પરવશ કરાયા છીએ અર્થાત્ અમે તને આધીન છીએ. તેથી સેવકની જેમ અમને કરવા યોગ્ય કાર્યોમાં જોડો. l૮૬૪ો તેને જોવામાં આસક્ત એવા દધિપર્ણ રાજાએ નમસ્કાર કરીને વિનંતિ કરી કે હે સ્વામી ! અજ્ઞાનતાથી તમને ઓળખ્યા નહિ. તેથી અપરાધને ક્ષમા કરો. ll૮૬પા યથાપ્રવૃત્તિથી જ ધનદેવ રાજાની પાસે આવ્યો. દમયંતીના પૂર્વે ઉપકારી છે એ પ્રમાણે તેનું ઘણું ગૌરવ કરાવ્યું. II૮૬૬ll ઋતુપર્ણ રાજા, પોતાની દેવી ચંદ્રયશા અને દીકરી ચંદ્રવતીથી યુક્ત, તેમજ તાપસપુરના રાજા વસંત સાર્થવાહની પાસે તેઓ વડે કરાયેલા છે તે ઉપકારો વડે જાણે પ્રેરાયેલી દમયંતીએ પોતાના પિતાની પાસેથી દૂતોને મોકલીને ત્યારે બોલાવ્યા. પુત્રી પરના વાત્સલ્યને વશ થયેલા એવા ભીમ રાજાએ પુત્રી ઉપર તેઓએ કરેલા ઉપકારોને યાદ કરીને આવેલા તેઓનો હંમેશાં સત્કાર કર્યો. l૮૬૭-૮૬૮-૮૯૯ll પ્રિયના સંગમથી અભિગ્રહ પૂર્ણ થયે છતે દમયંતીએ જિનેશ્વર ભગવંતની નાત્ર મહોત્સવ આંગી, આભૂષણ, પુષ્પ અને વસ્ત્રથી પૂજા કરીને. ll૮૭lી પરમાત્માની આગળ વિગઈઓને અને પાન-સોપારીઓને સ્થાપન કરીને સ્વયં સ્વીકાર કર્યો. જે કારણથી અરિહંતના ભક્તોની આ સ્થિતિ (મર્યાદા) છે. ll૮૭૧// એક વખત ભીમ રાજાની સભામાં બેઠેલા તેઓને વિષે ત્યાં જાણે કે સવારનો બીજો સૂર્ય હોય તેવો દેદીપ્યમાન કોઈક દેવ આવ્યો. ll૮૭રી દમયંતીને અંજલિ જોડીને કહ્યું કે ગિરિની ગુફામાં રહેલા તમે જે કુલપતિને બોધ પમાડીને અરિહંતનો ધર્મ ગ્રહણ કરાવેલ તે હું જિન ધર્મના પ્રભાવથી મરીને સૌધર્મ દેવલોકમાં કેસર વિમાનનો સ્વામી, કેસર નામનો દેવ થયો છું. ૮૭૩-૮૭૪ો એ પ્રમાણે કહીને તેના ચરણોમાં નમીને સાત ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરીને કૃતજ્ઞપણાને પ્રકાશીને તે દેવ અંતર્બાન થયો. I૮૭પો હવે ભીમરથ રાજા વડે તેમજ દધિપર્ણ આદિ રાજાઓ બીજા અનેક સામંત રાજાઓની સાથે નળનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. ll૮૭ફી, ત્યારે નળના આદેશથી શત્રુને ક્ષોભ પમાડનાર અને પૃથ્વીને ચૂર્ણ કરનાર
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy