________________
નળ દમયંતી
એવી સેનાઓ તે મોટા રાજાઓ વડે એકઠી કરાઈ. ll૮૭ી કુબેરે કપટપણાથી જે પોતાની લક્ષ્મીને હરણ કરી હતી, તેને પાછી લેવા માટે નળ તે રાજાઓની સાથે કોશલા નગરી તરફ ચાલ્યો. '૮૭૮ કેટલાક દિવસો બાદ સૈનિકોથી પૃથ્વીને આચ્છાદન કરતા નળ કોશલના રતિવલ્લભ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ll૮૭૯માં બળથી આક્રાન્ત કર્યું છે પૃથ્વીતલ જેને એવા નળને આવતો સાંભળીને મૃત્યુના મુખમાં આવ્યો હોય તેમ કુબેર કંપવા લાગ્યો. ll૮૮૦. નળે દૂત દ્વારા તેને કહ્યું કે જુગાર વડે યુદ્ધ કર. આપણે બંને ભાઈઓને પરસ્પર શસ્ત્રોથી યુદ્ધ ન કરાય. ll૮૮૧. લડાઈના અભાવની વાત વડે જીવિતને ઇચ્છતા અને નળની લક્ષ્મીને ફરી પ્રાપ્ત કરવાને ઇચ્છતા એવા કુબેરે જલ્દી જુગાર રમવાનો આરંભ કર્યો. ૧૮૮૨ા પોતાની મેળે ભેદાયેલ ભાગ્યવાળો, પોતાની મેળે પાકેલા શુભોદયવાળો નળ ત્યારે તેની પાસેથી સઘળું જીત્યો. જે કારણથી ભાગ્ય જ જયનું કારણ છે. ll૮૮૩ll હવે સ્ત્રીરત્નની સાથે જેમ ચક્રવર્તી શોભે તેમ ભેમી વડે કરાયેલી શોભાવાળો અર્થાત્ ભૈમી સાથે શોભતા એવા વળી ઈન્દ્ર વડે પણ દુર્જય એવા તે નળે પોતાના રાજ્યને અલંકૃત કર્યું. Al૮૮૪ો. વિષ્ણુની જેમ અર્ધ ભરત ક્ષેત્રના સર્વ રાજાઓએ ભેટણાંઓ ધરીને દેદીપ્યમાન ભૂજા બળવાળા નળની સેવા કરી. II૮૮પી ત્યારે સજ્જનતાના અતિશયથી નળે આશ્રિતોને દાન-સન્માન-સારી રીતે બોલવા વડે આશ્રિતોને તો દૂર રહો શત્રુઓને પણ ખુશ કર્યા. l૮૮કા કુબેરને પૂર્વની જેમ યુવરાજ પદે સ્થાપન કર્યો. જેથી આની સજ્જનતાની પરાકાષ્ઠા તથા અસાધારણ ઉદારતા કેવી કહેવાય ? ll૮૮૭ll ધર્મથી સર્વ વૈભવ છે, એ પ્રમાણે કૃતજ્ઞપણાને વધારતા નળે દમયંતીની સાથે પ્રીતિપૂર્વક ચૈત્યોને વંદન કર્યું. ૮૮૮ પવિત્રાત્મા એવા નળે અરિહંતોની રથયાત્રા કરાવી અને ગુણવાન એવા ગુરુની હંમેશાં સેવા ભક્તિ કરી. II૮૮૯ll હંમેશાં સાધર્મિકોનું વાત્સલ્ય કર્યું અને સર્વત્ર અરિહંતની અને પોતાની આજ્ઞાને માન્ય કરાવી. II૮૯૦ના દમયંતીથી પુષ્કલ નામનો પુત્ર થયો અને તેને સમસ્ત કળા શીખવાડી. રાજ્યરૂપી લક્ષ્મીને ઉચિત એવા યૌવન અવસ્થાને તેણે પ્રાપ્ત કર્યું. ll૮૯૧||
આ પ્રમાણે રાજ્યનું પાલન કરતા હજારો વર્ષ નળને થયાં. એક વખત દેવ એવા પિતાએ આવીને તેને પ્રતિબોધ પમાડ્યો. l૮૯૨ાા હે વત્સ ! તું શું રાજા છે ? તારે જોતે છતે આ વિષયરૂપી ચોરો વડે વિવેકરૂપી મહાધન લૂંટાય છે. ll૮૯all તારા વ્રતના અવસરને જણાવવાનું મેં પહેલા સ્વીકાર્યું હતું. તેથી હે પુત્ર ! હમણાં તારો ચારિત્રનો અવસર છે. ll૮૯૪ll આ પ્રમાણે જણાવીને અવધિજ્ઞાનવાળા દેવ ગયા અને ત્યારે અમાપજ્ઞાની એવા જિનસેન નામે ગુરુ પધાર્યા. ll૮૯૫ll દમયંતીની સાથે નળ રાજા ત્યાં જઈ ભક્તિપૂર્વક ગુરુને નમ્યો. દેશના સાંભળી અને અવસરે ગુરુને પૂછ્યું કે હે ભગવંત ! પૂર્વભવમાં મારા વડે કયું કર્મ ઉપાર્જન કરાયું હતું કે આવા પ્રકારનું રાજ્ય મેળવીને હારી ગયો અને પાછું મેળવ્યું. ll૮૯૧-૮૯ી.
નળ દમયંતીનો પૂર્વભવ : ગુરુએ કહ્યું હે રાજન્ ! સાંભળ. જંબૂઢીપના આ જ ભરતક્ષેત્રમાં મહાતીર્થ સ્વરૂપ અષ્ટાપદ પર્વતની નજીકમાં II૮૯૮ નથી જોયું શત્રુનું યુદ્ધ જેને એવું સંગર નામનું નગર હતું. ત્યાં મમ્મણ નામે રાજા હતો, તેને વીરમતી નામની રાણી હતી. II૮૯ો એક વખત શિકાર માટે રાણીની સાથે નગરની બહાર જતાં તેના વડે સાર્થની મધ્યમાં રહેલા એક સાધુ જોવાયા. ૯૦૦Iી હવે શુદ્ર આશયવાળા તે રાજાએ સાર્થમાંથી તે મુનિને ગ્રહણ કરીને ટોળામાંથી વાંદરાને જેમ લાવે તેમ રમવા માટે પાછો ફર્યો. ll૯૦૧|| દુરાત્મપણાથી બાર નાડીપ્રમાણ કાળ સુધી પત્ની સહિત રાજાએ તે મુનિપુંગવને ખેદ પમાડ્યો. I૯૦૨હવે ઉછળતી કરૂણાવાળા તે દંપતીએ સાધુને પૂછ્યું, તમે ક્યાંથી પ્રયાણ કર્યું ? ક્યાં જવાની