________________
નળ દમયંતી
G
થાય, તેમ સતીવ્રતપણાના આતાપમાં ઇન્દ્રજાલથી કરેલી હોય તેમ તે રાક્ષસી અદૃશ્ય થઈ. ૪૭૪ો આગળ જતી દમયંતીએ અગ્નિના કણ સરખી રેતીવાળી, અંગારા જેવા પથ્થરોવાળી, ધૂમાડાવાળી નદીને જોઈ. ll૪૭પી મારવાડની સખીની જેવી પાણી વગરની નદીને જોઈને અતિશય તરસથી આક્રાન્ત થયેલી, તાપથી થાકેલી તેણીએ આ કહ્યું. ૪૭૬ો જો પવિત્ર, સત્ય બોલનારી અને અહંન્દુ ધર્મની જ રાગી અને સતી હોઉં તો અહીં અમૃતની ધારાને અનુસરનાર પાણી પ્રગટ થાઓ. I૪૭૭ી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેણીએ પગની પાની વડે પૃથ્વીને પ્રહાર કર્યો. ફૂટેલા નાળવાળા કૂવામાંથી પાણી ઉછળે તેમ પાણી ઉછળ્યું (પ્રગટ થયું). II૪૭૮ ત્યારે ત્યાં સુધાકુંડ જેવું અદ્ભુત પાણી થયું. અમૃતને પીને અમરીની (દેવી) જેમ તેણીએ તે પાણી તૃપ્તિ થાય ત્યાં સુધી પીધું. ll૪૭૯ll ફરી પણ સાક્ષાત્ જાણે વનદેવી હોય એવી જતી દમયંતી પરિશ્રમથી વડના વૃક્ષની નીચે બેઠી. ll૪૮ll.
ત્યારબાદ ભ્રમણ કરતા કેટલાક સાર્થના માણસો વડે દમયંતી જોવાઈ ! અને કહ્યું, હે કલ્યાણકારી ! રંભા જેવા રૂપવાળી તું કોણ છે ? I૪૮૧// તેણીએ કહ્યું કે, સાર્થથી છૂટી પડેલી, જંગલમાં ફરતી હું મનુષ્ય છું. તેથી તે મુસાફરો, મને તાપસપુરનો માર્ગ બતાવો. Al૪૮૨ા તેઓએ કહ્યું કે, સવારમાં ઉઠીને તું પશ્ચિમ દિશા તરફ જજે. સાથે જતો સૂર્ય તને માર્ગ બતાવશે. ૪૮૭ll ઉત્સુક એવા અમે પાણી લઈને સાર્થ તરફ જઈશું. સાર્થમાં જવાની ઇચ્છા હોય તો આવ અથવા તને ઇષ્ટ એવા કોઈક નગરમાં તું રહે. I૪૮૪ત્યારબાદ તેઓની સાથે તેણી ગઈ અને ધનદેવ સાર્થપતિએ તેણીને જોઈને પૂછ્યું કે, હું કલ્યાણકારી ! તું કોણ છે ? અને આ વનમાં કેમ ? I૪૮પા દમયંતીએ કહ્યું કે, તે કલ્યાણકર ! હું વણિક પુત્રી છું. પિતાના ઘરમાં જતી, રાત્રિમાં નિદ્રામાં સૂતેલી પતિ વડે આ જંગલમાં ત્યાગ કરાયેલી છું. //૪૮૬ો ભાઈ જેવા તમારા માણસોની સાથે અહીં આવી છું. તેણે કહ્યું કે, હે પુત્રી ! તું ડર નહિ. હમણાં આશ્વાસનવાળી થા. ll૪૮૭થી નિર્મળ મનવાળી ! કરંડીયામાં મૂકેલા પુષ્પની જેમ પ્રયત્નપૂર્વક સુખેથી તને અચલપુર લઈ જઈશ. I૪૮૮ સ્નેહાળુ એવો તે તેણીને પુત્રીની જેમ વાહન ઉપર બેસાડીને ચાલ્યો અને મધ્યાહ્ન કુંજમાં કોઈક ઝરણા પાસે રહ્યો. I૪૮થી ત્યાં રહીને સુખપૂર્વક રાત્રિમાં વિધિપૂર્વક દમયંતી સૂતી. ત્યાં પરમેષ્ઠિ મહામંત્રને બોલતા કોઈકને તેણીએ સાંભળ્યો. ૪૯૦|| હવે તેણીએ સાર્થપતિને કહ્યું કે, નમસ્કાર મહામંત્રને બોલનાર તે મારો સાધર્મિક છે. તેથી હે તાત ! તે સાધર્મિક મને બતાવો. II૪૯૧ ગુરુનું વાક્ય જેમ ઓળંગવા યોગ્ય નથી, તેમ તેણીના વચનને બહુમાન કરતો શ્રદ્ધાળુ ધનદેવ પણ તેણીની સાથે ગયો. ૪૯રી ત્યાં તે બંને વડે તંબુમાં રહેલો તે સાધર્મિક આનંદથી ચૈત્યવંદના વડે જિનેશ્વરોને વંદન કરતો જોવાયો. ૪૯૩ આને પુણ્યનો અંતરાય ન થાઓ એ પ્રમાણે તે બંને જણાએ આશિષ આપ્યા અને તેની અનુમોદના કરતાં અદ્ભુત પુણ્ય ઉપાર્જન કર્યું. ૪૯૪ ઇન્દ્રનીલની જેમ ખોલેલા પટમાં રહેલા પૂજાયેલા અરિહંત પરમાત્માના બિંબને જોઈને ભક્તિપૂર્વક તે બંનેએ પણ વંદન કર્યું. ૪૯પા
હવે પરમાત્માને વંદન કરેલા અને ઉચિત ક્રિયાને કરી છે જેણે એવા તે સાધર્મિકને દમયંતીએ પૂછ્યું કે, હે મહાસત્ત્વશાળી ! તમારા વડે કયા તીર્થાધિપતિને પૂજાય છે ? Il૪૯લા તેણે પણ કહ્યું કે ઓગણીસમા મલ્લિનાથ ભગવાન થશે. તે કલ્યાણી ! આ પરમાત્માની પૂજામાં વિશેષ કારણને તને કહું છું. ૪૯શા અહીંયા કાંચી નામની પ્રસિદ્ધ નગરી છે. તેનો હું વેપારી છું. ત્યાં એક વખત જ્ઞાની એવા ધર્મગુપ્ત મહામુનિ પધાર્યા હતા. I૪૯૮ રતિવલ્લભ નામના ઉદ્યાનમાં સમોસર્યા. ભક્તિથી તેમને મેં વંદન કર્યા અને