________________
શાસ્ત્રોમાં આવતાં અપવાદિક વિધાનોને આગળ કરીને દ્રવ્યસ્તવની પુષ્ટિ કરવા ઈચ્છતા સાધુઓને પણ સારી રીતે સમજાવીને દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવના વિષયનો ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે, “જે આત્મા તપ અને સંયમમાં ઉદ્યમશીલ હોય તે આત્મા જ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુતના વિષયમાં જે સમયે જે કાર્ય ઉચિત હોય તે સમયે તે કાર્ય કરવાનો અધિકારી છે, પણ બીજો નહિ.” એમ જણાવીને જે કોઈ શિથિલ હોય તે પોતાની શિથિલતાને ધર્મના ઓઠા નીચે છુપાવવા ઈચ્છતો હોય તો તેને આ પ્રમાણે સન્માર્ગ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. (ગાથા-૮૫ થી ૮૮).
કેટલાક ભવાભિનંદી આત્માઓ “શ્રાવકો સમક્ષ સૂક્ષ્મ પદાર્થોનું કથન ન થાય” તેમ જે જણાવે છે, તે વાત કેટલી નિર્બળ અને અનુચિત છે, તેને શ્રી ભગવતી સૂત્રનો પાઠ આપીને સ્પષ્ટ કર્યું છે. (ગાથા-૮૯ થી ૯૨)
સન્માર્ગને સમજવા આવેલ ભદ્રિક પારણામી આત્માઓને શિથિલાચારમાં આસક્ત થઈને ઉન્માર્ગ સમજાવનારા સાધુઓને દુર્ગતિમાં પડતા બચાવવા સાચી હિતશિક્ષા આપી છે. (ગાથા-૯૩ થી ૯૯)
ગાથા-૯૭માં કહ્યું છે કે, ધર્મોપદેશક, ધર્મની દેશના અને ધર્મશ્રોતા બે બે પ્રકારના હોય છે. દ્વિવિધ ધર્મોપદેશ - ૧ પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ (ભયંકર), તથા ૨ - પ્રારંભમાં કડવો અને પરિણામે હિતકારી હોય છે. દ્વિવિધ ધર્મદેશક – ધર્મ દેશના કરનારા પણ બે પ્રકારના છે : ૧ પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ ઉપદેશ આપે છે અને ૨ - પ્રારંભમાં કડવો તથા પરિણામે હિતકારી ઉપદેશ આપે છે. શ્રોતા પણ આ પ્રમાણે બે પ્રકારના છે : ૧- પ્રારંભમાં મધુર અને પરિણામે ભયંકર ઉપદેશ સાંભળે છે, ૨ - કેટલાક પ્રારંભમાં કડવો અને પરિણામે હિતકારી ઉપદેશ સાંભળે છે. પહેલા પ્રકારના ઉપદેશ-ઉપદેશક અને શ્રોતાઓ ઘણા હોય છે, જ્યારે બીજા પ્રકારના ઉપદેશ-ઉપદેશક અને શ્રોતાઓ હંમેશા વિરલ હોય છે. જે આ વિષમ પરિસ્થિતિનો ચિતાર આજે પણ વિશ્વમાં સ્પષ્ટ દેખાય છે. (ગાથા-૯૭)
આ પછી સદુપદેશક ગુરુઓની ઉપકારકતા વર્ણવીને વિશેષજ્ઞ ધર્માત્મા કદી પણ ગાડરિયા પ્રવાહની જેમ ગતાનુગતિક ધર્મ કરતો નથી તથા તેવા આત્માની સ્થિતિ અને વિચારધારાને રજુ કરીને મોક્ષમાર્ગરૂપ ધર્મના વિષયમાં આગમનું પ્રમાણ જ માન્ય રાખી શકાય એમ જણાવ્યું છે. (ગાથા-૯૮ થી ૧૦૫).
ગૃહસ્થલિંગ, ચરકાદિ કુલિંગ અને પાસત્થા આદિ દ્રવ્યલિંગને સંસારનો માર્ગ તથા સુસાધુ, સુશ્રાવક અને સંવિજ્ઞ-પાક્ષિકને મોક્ષમાર્ગ કહ્યો છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે તથા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને ઉન્માર્ગ જણાવીને સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યા કરી છે તથા સાધુ અને શ્રાવકના ધર્મનું નિરૂપણ કર્યું છે. (ગાથા-૧૦૬ થી ૧૧૦). - ત્યાર બાદ આંતરશત્રુઓની વિષમતા જણાવીને તેનાથી બચવા માટે શ્રાવકે કેવી કેવી ભાવનાઓ કરવી જોઈએ તે જણાવીને માર્ગતત્ત્વનું નિરૂપણ પૂરું કર્યું છે. (ગાથા-૧૧૧ થી ૧૧૪)
ચોથા સાધુતત્ત્વને સમજાવતાં અઢાર દોષો વર્ણવી સાધુ તે દોષોના ત્યાગી હોય તેમ જણાવ્યું છે. સાધુના જીવનનિર્વાહ માટે આવશ્યક આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ કેવાં હોવાં જોઈએ તે જણાવવા બેંતાળીશ દોષોનું વર્ણન કર્યું છે. તે ભિક્ષાને ગ્રહણ કરવા માટેના ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જણાવીને