________________
પહેલા દેવ-તત્ત્વનું નિરૂપણ કરતાં, શ્રી તીર્થંકરના આઠ મહાપ્રાતિહાર્ય તથા ચોત્રીશ અતિશયોથી શોભતા અને અઢાર દોષથી વર્જિત એવા શ્રી અરિહંત પરમાત્મા હોય છે. તેમના અરિહંત, અરુહંત અને અરહંત એ ત્રણેય નામની યથાર્થ વ્યાખ્યા કરીને તેઓનું નમસ્કાર, વંદન, સ્તવ, પૂજન અને ધ્યાન કરવાનો ઉપદેશ આપ્યો છે. આવા દેવને સુવર્ણ તુલ્ય અને અન્ય દેવોને પિત્તલ જેવા જણાવી સુવર્ણ-પિત્તલને સમાન માનવાથી બચવાનો ઉપદેશ આપ્યો છે. (ગાથા-૫ થી ૧૫)
શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ માટે જિનમંદિરનું નિર્માણ અને તેની વિધિ દર્શાવીને તેના અધિકારી શ્રાવકના સાત ગુણો દર્શાવ્યા છે. (ગાથા-૧૬ થી ૨૧)
ત્યાર બાદ જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ, અષ્ટપ્રકારી પૂજા, વિધિનું મહત્ત્વ, વંદન-વિધિ, પાંચ અભિગમ, દશત્રિક, આશાતનાનું વર્જન, આદિ જણાવીને દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણ ક૨ના૨ને તથા લાભ-હાનિનું વર્ણન કર્યું છે. દેવદ્રવ્યની રક્ષા માટે સાધુની તથા શ્રાવકની જવાબદારી ઉપર ભાર મૂકતાં જે કોઈ સાધુ કે શ્રાવક શક્તિ હોવા છતાં દેવદ્રવ્યનો વિનાશ થાય ત્યારે ઉપેક્ષા કરે, તેનો અનંત સંસાર વધે છે અને જે કોઈ રક્ષા કરે તેનો સંસાર અલ્પ થાય છે, યાવત્ તીર્થંક૨૫ણું પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે. (ગાથા-૨૨ થી ૬૧)
બીજા ધર્મતત્ત્વનું વર્ણન કરતાં સામાન્ય રીતે ધર્મની વ્યાખ્યા કરી શ્રાવકનાં વ્રતોનો નામોલ્લેખ કરી દશ પ્રકારના યતિધર્મનાં નામ દર્શાવ્યાં છે.
આવા ધર્મને પામનારા આત્માઓ સદાય અલ્પ હોય છે. કારણ કે, તેને માટે વિશિષ્ટ કોટિની યોગ્યતાઅધિકાર અનિવાર્ય છે.
જે આત્મા એકવીશ ગુણોથી યુક્ત હોય તે જ આ દેશિવરિત અને સર્વવિરતિરૂપ ધર્મનો અધિકારી છે, માટે એકવીશ ગુણો પણ નામપૂર્વક જણાવ્યા છે. (ગાથા-૬૧ થી ૬૮)
ત્રીજા માર્ગતત્ત્વનું નિરૂપણ કતાં માર્ગ-પ્રાપ્તિની દુર્લભતા વર્ણવીને શાસ્ત્ર નિ૨પેક્ષ બનેલા સાધુજનની ઉન્માર્ગપ્રવૃત્તિ અને ઉન્માર્ગોપદેશ તરફ અંગુલી-નિર્દેશ કર્યો છે. તેમાંથી કેટલીક વિગત નીચે મુજબ છે.
૧-સાધુને પણ જિનમંદિર કરવાનો અધિકાર છે, ૨-સાધુને દોષિત પણ વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિ આપવાં, ૩-સુવિહિત મુનિઓ પાસે વ્રતાદિ લેનારને રોકવા, ૪-જિનમંદિર તથા જિનબિંબ બનાવવાનો અને જિનપૂજા કરવાનો સાધુનો અધિકાર છે, ૫-જિનમંદિરમાં નિવાસ કરવો. ઈત્યાદિ ઉન્માર્ગ-પ્રવૃત્તિ કેટલી અહિતકર અને અયોગ્ય છે, તે વાતને યુક્તિ અને ઉક્તિ દ્વારા સમજાવીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની વાત કરતાં જણાવ્યું છે કે દ્રવ્યસ્તવનો અધિકારી શ્રાવક જ છે, પણ સાધુ નહિ. સાધુ તો ભાવસ્તવનો જ અધિકારી છે. સર્વ સાવદ્યોગની પ્રતિજ્ઞા કરીને કોઈપણ બહાનાથી દ્રવ્યસ્તવ કરનારો સાધુ ખરેખર મૂઢ છે. ભાવસ્તવમાં જ દ્રવ્યસ્તવનો સમાવેશ થઈ જાય છે, તે છતાં જેને દ્રવ્યસ્તવ કરવાનું મન થાય છે, તેવા સાધુને પરમાર્થથી મુક્તિમાર્ગનું જ્ઞાન જ નથી, એમ કહી શકાય. (ગાથા-૬૯ થી ૮૬)
આ વિષયનું નિરૂપણ કરતાં પ્રસ્તુતગ્રંથની પ્રસ્તુતવૃત્તિમાં જિનપૂજારૂપ દ્રવ્યસ્તવને સાવધરૂપે ઉલ્લેખ્યો છે. જેનું પ્રવચનપરીક્ષાના ત્રીજા વિશ્રામમાં વિગતવાર ખંડન કરીને જિનપૂજા એ સાવદ્ય નથી પણ નિરવ છે. તેમજ જિનપૂજા નિરવદ્ય હોવા છતાં પણ સાધુ માટે શા માટે અકરણીય છે અને સાધુ માટે અકરણીય હોવા છતાં પણ અનનુમોદ્ય તો નથી જ વગેરે સ્પષ્ટતા કરવામાં આવી છે.*
* આ માટે જુઓ સંસ્કૃત પ્રસ્તાવના પેજ ૨૬
ક