________________
પર
સમ્યક્ત્વ પ્રકરણ
હવે દમયંતી રડવા લાગી. રાજાએ કહ્યું, હે દેવી ! રડ નહીં. હમણાં હું તારો પતિ અને હું જ સેવક છું. આથી સ્થિર થા. ૨૪૦ના કોઈ પણ જગ્યાથી પાણીને લાવીને આ તને હું પ્રાપ્ત કરાવું છું. એ પ્રમાણે કહીને ચારે બાજુ ફરીને ખિન્ન મનવાળો તે વિચારતો હતો. ર૪૧// ભવાનાં ભંગથી ભગ્ન થયેલ છે અન્ય રાજ્ય એવું તે ઉવલ સામ્રાજ્ય ક્યાં ? અને હરણ-હરણીની અવસ્થાને અનુકરણ કરનારી એવી આ અવસ્થા ક્યાં ? ર૪રી જે દૃષ્ટિનું પાત્ર નથી મનનું તથા વચનનું પણ પાત્ર નથી, તે અર્થને પણ ખલ એવું આ ભાગ્ય પુરુષોને ઘટાવી આપે છે. l/૨૪all એ પ્રમાણે વિચારતા સરોવરને જોઈને પાંદડાના પુટ વડે પાણીને લાવીને તૃષિત થયેલી દેવીને છત્રીરૂપ કર્યો છે હાથ જેણે એવા નળે પીવડાવ્યું. //ર૪૪ll અને ક્યાંક ક્યાંક માર્ગમાં આપેલા હાથના ટેકાવાળો લઈ જતો નળ ખિન્ન થયેલી તેણીના ચરણોને પગલે-પગલે દબાવતો હતો. //ર૪પા જાણે સ્નાન કરીને ઊઠેલી ન હોય તેમ ઉત્પન્ન થયેલા પરસેવાના પાણીથી પલળી ગયેલા અંગવાળી દમયંતી શ્રમથી હજુ પણ કેટલો માર્ગ જવાનો બાકી છે, એ પ્રમાણે નળને વારંવાર કહેતી હતી. ૨૪વા અશ્રુ સહિત નળે કહ્યું, જંગલ સો યોજનાનું છે, એનો હજુ વસમો ભાગ જ હે દેવી પસાર થયો છે. ૨૪૭થી. હે સૂર્ય ! તું તાપને અલ્પ કર. હે ભૂમિ ! તું કોમલતાને ભજ, હે માર્ગ ! તું દીર્થપણાને સંહર. હે કુંડિનપુર ! તું નજીક થા. ૨૪૮ શ્રમથી (દુઃખથી) પીડાયેલી દમયંતીને અહીં કેમ પીડા આપો છો ? ઘા ઉપર કેમ ક્ષાર નાંખો છો ! દુઃખી સ્થિતિમાં કેમ નિર્દય થયા છો ? હે મેઘ ! સ્વજનસંબંધી અવસરોચિત હમણાં દેવી ઉપર વાદળરૂપી આતપત્રને કેમ ધારણ કરતો નથી ? એ પ્રમાણે નળે તેઓને ઉપાલંભ આપ્યો. ૨૪૯, ૨૫ol.
આ પ્રમાણે બોલતા તે અરણ્યમાં જતા એવા તે બંનેને પ્રતિકાર કરવામાં અસમર્થ, લજ્જા વડે જ જાણે સૂર્ય અસ્તાચલ પર્વત પર અન્તર્ધાન થયો. ર૫૧ીત્યારબાદ મળે ત્યાં દમયંતીને માટે કેલિના પાંદડા વડે શયામાં ભોગવાતા આનંદને આપવા માટે સમર્થ એવા પલંગને રો. //રપરા પ્રિયાને આ પ્રમાણે કહ્યું કે, હે દેવી! અહીં અતિ કોમળ શયામાં નિદ્રાના વિનોદથી તું શ્રમને દૂર કર. //રપ૭ll હવે દમયંતીએ કહ્યું, હે નાથ ! ગામ નજીક જ જણાય છે. કેમ કે નજીક જ ગાયોના અવાજ સંભળાય છે. ll૨૫૪ો તેથી મશાન જેવા જંગલને છોડી - હે નાથ ત્યાં જવાય. જે કારણથી ઘરની જેમ નિર્ભય (તે ગામમાં) સુખપૂર્વક સુવાય. l૨૫પી નળે કહ્યું, હે ભય પામેલી ! અહીં જંગલમાં ગામ નથી, પરંતુ મિથ્યાદૃષ્ટિવાળા તા.સોનો આશ્રમ છે. રિપડા કાંજીનો છાંટો પણ શું દૂધના વિનાશ માટે સમર્થ નથી ? તેમ મિથ્યાદૃષ્ટિનો સંપર્ક સમ્યગ્દર્શનને દૂષિત કરનાર છે. રિપી દમયંતી, તું ડર નહીં. અહીં સુખેથી સૂઈ જા. કેમ કે અંતઃપુરના અંગરક્ષકની જેમ હું સ્વયં તારો દ્વારપાળ થઈશ. રપ૮ll અર્ધ ભારતના રાજા એવા નળે ચાદર જેમ પલંગને ઢાંકે તેમ પોતાના અર્ધા વસ્ત્ર વડે સંથારાને ઢાંક્યો. ર૫૯ સ્મરણ કર્યા છે પંચનમસ્કાર જેણે, કર્યો છે દેવ-ગુરુને નમસ્કાર જેણે એવી દમયંતી કમલના મધ્યભાગમાં ભમરીની જેમ ત્યાં સૂતી. ૨૦૦Iી દમયંતી સૂઈ ગઈ ત્યારે મને ચિંતા કરી કે મન-વચન અને દૃષ્ટિપથને ઓળંગી જનારું મારું વ્યસન (દુઃખ) કેવા પ્રકારનું છે ? Il૨૦૧ી જુગાર વડે મને નાના ભાઈથી રાજ્યનો પરિભ્રંશ થયો. તેમાં વળી સસરાનો આશ્રય વ્યસનની શિખા સમાન છે. રિકી સંકટથી પીડાયેલા જે મનુષ્યોને સસરાનું શરણ થાય, તે ખરેખર નિર્ગતિવાળા પશુઓ મનુષ્યના રૂપવાળા છે. //રકall આ પત્નીને છોડીને ઉર્ધ્વ મુખ લઈને અજ્ઞાત નથી જણાઈ) ચર્યા વડે એકલો અવધૂતની જેમ હું ભમીશ. l૨૬૪ll સ્વયં શીલના પ્રભાવથી આણીને કોઈ પણ