________________
સભ્યત્વ પ્રકરણ
કરો. જે કારણથી તે રથને ગ્રહણ કરીને દેવને અને દમયંતીને માર્ગ સારી રીતે ઓળંગવા યોગ્ય થાય. I/૧૮૮ ત્યારબાદ મહાન કાંતિવાળો નળ રાજા ભૈમીની સાથે તે રથ પર આરુઢ થઈને ચાલ્યો. ખરેખર ! મહાન પુરુષો સંપત્તિ અને આપત્તિમાં અચલ સત્ત્વવાળા હોય છે. ૧૮૯ી ત્યારે એક વસ્ત્રવાળી તે ભૈમીને જોઈને નગરના લોકોએ અશ્રુધારા વડે નવા મેઘની જેમ વસ્ત્રને વર્ષાવ્યા. ૧૯૦માં સંયમ સ્વીકારવાની ઈચ્છાવાળો જેમ મમત્વ રહિત હોય તેમ પાછળ આવતા નગરલોકોને મમતારહિત અને કઠોર એવા મળે કહ્યું. ૧૯૧ી ઉત્પન્ન થયેલા અંધપણાવાળા અમારા વડે અહો, કાંઈ પણ અપરાધ કરાયો. તમારા વડે અમારો અપરાધ સહન કરાય. હમણાં અમે જઈએ છીએ. ૧૯૨ll સ્વામીના દુઃખથી પીડિત થયેલા તેઓએ કહ્યું, હે દેવ ! હા તારા વડે શું કરાયું? તું કેમ વિલીન ન થયો. જે કારણથી આ પ્રમાણે દુઃખદાયી થયું. I૧૯all જગતને અનુકૂળ એવા આ નલ મહાત્માને પ્રતિકૂળ થયું. કેવું તારું દુષ્ટપણું ? ખરેખર તે દુષ્ટપણું દુષ્ટને વિષે યોગ્ય છે. II૧૯૪ હે દુવ ! ખરેખર કુબર પણ તારા વડે પ્રગટ રીતે અધિષ્ઠિત કરાયો. અન્યથા પિતાતુલ્ય ભાઈનું શું વૈરીપણું કરે ? I/૧૯પા નલે કહ્યું, હે જનો ! દૈવના શોક વડે હમણાં સર્યું. હે સજ્જનો ! હૃદયને નિર્દય કરીને સ્નેહને ઢીલો કરો. I/૧૯કા અન્ય કોઈનો પણ દોષ નથી. આ દોષ . અમારા કર્મનો છે. અહીં સર્વે સ્વયં જ શુભાશુભ કર્મને અનુભવે છે. ll૧૯૭ી અને વળી અહીં મહાન પુરુષોને વિપત્તિઓ પણ સંપત્તિને માટે છે. સુવર્ણને બળતા એવા અગ્નિમાં પતન તે શું તેજની વૃદ્ધિ માટે નથી ? I/૧૯૮ી ત્યારપછી ફુવારાવાળા ઘર સ્વરૂપ થયેલા સર્વે નગરવાસીઓ પડતી એવી અશ્રુના સમૂહની ધારા વડે અત્યંત વર્ષના હતા. ૧૯૯ાાં સત્ત્વશાળીઓ વડે પણ શું આ પામરાચાર આરંભ કરાયો છે. તેથી રડીને સર્યું. જે કારણથી પ્રયાણ કરનારાને અમંગલ થાય. ll૨૦Olી જેથી દેશના દર્શનનો ઉત્સાહ અમોને હમણાં સહાયરૂપ છે. તેથી અમે સુખ વડે જઈશું ખેદ ન પામો. l/૨૦૧//
એ પ્રમાણે રાજા વડે જણાવાયેલા તે નગરજનો કેવલ કાયા માત્રથી પાછા ફર્યા અને મન વડે તો રાજાની પાછળ ગયા. l/૨૦૨ી આગળ જતાં ત્યાં નલ રાજાએ આકાશરૂપી છત્રનું જાણે દંડ ન હોય, તેવા પાંચસો હાથ ઊંચા સ્તંભને જોયો. l/૨૦૩ll રાજ્યના નાશના પ્રહારની પીડાને પણ જાણે જાણતા ન હોય, તેમ હાથી જેમ પદ્મનાલને ઉખેડે તેમ નલ રાજાએ તે સ્તંભને ઉખેડ્યો. ll૨૦૪ મહાન બળના પ્રકાશ માટેના જાણે પોતાના કીર્તિ સ્તંભને આરોપતા ન હોય, તેમ નલ રાજાએ ફરી પણ ત્યાં જ તે સ્તંભને આરોપ્યો. ll૨૦૫ll તેને જોઈને નગરજનો બોલ્યા, અહો ! પરાક્રમી નલ આવાની પણ આ અવસ્થા, અથવા શું સૂર્ય અસ્ત નથી પામતો ? Il૨૦૧ી પહેલાં અહીં ઉદ્યાનમાં નલ અને કુબર ક્રીડા કરતે છતે શ્રેષ્ઠ બુદ્ધિવાળા અતીન્દ્રિય જ્ઞાની એક મુનિ આવ્યા હતા. /ર૦૭ી તે મુનિએ કહ્યું હતું કે, સુસાધુને ક્ષીરના દાનથી પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા સત્પષ્યવાળા નલ અર્ધ ભારતના સ્વામી થશે. l/૨૦૮ ટેકા સહિતના જે આ મહાતંભને ચલાયમાન કરશે, તે અર્ધ ભરતના અવશ્ય સ્વામી થશે. ૨૦૯માં ત્યાં આ ભરતાર્ધનો સ્વામી થયો અને સ્તંભને ચલાયમાન કર્યો, તે બંને ઘટતુ થયું. //ર૧૦. પરંતુ આ એક અઘટતું થયું, જે કારણથી નલ જીવતે છતે પણ અહીં કોશલા નગરીમાં કુબર રાજા થયો. ૨૧૧/l અને વળી અહીં જો ક્યારેક મુનિનું બોલેલું વિસંવાદવાળું પણ હોય નહીં તો આ કુબર અહીં આનંદ પામી શકશે નહીં. ૨૧૨ા ફરી પણ નલ રાજા જ અહીં ક્યારેક કોશલ દેશનો અધિપતિ થાય. એ પ્રમાણે જનના આલાપોને સાંભળતા નલે કોશલાનો ત્યાગ કર્યો. ર૧૩ll
હવે નલે પત્નીને પૂછ્યું, હમણાં ક્યાં જવાય ? સ્થાનનો નિશ્ચય કર્યા વિના લુચ્ચો માણસ પણ પ્રવર્તતો