________________
૪૪
સમ્યકત્વ પ્રકરણ
ઉત્પન્ન થયેલ, મહાસત્ત્વશાલી, તત્ત્વને જાણનાર, કલાના ભંડાર રૂપથી તિરસ્કૃત કર્યો છે કામદેવને જેણે એવો નળ પણ ત્યાં આવ્યો. ll૩ળા વિદર્ભ સ્વામી વડે કરાયેલી સેવાવાળા તે સર્વે રાજાઓએ કુંડિનપુરની ચારે દિશામાં આવસોને વસાવ્યા. [૩૮] તેણે વર્ણન ન કરી શકાય તેવા સુધર્મા સભાના પ્રતિબિંબરૂપ મહાન એવા સ્વયંવર મંડપને કરાવ્યો. ૩૯ો તે મંડપમાં દેવલોકના વિમાનને પણ અપમાન કરનાર માંચડા કરાવ્યા અને જલ સરોવરની જાણે જ્યોતિ ન હોય તેવા રત્ન સિંહાસનોને કરાવ્યા. //૪lી આભૂષણના રત્નોની કાંતિથી તિરસ્કૃત કર્યા છે રોહણાચલ પર્વતને જેને એવા અને પોતપોતાની પ્રસરતી કાંતિ વડે બીજાઓને તિરસ્કૃત કરતા એવા રાજાઓ વડે તે સિંહાસન ઉપર બેસાયું. II૪૧/
એટલામાં સ્કુરાયમાન દિવ્ય જ્યોતિના તિલકથી વિભૂષિત, વાદળથી રહિત સૂર્યના બિંબથી મનોહર પૂર્વ દિશા સમાન, પૂનમના દિવસે જેમ પૂર્ણ ચંદ્રના જેવા હર્ષના પૂરથી ઉત્તેલ મુખવાળી, જાણે વર્ષાઋતુની લક્ષ્મીની જેવી સુસ્નિગ્ધ, ઉન્નત સ્તનવાળી, કંકલિત વૃક્ષની શાખાની જેમ ઉલ્લસિત નવા પલ્લવ સમાન લાલ નયન, હાથ, પગ અને હોઠવાળી, મુક્તાફળના અલંકારથી વિકસિત, પુષ્પની જાણે મલ્લિકા ન હોય તેમ સારભૂત અંગવાળી, આકાશમાંથી ગ્રહણ કરેલા જાણે શરદઋતુના વાદળ ન હોય તેવા પહેરેલા નિર્મળ વસ્ત્રવાળી માંચડા પર બેઠેલા રાજાઓને ક્રોડો કટાક્ષો કરતી, સમુદ્રની ભરતીમાં મોજાઓના પાણીના બિંદુઓ જેમ દિશાના સ્વામીને તેમ પિતાની આજ્ઞાનું ખંડન નહીં કરતી અને મંડપને શોભાવતી, રાજાઓને ઉત્કંઠિત કરતી, દમયંતી ત્યાં આવી. ll૪૨ થી ૪છી તેણીને જોઈને તે સર્વે પણ રાજાઓ એકીસાથે તેણીને વશ કરવા માટે કામણની ઉપમાવાળા ઘણા કામવિકારોને કરતા હતા. I૪૮) ત્યાર પછી અંતઃપુરની પ્રતિહારીએ પુત્રીના પિતાની વાણી વડે રાજાઓના સ્વરૂપના કીર્તનને કહેવા માટે આરંભ કર્યો. ૪૯
હે પુત્રી ! બલથી સ્ફર્જિત ભુજાના બલવાળો આ કાશી દેશનો સ્વામી છે. જેના યશરૂપી નદીને વહાવવાના બહાનાથી ગંગા ત્રણ પથમાં વહનારી થઈ છે. ગંગા પાસે ઓળખાતી જાણે સાક્ષાત્ ગંગા દેવતા ન હોય તેમ છે કલ્યાણી ! જો તું ક્રીડા કરવા માટે વાંચ્યું છે તો આને વર. /પ૧ી દમયંતીએ કહ્યું, હે ભદ્ર ! બીજાને ઠગવામાં ચાતુર્યરૂપી ચાંચવાળા કાશીવાસીઓ સંભળાય છે. તેથી તે મારા હર્ષને માટે નથી. //પર// હવે તેણીએ આગળ થઈને કહ્યું, હે સ્વામિની ! આ ખરેખર કર્યો છે અનેક પાપના અંગોનો ભંગ એવો કેસરી કોંકણનો અધિપતિ છે. //પ૩ આને વરીને તિરસ્કૃત કર્યું છે નંદનવનને જેને એવા કદલી વનમાં રમ અને ગ્રીષ્મઋતુમાં પણ તાપની પીડાને નહીં જાણતી સુખનું સ્થાન થા. //પ૪ દમયંતીએ કહ્યું, પ્રાયઃ કરીને કોંકણ દેશના લોકો કારણ વિના રોષ કરનારા હોય. તેથી તેઓ પગલે-પગલે અનુકૂલ કરવા માટે સમર્થ નથી. પપી/ હવે આગળ જઈને તેણીએ કહ્યું, હે દેવી ! ક્રીડાપ્રધાન એવા કાશ્મીર, કેદારાદિ દેશમાં ઈન્દ્ર સમાન સારસ્વતેશ્વરને વર. //પકા રાજાની પુત્રીએ આ પ્રમાણે કહ્યું. હે ભદ્રે હિમનાં સમૂહથી ભીરુ એવા મારા શરીરને શું તું જાણતી નથી ! તેથી આગળ જા. //પી. તેની આજ્ઞા સ્વીકારીને હવે તેણીએ કહ્યું, હે ઈશ્વરી ! પોતાના અંગથી જીત્યો છે કામદેવને જેમણે, એવા આ કોશામ્બીના સ્વામી શું તારા મનને હરણ કરતા નથી. પિટી ભેમીએ કહ્યું. હે ભદ્ર ! આ વરમાળા અદ્ભુત હતી. તે સાંભળીને ભદ્રા બોધ પામી ખરેખર અન્ય બોલવું એ જ આનું ખંડન છે. I૫૯ો ત્યારપછી આગળ થઈને ફરી તેણીએ કહ્યું, હે ગુણરાગિણી ! દાનવીર, ધર્મવીર, યુદ્ધવીર એવો આ અવંતિનો સ્વામી શું તને ગમે છે? Iકoll મૈમીએ કહ્યું, હે સખી ! પિતાના સમાન વયવાળા આને નમસ્કાર થાઓ. ત્યારપછી ભદ્રાએ તેને ઓળંગીને બીજા રાજાની