________________
આજ્ઞા પ્રધાન્ય
૨૯
आराहणाइ तीए, पुन्नं पावं विराहणाए उ ।
एयं धम्मरहस्सं, विनेयं बुद्धिमंतेहिं ।। २० ।।
ગાથાર્થ :- તેની આરાધનાથી પુણ્ય અને વળી વિરાધનાથી પાપ. આ ધર્મના રહસ્યને બુદ્ધિમાન પુરુષો વડે જાણવા યોગ્ય છે.
ટીકાર્થ :- આ પણ સ્પષ્ટ જ છે.
અને આ અર્થમાં દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે -
ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે જ્યાં હંમેશાં સુપ્રતિષ્ઠ સર્વે માણસો પ્રતિમાની જેમ આનંદ પામે છે. ૧ ત્યાં જિતશત્રુ નામનો રાજા છે, જેના યશ વડે ચારે બાજુથી ઉખેડાયેલું શ્યામપણું શત્રુના પક્ષને આશ્રય કરતું હતું. ||૨|| ત્રણ જગતને પ્રાર્થના કરવા યોગ્ય સુખોનું જાણે નિધાન ન હોય તેમ તેને રત્નાવલી વગેરે અનુપમ લક્ષ્મીવાળી (અનુપમ કાંતિવાળી) સ્ત્રીઓ હતી. ॥૩॥ એક દિવસ રાજા પોતાની પર્ષદામાં રાજકાર્યોની આજ્ઞાના સારનો નિર્ણય કરતો બેઠેલો હતો. II૪l તેટલામાં પૂર્વ અને પશ્ચિમનાં ઉઘાનપાલકો વડે આવીને એકીસાથે આંબાની મંજરી અર્પણ કરીને મનોહર સ્વરે વિજ્ઞપ્તિ કરાઈ. ॥૫॥ હે સ્વામિન્ ! હમણાં ઉદ્યાનની ભૂમિ ચારે બાજુથી ઋતુરાજ વસંત૨ાજે વાસિત કરી છે, તે તમોને ભેટવાની ઈચ્છાવાળો છે. તે સાંભળીને પ્રમોદના સમૂહથી હર્ષિત થયેલા વસંત-ઋતુની લક્ષ્મીને જોવાની ઈચ્છાવાળા મહારાજાએ તલા૨ક્ષકને બોલાવીને આદેશ કર્યો. I૬-૭ ઢંઢેરો પીટાવીને તું નગરજનોને આજ્ઞા કર. હે જનો ! સાવધાન થઈને તમે સાંભળો. II૮॥ સવારે પૂર્વદિશાના ઉદ્યાનમાં અંતઃપુર સહિત રાજા વસંતઋતુની ક્રીડાને માટે જશે. પશ્ચિમના ઉદ્યાનમાં નગરજનો વડે જવા યોગ્ય છે. ૯॥
હવે આરક્ષકે જે પ્રમાણે રાજાએ કહેલું, તે પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી. ખરેખર સજ્જનોને જે પ્રમાણે ગોત્રની સ્થિતિ તે પ્રમાણે રાજાની આજ્ઞા અનુલ્લંઘનીય છે. ।।૧૦।। તે સાંભળીને યૌવનનાં ઉન્માદરૂપી મદિરાના મદથી વિહ્વળ થયેલા, અતિશય દુર્રાન્ત, કામથી વિહ્વળ થયેલા કેટલાક ઉમ્બંખલ થયેલા, દુર્જનો, ભવિષ્યનો વિચાર નહીં કરનારા મૂર્ખ, પાપી, કુલને કલંકિત કરનારા, સમાન વયવાળા, શ્રેષ્ઠીપુત્રો પરસ્પર બોલતા હતા. ।।૧૧-૧૨॥ જો રાજાની સૂર્યને નહીં જોનારી એવી સ્ત્રીઓ આપણે જોઈ નથી, તો આપણા ધનને ધિક્કાર થાઓ, જીવિતને ધિક્કાર થાઓ, રૂપને ધિક્કાર થાઓ અને યૌવનને પણ ધિક્કાર થાઓ. ॥૧૩॥ ચતુર અને આપણને જોઈને અનુરાગને વશ થયેલી તે સુભગાઓ (રાણીઓ) છે કે જે કામના બાણરૂપી કટાક્ષો વડે હણે નહિ. II૧૪॥ તેથી હે ! તમે ત્યાં ચાલો દૃષ્ટિ સફલ થાઓ, મનુષ્ય જન્મ કૃતાર્થ થાઓ અને પોતાના મનોરથો પૂરાય. ॥૧૫॥ એ પ્રમાણે વિચારીને ત્યારપછી દુરાત્મા એવા તે સર્વે ત્યારે જ પોતાના જાણે વધના વેષને ધારણ કરતા ન હોય તેમ વિકસ્વર શૃંગા૨ને ધારણ કરીને ।।૧૬।। પ્રભાત નહીં થયે છતે પણ જલદીથી રાજા જે વનમાં જવાને ઈચ્છતા હતા, તે વનમાં જલદી જઈને મોટા વૃક્ષો ૫૨ ચડીને ન જણાય, તેની જેમ તેઓ રહ્યા. ॥૧૭॥ સમગ્ર સામગ્રીવાળા બીજા નગરજનો વળી ઘણા આનંદને ધારણ કરતા પશ્ચિમના ઉદ્યાનમાં ગયા. ॥૧૮॥ સવારે અંગરક્ષકો પૂર્વના ઉદ્યાનને અંદરથી તપાસીને બંને બાજુથી રક્ષાને માટે પ્રવેશ્યા. રાજાઓની ખરેખર આ જ રૂઢિ છે. ૧૯