________________
પ્રકાશકીય
સમ્યકત્વ પ્રકરણ” એ ગ્રંથ જીવનમાં સમ્યગ્દર્શનને પામવા માટે અને પામેલા સમ્યગ્દર્શનને સ્થિર કરવા માટે અભુત ગ્રંથ છે. પૂ.આ. શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજે બનાવેલા મૂળ ગ્રંથ પર પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજ તથા પૂ.આ. શ્રી તિલકાસૂરિજી મહારાજે ટીકાના માધ્યમ દ્વારા તેમજ કથાઓ દ્વારા બાળજીવો પણ સમ્યક્ત્વ વિષયક પદાર્થને સમજી શકે એ માટે સુંદર પ્રયત્ન કર્યો છે. એ ગ્રંથનું ભાષાંતર થાય તો સંસ્કૃતના અભ્યાસ સિવાયના આરાધકો પણ આ ગ્રંથનો સઘન અભ્યાસ કરી શકે એ માટે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજે પૂ. ગુરુ ભગવંતોના આશીર્વાદથી જુદાં જુદાં સાધ્વીજી ભગવંતો પાસે ભાષાંતર કરાવી તેની વાક્ય રચનાઓને સમજવામાં સરળ બને એ રીતે ગોઠવી અને સુધારીને આ ભાષાંતર તૈયાર કરેલ છે. જે ગ્રંથનું પ્રકાશન કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ.
પૂ.સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી સુયશપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી મુક્તિપૂર્ણાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. શ્રી દિવ્યરત્નાશ્રીજી મ. એ ભાષાંતર માટે પ્રથમ પ્રયાસ કરેલ છે તથા પૂ.સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી હિતપૂર્ણાશ્રીજી મ. એ પૂક ચેક કરવામાં સહાય કરેલ છે. તેઓની શ્રુતભક્તિની અનુમોદના કરીએ છીએ.
કથાના માધ્યમ દ્વારા તત્વનું જ્ઞાન આપવાનો જે ગ્રંથકારે પ્રયાસ કરેલ છે એ પ્રયાસ ભવ્યજનો સુધી પહોંચે અને તેઓ સમ્યગ્દર્શનને પામી પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનને નિર્મલ બનાવી પરમપદના ભોક્તા બને એ જ શુભાભિલાષા.
- સભા પ્રકાશન
વિ.સં. ૨૦૧૫ કાર્તક વદ-૧૧