SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ સમ્યક્ત્વ પ્રકરણ એવા નંદીશ્વરદ્વીપમાં ગયો. ૫૮ અને પ્રભાત થયે છતે વનથી નીકળતો ચોરાયેલા માલ સહિત તે વાણિયો ચોરની બુદ્ધિ વડે શિકારીઓ વ જેમ હરણ તેમ આરક્ષકો વડે ધારણ કરાયો. /પા અને તેઓ વડે રાજાને નિવેદન કરાયું. રાજાએ પણ માલ સહિતના તેને જોઈને ખરેખર આને બીજો દંડ ન હોય. આ ચોરને વધ કરવા યોગ્ય છે તેમ જણાવ્યું. ll ll હવે તે વાણિયો આરક્ષકો વડે કરાયેલ વધ્યના વિભૂષણવાળો, આગળ વગાડાતા વાજિંત્રવાળો વધ્યભૂમિમાં લઈ જવાયો. ll૧/l અને આ બાજુ સિદ્ધ થયેલ વિદ્યાવાળા તે ચોરે વિદ્યાના અધિષ્ઠાયક દેવતાને બહુમાન વડે પૂછયું, મારા ગુરુ શું કરે છે ? Iકરી. તેણે તેના સ્વરૂપને જાણીને તેને તેનું સ્વરૂપ જણાવ્યું. હવે કૃતજ્ઞ એવો તે ત્યાં તેને રક્ષણ કરવા માટે જલ્દીથી આકાશ માર્ગ વડે ગયો. કall તેણે વધ કરનારાઓને ખંભિત કરીને, ચિત્રમાં ચિત્રેલા હોય તેમ કરીને નગરની ઉપર શીખરવાળા પર્વતની સમાન શિલાને વિકુર્તી. કો. અને નગરના દ્વારોને બંધ કર્યા. રાજાના લેણદારની જેમ જાણે તત્કાલ પડવાની ઈચ્છાવાળી હોય તેમ તે શિલા કંપતી હતી. IIકપી ત્યારે જાણે બ્રહ્માંડ ફુટતું હોય તેવા શિલાના અવાજ વડે અને પીડિત લોકોના આક્રન્દ વડે ત્યારે મોટો કોલાહલ થયો. Iકકા આલાનસ્તંભોને ઉખેડીને, ઉંચી કરેલી સૂંઢવાળા, જાણે પડતી એવી શીલાને ધારણ કરવાની ઈચ્છાવાળા હાથીઓ નીકળ્યા. કશી પોતાની છલાંગ વડે કિલ્લાનું ઉલ્લંઘન કરવાની ઈચ્છાવાળા ઘોડા વિગેરે તિર્યંચો બંધનોને તોડીને નીકળ્યા. (૬૮ અને વજની શિલા જેવી તેને જોઈને અતિ પીડિત થયેલ લોક બોલતા હતા હા ! હમણાં શું થશે. આ સંહાર ઉપસ્થિત થયો છે. ll૧૯માં ત્યાર પછી સઘળી વિભૂતિને છોડીને દેહ માત્ર ધનવાળા તેઓ મૃત્યુથી આશ્ચર્ય ચકિત થયેલા બાળકોને પણ યાદ ન કરતા નીકળ્યા. I૭૦ વાડામાં નંખાયેલા તિર્યંચની જેમ નગરના દરવાજા બહાર જવા માટે અશક્તિમાન બંધ થવાથી મનુષ્યો પરસ્પર બોલતા હતા. ll૭૧// વિધાતાએ જો અમોને પણ પાંખ આપી હોત તો અમે પણ પક્ષીની જેમ ઊડીને બહાર જાત. II૭રી મહા આવર્તવાળા સમુદ્રની અંદર અથવા દાવાનળની અંદર રહેલાઓની જેમ, સર્વે વડે હમણાં નિચ્ચે મરવા યોગ્ય છે.. ll૭all આ પ્રમાણે નગરીનો ક્ષોભ થયે છતે રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે નિચ્ચે મારો કોઈ અપરાધ છે કે આવું અતિદુર્ઘટ થયું. I૭૪ હવે ભીના વસ્ત્રને પહેરીને દીનતાને ભજનારો રાજા આકાશની સન્મુખ ધૂપને કરીને આ પ્રમાણે બોલ્યો. પા દેવ અથવા દાનવ અથવા જે કોઈપણ મારા પર કુપિત થયેલ છે, તે પ્રસન્ન થાઓ તેના આદેશને કરનાર હું શું કરું ? પછી હવે સિદ્ધ થયેલ વિદ્યાવાળા આકાશમાં રહેલ તે ચોરે રાજાને કહ્યું, તારા વડે નિરપરાધી આ વણિફ જે ચોર આ પ્રમાણે ઘાત માટે આદેશ કરેલ છે. ll૭૭ી તેને જઈને તું પ્રસન્ન કર. જેથી હે રાજન્ ! તને હું રક્ષણ કરું. જો આ પ્રમાણે તું નહિ કરે, તો નગરજન સહિત તને હું ચૂર્ણ કરીશ. I૭૮ ત્યાર પછી ત્યાં જલ્દીથી જઈને રાજાએ તે વણિફને ભક્તિ વડે તેના ચરણમાં પડીને પ્રસન્ન કર્યો. ll૭૯ રાજાની રાણીઓએ પણ વસ્ત્રના છેડાને પ્રસારીને તેને કહ્યું, હે શ્રેષ્ઠી ! મહાભાગ ! અમારા સ્વામીની ભિક્ષાને તું આપ. ll૮lી આ પ્રમાણે તેને પ્રસન્ન કરીને દિવ્ય વસ્ત્રો પહેરાવીને અને સ્વર્ણરત્નમય દિવ્ય આભૂષણો વડે વિભૂષિત કરીને, મહા ઉત્સાહવાળા રાજા વડે હાથીના હોદ્દે બેસાડીને સમગ્ર નગરના મધ્યમાંથી પોતાના ઘરે લઈ જવાયો. ll૮૧, ૮૨ા ત્યાં પોતાના સિંહાસનમાં રાજાની જેમ તેને બેસાડીને રાજા વળી તેની આગળ સેવકની જેમ બેઠો. ll૮all ત્યાર પછી તે શિલાને સંહરીને તે ચોર પણ વિમાનમાં રહેલો ત્યાં રાજાની સભામાં આવ્યો. ૮૪ દિવ્ય-આભરણના તેજ વડે અસહ્ય તેજવાળા સૂર્યની જેમ તેમાંથી (વિમાનમાંથી) દેવની જેમ નીકળીને ગુરુને નમીને તે પણ બેઠો. ll૮૫ll
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy