SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વની યોગ્યતા ક્યા જીવમાં ? અતિચાર-શંકા-ભવદત્ત અને ચોરની કથા ૩૪૩ ત્યારે કોઈપણ ચોર અંતઃપુરમાં ખાતર પાડીને રત્નની પેટીને ગ્રહણ કરીને ભોગીને જેમ છૂપી રીતે નીકળ્યો. II૩૨॥ દોડતા એવા હરણીઆને જોઈને ચિત્તાઓ (પશુ વિશેષ) પાછળ દોડે તેમ કેમે કરીને તેને જાણીને આરક્ષક પુરુષો દોડ્યા. II૩૩।। તેઓથી નાસતો તે, વજના ભયથી ત્રાસ પામેલો મૈનાક પર્વત જેમ સમુદ્રમાં પેસી ગયો તેમ તે જ વનખંડમાં ગયો. II૩૪॥ આરક્ષકો પણ તેને ચારે બાજુએ વીંટળાઈને રાત્રિમાં ત્યાં જ રહ્યા. હમણાં નાશીને જાય નહિ. અમે આને કાલે ગ્રહણ કરશું તે કયાં જશે ? ।।૩૫।। ચોરે પણ વનખંડની અંદર શ્રેષ્ઠ વણિક્ એવા ભવદત્તને અગ્નિના પ્રકાશ વડે જોઈને ભય અને આશ્ચર્યપૂર્વક તેણે વિચાર્યું. ।।૩૬। આ હા ! શું આ પિશાચ છે અથવા શું આ ભૂત છે કે (બેમાંથી એક) નથી. જે રાત્રિમાં સ્મશાનમાં ૨હેલ વૃક્ષ પર ચડ-ઉતર કરનાર છે. II૩૭।। સવારે પણ મૃત્યુ મારે આવેલું છે તેથી હું એક સાહસને કરું છુ. સાહસ વિના સિદ્ધિ નથી. II૩૮॥ જો આને હું સાધીશ તો વિસ્તૃત સામ્રાજ્યને કરીશ અને જો નહિ સાધુ તો સવારે થનારું મૃત્યુ હમણાં જ થશે. ।।૩૯। આ પ્રમાણે વિચારીને દોડીને ભ્રમ સહિત એવા તેણે તેને બોલાવ્યો અને તે પણ ક્ષોભથી કમ્પના રોગથી પીડિતની જેમ કમ્પાયમાન શ૨ી૨વાળો ઊભો રહ્યો. I૪ll હવે ચોરે પણ તેને આ દેવયોનિવાળો નથી એ પ્રમાણે જાણ્યું. તેથી તું ક્યાંથી આવ્યો છે ? તું કોણ છે ? અથવા અહીં કેમ ? આ પ્રમાણે કોમલ સ્વરથી બોલાવ્યો. ૪૧॥ તેણે કહ્યું, હે ભદ્ર ! ભવદત્ત નામનો હું નગરની મધ્યમાંથી વિદ્યા સાધવા માટે અહીં આવેલો છું. પરંતુ હું અગ્નિથી ભય પામું છું. II૪૨॥ વિદ્યા સિદ્ધ થશે કે નહિ. પરંતુ અગ્નિ વડે શરીર તો બળશે તે કારણથી અહીં સિક્કા પર વારંવાર ચડ-ઉતર કરું છું. II૪૩૫ ચોરે કહ્યું, તને વિદ્યા કોણે આપી. તેણે કહ્યું, મા૨ા મિત્ર જિનદત્ત નામના શ્રાવકે મને વિદ્યાને આપી. ૪૪॥ ચોરે પણ વિચાર્યું. ખરેખર શ્રાવકો તો કરુણામાં તત્પર હોય છે. કીડી માત્રની પણ હિંસાને તેઓ ક્યારેય ઈચ્છતા નથી. II૪l આપ્ત પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલી વિદ્યાવાળો પણ, શંકાથી મલિન થયેલા મનવાળો આ કાયર એવો વાણિયો વિદ્યાને સાધવા માટે સમર્થ નથી. I૪૬॥ વળી, હું શંકા રહિત આ વિદ્યાને સાધીશ. ખરેખર દોલાયમાન મનવાળાને કાર્ય સિદ્ધિ થતી નથી. ૪૭॥ આ પ્રમાણે વિચારીને તે ચોરે શ્રેષ્ઠ વણિક એવા તેને કહ્યું, આ વિદ્યા તું મને આપ જેથી હું આને સાધુ છું. II૪૮॥ વણિકે કહ્યું, શું આ વિદ્યા જે તે પ્રકારે મેળવાય છે ? મારા વડે પણ ખરેખર મહાકષ્ટથી મિત્રની પાસેથી પ્રાપ્ત કરાઈ છે. II૪૯। હવે ચોરે તલવા૨ને ખેંચીને તેને કહ્યું, જો તું આ વિદ્યાને મને નહિ આપે તો વૃક્ષ પરથી ફલની જેમ તારા મસ્તકને હું જલ્દીથી પાડીશ. ।।૫।। વળી જો તું મને આપીશ તો હે ભદ્ર ! હર્ષિત થયેલો હું ગુરુને દક્ષિણાની જેમ આ રત્નને કરંડિયો તને આપીશ. II૫૧॥ હવે ભયભીત થયેલા તેણે કહ્યું, હું વિદ્યાને આપીશ. તું મારું રક્ષણ કર. ખરેખર બંદીકૃત થયેલા શું સર્વસ્વને પણ નથી આપતા. II૫૨॥ વળી આ રત્નની પેટી વડે શું વિદ્યા નહિ આપે. જે કારણથી મહાકીંમતિ પણ વસ્તુ અહીં ધન વડે મેળવાય છે. II૫૩॥ ખરેખર વિદ્યાની સિદ્ધિમાં સંદેહ છે. વળી આ ધન નિઃસંદેહ છે. એ પ્રમાણે વિચારીને તે ધનને ગ્રહણ કરીને તેણે ચોરને વિદ્યા આપી. ।।૫૪॥ ત્યાર પછી તે ચોર પણ સુંદર પ્રકારે વિનયપૂર્વક વિદ્યાને ગ્રહણ કરીને તે રત્નના કરંડિયાને તે વાણિયાને આપીને નિઃસંદેહ મનવાળો તે ચોર ત્યારે જ સિક્કા ૫૨ આરુઢ થઈને યોગીની જેમ મનને સ્થિર કરીને એકસોને આઠવાર વિદ્યાને જપીને તેણે સાથે જ સિક્કાના સર્વે પગોને છેઘા. સિદ્ધ થયેલ વિદ્યાવાળા આની નીચે જલ્દીથી વિમાન ઉત્પન્ન થયું. ૫૫, ૫૬, ૫૭॥ ત્યાર પછી સિદ્ધ થયેલ વિદ્યાવાળો તે ચોર વિમાન વડે તીર્થોને વંદન ક૨વા માટે શ્રેષ્ઠ
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy