________________
સમ્યકત્વ પ્રકરણ
કરીને જલદીથી તેની નજીક આવ્યો. (૧૩૫) ચક્ષુના રોગીની જેમ સૂર્યના કિરણોને પણ ઓળંગી જાય એવી તેના અંગની પ્રજાના સમૂહને જોવા માટે અસમર્થ એવો તે પાછળ ખસી ગયો. (૧૩૬) હવે તે અશ્રુતના દેવે પોતાની કાંતિને શાંત કરીને તેને કહ્યું, “હે વિદ્યુમ્માલી ! જો, શું મને ઓળખે છે ?” (૧૩૭)
તેણે પણ આ પ્રમાણે કહ્યું, “ક્યા રાજ્ય વડે કરીને હું અંતર કરાયો છું કે જેથી તમારા જેવા ઈન્દ્ર આદિ દેવોને પણ હું જાણતો નથી. (૧૩૮) ફરી નાગિલ દેવે તેને કહ્યું, તું નિશ્ચાર્ક (અર્થાત્ સાદી ભાષા) બોલ. આગળના ભવમાં તું અને હું કેવા હતા, શું જાણે છે ? (૧૩૯) અત્યંત ખેદવાળા એવા હાસા-મહાસાના પતિએ કહ્યું, તમે સ્વામી છો, એ સિવાય બીજું કંઈ હું જાણતો નથી. (૧૪૦) નાગિલ દેવે એને આગળના જન્મનું રૂપ દેખાડ્યું. તે જોઈને તરત જ આ મારો મિત્ર છે – એ પ્રમાણે તેણે જાણ્યું. (૧૪૧) હવે તે અશ્રુતના દેવ વડે કહેવાયું છે, ત્યારે તારા વડે મારું વચન ન કરાયું. હે મિત્ર ! તે કારણે તું દેવોનો ચાકર થયો છે. (૧૪૨) તે કારણે હાથીને વશીકરણ કરવા માટે કરાતી ખાઈમાં બંધાયેલા હાથીની જેમ અત્યારે તું કષ્ટને સહન કરે છે અને અહંતુ દીક્ષા ગ્રહણ કરીને હું આ પ્રકારનો દેવ થયો. (૧૪૩) ત્યારબાદ પશ્ચાત્તાપને કરતો સુવર્ણકાર દેવ બોલ્યો, “જે થયું તે થઈ ગયું છે મિત્ર ! હવે હું શું કરું, એ આદેશ કર.” (૧૪૪)
હવે નાગિલદેવ બોલ્યો, “દેવોને વિરતિ તો ન થાય. પરંતુ અહત સંબંધી ધર્મનું સર્વસ્વ એવા સમ્યકત્વને તું સ્વીકાર.” (૧૪૫) હે મિત્ર ! આના વડે (સમ્યકત્વ વડે) સિદ્ધિગામીઓને લાઈન દોરી (માર્ગ) પ્રાપ્ત કરાય છે. જળ વિના ઔષધિની જેમ આના વિના દીક્ષા પણ નિષ્ફળ છે. (૧૪) વળી હે મિત્ર ! જીવંતસ્વામી વીર પરમાત્માની પ્રતિમાને કર. જેથી આ કરવાથી તારી ધર્મબુદ્ધિ હંમેશા સ્થિર થાય (૧૪૭) અને (જેથી) જન્માંતરમાં પણ તને બોધિરત્ન સુલભ થાય અને દુર્ગતિ આદિ દુઃખો ક્યારેય ન થાય. (૧૪૮) જે નાની પણ અહંતુ પ્રતિમાની પ્રતિષ્ઠાને કરે છે, તે શીધ્ર જ નિર્વાણ નગરમાં પોતાની જ પ્રતિષ્ઠા કરાવે છે. (૧૪૯) જે ભવ્યો વડે કરાવાયેલી એવી અહ પ્રતિમા નિત્ય પૂજાય છે, તેનું પુણ્ય વ્યાજ વડે જેમ ધન વધે તેમ જલદીથી વધે છે. (૧૫) સુવર્ણકાર દેવે પણ અહંતુ ધર્મથી ઉત્પન્ન થયેલી નાગિલ દેવની ઋદ્ધિને જોઈને ત્યારે તેનું વચન સ્વીકાર્યું. (૧૫૧) આ પ્રમાણે જિનેન્દ્ર સંબંધી ધર્મમાં તેને સ્થાપન કરીને, પહેલા કલ્પના ઈન્દ્ર પાસેથી તેને છોડાવીને કરી છે યાત્રા જેણે એવો નાગિલ દેવ અય્યત દેવલોકમાં ગયો. (૧૫)
કુમારનંદી દેવ પણ અરિહંતને વિષે ઉત્કૃષ્ટ ભક્તિવાળો, મહામતિ એવો તે મહાહિમવંત પર્વત ઉપર ગયો. (૧૫૩) ત્યાં જગતને આનંદદાયી ગોશીષ ચંદનને છેદીને શ્રી વીર જિનરાજની અપ્રતિમ પ્રતિમાને કરી. (૧૫૪) ત્યારબાદ તરત તે પ્રતિમાને ભક્તિપૂર્વક વિભૂષિત કરીને, પૂજીને પ્રતિષ્ઠા કરીને નમીને અત્યંત નમેલા મસ્તકવાળા એવા તેણે નવા નવા સ્તવન વડે સ્તુતિ કરી. (૧૫૫) ગોશીર્ષ ચંદન વડે જ સ્વયં સંપુટને (પેટી) બનાવીને તે અહેતુ પ્રતિમાને મહાનિધિની જેમ તેમાં (સંપુટમાં) મૂકી. (૧૫૯) હવે તેને ગ્રહણ કરીને આકાશ માર્ગ વડે આવતા એવા વિદ્યુમ્ભાલીએ સમુદ્રની અંદર જાણે ગરબો શીખતું હોય એમ આવર્તની અંદર ભમતું અથવા ઘોડાની જેમ ગોળ ગોળ ભમતું એવું એક મોટું વહાણ જોયું. (૧૫૭-૧૫૮) તેની અંદર ચિંતાતુર ઈષ્ટદેવતાનું સ્મરણ કરતા, મૃત્યુ વડે જાણે હણવા માટે ઈચ્છાયેલા એવા લોકોને જોયા. (૧૫૯) ઉત્પાતથી ભમતા એવા એઓને છ મહિના થયા છે, એ પ્રમાણે અવધિથી જાણીને તેણે (વે)