________________
ઉદાયન કથા
શોક નથી કરતો, તેથી આ વચન સત્ય છે. “બધા દૂર બળતાને જુએ છે, પણ પોતાના પગની નીચે જોતા નથી.” (૧૧૨) બાલ્યકાળથી ગુરુના ઉપદેશ વડે જિનધર્મને જાણતો એવો પણ જે કારણથી મેં દીક્ષા ગ્રહણ ન કરી, તેથી મારો પોતાનો આત્મા જ શોક કરવા યોગ્ય છે. (૧૧૩)
એ પ્રમાણે ઘણી ચિંતાને કરીને નાશ પામી ગયેલા મોહવાળા, શુદ્ધાત્મા એવા તેણે સિદ્ધિસુખ સાથે યોગ કરાવનારા શ્રેષ્ઠ ઉપાયભૂત એવા વ્રતને ગ્રહણ કર્યું. (૧૧૪) અતિનિર્મલ વ્રતને પાળતા એવા નાગિલ ઋષિએ બીજાનું તો શું કહેવું, પણ કેવલીઓના પણ મસ્તકને કંપાવ્યું. (૧૧૫) તપરૂપી તીક્ષ્ણ ટાંકણાઓ વડે કર્મરૂપી શિલાઓને પાતળી કરતા એવા તેઓ પોતાના ગુરુની સાથે લાંબા કાળ સુધી વિચર્યા. (૧૧૬) આરાધના કરીને અંતે સમાધિપૂર્વક કાળ કરીને હવે તે બારમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. (૧૧૭)
હવે એક વખત શ્રી નંદિશ્વર નામના આઠમા દ્વીપ તરફ અર્હત્ ચૈત્યોને વિષે યાત્રાને માટે બધા દેવોએ પ્રસ્થાન કર્યું. (૧૧૮) હવે યાત્રા માટે નીકળેલા સુરોને જાણીને હાસા-પ્રહાસા વડે તે વિદ્યુન્ગાલી નામનો સુવર્ણકા૨ દેવ કહેવાયો. (૧૧૯) ‘હે નાથ ! દેવો નંદીશ્વર જવા માટે જતે છતે અમારો અધિકાર આગળ ગાવાનો છે અને તારો નગારું વગાડવાનો છે. (૧૨૦) આ સાંભળીને નવા જ ઉત્પન્ન થયેલા, અહંકારી, ક્રોધ વડે દુર્ધર, મહાસુભટની જેમ હાથ વડે ભૂમિને ગાઢ રીતે હણીને વાદળા વગરના પણ આકાશમાં લાલ એવા નયનમાંથી નીકળતા કિરણો વડે જાણે વીજળીના તાંડવને કરતા, ઉદ્ધત એવા તેણે બોલવાનું શરૂ કર્યું. (૧૨૧-૧૨૨) “હે કાંતાઓ ! આ સૂરો વડે મારી ગેરહાજરીમાં સ્વયં કલ્પી લીધેલા સ્વામિપણાના અભિમાન વડે ઉદ્ધતાઈથી નચાયું છે. વળી શું સૂર્ય નહીં ઊગતે છતે પ્રદીપો પ્રકાશતા નથી ? (૧૨૩) મુક્તાવલીરૂપી નટી માટે રંગમંચ સમાન આ મારા કંઠપ્રદેશમાં (અર્થાત્ જ્યાં મોતીના આભૂષણોએ ૨હેવાનું હોય એવા મારા આ કંઠમાં) જેઓ પટહને (નગારાને) વળગાડવાની ઈચ્છા કરે છે, તેઓ નક્કી મરવાની જ ઈચ્છા ક૨ના૨ા છે. (૧૨૪) પરંતુ હે પત્નીઓ ! સાંભળો ત્રણે જગતને જીતી લેવાના બળવાળા એવા મારો પ્રતિમલ્લ (પ્રતિસ્પર્ધી) ત્રણ ભુવનમાં પણ કોઈ નથી. (૧૨૫) અથવા તો વજ્ર જેમ પર્વતોના સમૂહને તેમ હાથીઓના કુંભોને ભેદી નાખનારા એવા સિંહની સાથે મૃગલાઓની વળી સ્પર્ધા કેવી ? (૧૨૬) હવે તે બંને વડે સમજાવીને નગારું સ્વયં ગ્રહણ કરીને ત્યાં દેવોના સમૂહમાં કેમે કરીને તે લઈ જવાયો. (૧૨૭) ત્યારબાદ ઈન્દ્રની વાણી વડે પહેલા કરાયેલા દુષ્ટ કર્મની જેમ નગારું નહીં ઈચ્છતા એવા પણ તેના ગળામાં બળજબરીથી વળગી ગયું. (૧૨૮) મહાવિષ જેવું, કાળજ્વરની જેમ અત્યંત અસહ્ય એવા તે નગારાને ગળામાંથી ઉતારવા માટે અસમર્થ એવો તે લજ્જાથી ચાલવા લાગ્યો. (૧૨૯) ત્યાર પછી હાસા-પ્રહાસા વડે કહેવાયું, ‘હે પ્રિય ! અહીં આ જ સ્થિતિ છે માટે લજ્જા વડે સર્યું. તારા વડે આ પટહ અવશ્ય વગાડવા યોગ્ય છે.' (૧૩૦) હવે બીજા નગારાને જ વહન કરતો હોય એમ મોટા ખેદને હૃદયમાં વહન કરતો, નગારાને વગાડતો એવો તે દેવોની આગળ ગયો. (૧૩૧) વિચારવા લાગ્યો અહો ! કલ્પવાસી દેવોની કેવી ઋદ્ધિ છે ! નિપુણ્ય (પુણ્ય વગરના) એવા મારા જેવાઓના આ દાસપણાને ધિક્કાર છે ! (૧૩૨) મારા જીવે જો પહેલા સુકૃતો કર્યા હોત તો આ રીતે પરાધીન એવો દેવોનો દાસ ન થાત. (૧૩૩)
તે યાત્રામાં નાગિલદેવ પણ આવ્યો હતો. તેણે ત્યારે સ્નેહથી મિત્રને જોવા માટે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો (૧૩૪) અને આગળ દીનમુખવાળા નગારાને વગાડતા તેને જોયો. હવે તેની સાથે બોલવા માટે કૃપા વડે