________________
જીવના સંસ્થાન - ઈન્દ્રિય આદિ
૩૦૧
તેમાં પહેલા પ્રાણ દ્વારને વર્ણવીને હિંસાના સ્વરૂપને કહે છે.
पंचिंदिय-तिविहबलं, नीसासूसासआउयं चेव ।
दसपाणा पन्नत्ता, तेसिं विघाओ भवे हिंसा ।।९।। (२१५) ગાથાર્થ : પાંચ ઈન્દ્રિય, ત્રણ બલ, શ્વાસોશ્વાસ, આયુ-જીવિત, આ દશ પ્રાણો કહેવાયેલા છે. તેઓનો નાશ તે હિંસા કહેવાય છે.
ભાવાર્થ: પાંચ ઈન્દ્રિયો તે સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, ત્રણ પ્રકારના બલ એટલે મન, વચન, કાયાથી ઉત્પન્ન થયેલ શક્તિ વિશેષ, નિઃશ્વાસોચ્છવાસ એટલે અધો અને ઉર્ધ્વ વાયુનો પ્રચાર જેને શ્વાસોશ્વાસ કહેવાય છે, આયુષ્ય એટલે જીવિત - આ દશ પ્રાણો તીર્થંકરાદિ વડે કહેવાયા છે. આ પ્રાણોનો વિઘાત, વિયોગ તે હિંસા કહેવાય. પરંતુ જીવનો નાશ નથી. કારણ કે જીવ તો નાશ નહિ પામનાર, ઉત્પન્ન નહિ થનાર, સ્થિર એક સ્વભાવવાળો છે. ITI (૨૧૫) હવે પર્યાપ્તિને કહે છે.
आहारसरीरिंदिय, पज्जत्ती आणपाणभासमणे ।
વસ્તાર સ્થિય, વિય-વિ૦િ-સી T૨૦|| (૨૨૬) ગાથાર્થ આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોશ્વાસ ભાષા અને મન છ પર્યાપ્તિ છે. ચાર-પાંચ અને છ પર્યાપ્તિ અનુક્રમે એકેન્દ્રિય - વિગલેન્દ્રિય અને સંશીને હોય છે.
ભાવાર્થ : જેના વડે આત્મા આહાર ગ્રહણ કરીને ખલ-રસપણા વડે પરિણમાવે છે તે શક્તિ આહાર પર્યાપ્તિ કહેવાય છે //// જેના વડે રસભૂત થયેલ આહારને સાત ધાતુપણા વડે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ. રી જેના વડે ધાતુરૂપ થયેલને ઈન્દ્રિયપણા વડે પરિણમાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. Imall જેના વડે ઉચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણા દ્રવ્યને ગ્રહણ કરીને ઉચ્છવાસપણા વડે પરિણાવીને મૂકે છે તે ઊચ્છવાસ પર્યાપ્તિ. Il૪ll જેના વડે ભાષા પ્રાયોગ્ય વર્ગણાને ગ્રહણ કરીને ભાષાપણે પરિણાવીને મૂકે છે તે ભાષા પર્યાપ્તિ. પીજેના વડે મન પ્રાયોગ્ય વર્ગણા દ્રવ્યને ગ્રહણ કરીને મનપણા વડે અવલંબીને મૂકે છે તે મન પર્યાપ્તિ કા અને અહીં વૈક્રિય અને આહારાક શરીરવાળાની શરીર પર્યાપ્તિ અંતમુહૂર્તની અને બાકીની એક સમયની હોય છે. વળી ઔદારિક શરીરવાળાની આહાર પર્યાપ્તિ જ એક સમયની અને બાકીની પ્રત્યેક અંતમુહૂર્તની હોય છે. તે પર્યાપ્તિ કોને કેટલી હોય છે. તે કહે છે. ચાર-પાંચ અને છ ક્રમ વડે એકેન્દ્રિયવિક્લેન્દ્રિય અને સંજ્ઞીને હોય છે. વિકલેન્દ્રિય = બેઈન્દ્રિય - તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય. તથા અસંજ્ઞિને પાંચ પર્યાપ્તિ હોય અને આ પર્યાપ્તિઓ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને જ સંપૂર્ણ થાય. અપર્યાપ્ત અવસ્થામાં જેઓ મરે છે તેઓ ઉચ્છવાસાદિ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત હોય. પરંતુ શરીર-ઈન્દ્રિય પર્યાપ્તિ વડે અપર્યાપ્તા નહિ. કારણ કે પરભવનું આયુષ્ય બાંધીને જીવ મરે છે અને આયુષ્યનો બંધ શરીર અને ઈન્દ્રિય પર્યાપ્તિના અભાવમાં ન થાય. ll૧૦ળી (૨૧૭)