SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 300 સમ્યક્ત્વ પ્રકરણ હવે જીવમાં રહેલી ઇન્દ્રિયોના વિષયને કહે છે. संगुजोयणलक्खो, समहिओ नव बारसुक्कसो विसओ । चक्खुत्तियसोयाणं, अंगुल अस्संखभागियरो ।।७।। (२१३) ગાથાર્થ : ઉત્કૃષ્ટથી આત્માંગુલથી સાધિક લાખ યોજન, નવ યોજન, બાર યોજનનો વિષય અનુક્રમે (૧) ચક્ષુરિન્દ્રિય (૨) સ્પર્શન-રસન-પ્રાણ રૂપ ત્રિક (૩) શ્રોત્રેન્દ્રિયનો છે અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ભાવાર્થ : ચક્ષુરિન્દ્રિયત્રિક અને શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય કહે છે. તેમાં ચક્ષુરિન્દ્રિયનો આત્માંગુલથી સાધિક લાખ યોજન. સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય-પ્રાણેન્દ્રિયનો નવ યોજન, શ્રોત્રેન્દ્રિયનો બાર યોજન છે. વ્યાખાનથી આત્માંગુલ પ્રમાણે યોજનો દરેક જગ્યાએ જાણવા. નવ યોજનથી આવેલ ગંધાદિને જાણે, બાર યોજનથી આવેલ શબ્દને સાંભળી શકે. આ પ્રમાણે અભિપ્રાય છે. સર્વેનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે પણ ચક્ષુરિન્દ્રિયને છોડીને જાણવો. કારણ કે, અતિ નજીક રહેલા પદાર્થો ચક્ષુરિન્દ્રિયના વિષયરૂપ બનતા નથી. અને ભાષ્યમાં પણ કહ્યું છે કે, ચક્ષુરિન્દ્રિયને છોડીને બાકીની ઈન્દ્રિયનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ચક્ષુનો વિષય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને મનના વિષયનું પ્રમાણ નથી. તથા અહીં આત્માંગુલ પ્રમાણથી લાખ યોજન પણ અભાસુર દ્રવ્યને અપેક્ષીને ચક્ષુનો વિષય કહેવાયો. ભાસુર દ્રવ્યને આશ્રયીને સાધિક એકવીસ લાખ યોજન છે. અને કહેલું છે કે, પુષ્કરાર્ધ દ્વીપમાં મનુષ્યો કર્ક સંક્રાતિના દિવસે. સાધિક એકવીસ લાખ યોજન વડે ઉદય પામતે છતે સૂર્યને દિવસે જોવે છે. હવે જીવમાં રહેલા પ્રાણાદિને કહેવાની ઈચ્છા વડે દ્વારગાથાને કહે છે. पाणा पज्जत्तीओ, तणुमाणं आउयं च कायठिई । જેસાસંનમનોળી, સિ નાળિયવ્લાડું ।।૮।। (૨૪) ગાથાર્થ : જીવોના પ્રાણ-પર્યાપ્તિ-શરીરનું માન અર્થાત્ અવગાહના, આયુષ્ય-કાયસ્થિતિ લેશ્યા-સંયમ યોનિ જાણવા યોગ્ય છે. ભાવાર્થ : પ્રાણો-ઈન્દ્રિયાદિ, પર્યાપ્તિઓ - આહારાદિને ગ્રહણાદિનું સામર્થ્ય, તનુમાન-શરીરના પ્રમાણને, આયુ-જીવિતા, કાયસ્થિતિ-પૃથ્વીકાયાદિમાં સ્થિતિ એટલે અવસ્થાન, લેશ્યા-આત્માના પરિણામ વિશેષ. સંયમની યોનિ = સત્ય મનોયોગાદિ – સંયમયોનિ તે, સંયમ તેનાથી ઉત્પન્ન થતું હોવાથી સંયમની જન્મદાત્રી સત્ય મનોચોગાદિ છે. આ સર્વે જીવોનું જાણવા યોગ્ય છે. II૮(૨૧૪) -
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy