________________
ગુરુના ગુણોનું અન્વેષણ
હવે રત્નત્રયના જ સ્વરૂપને કહે છે.
सुजि धम्मु सचराचरजीवहंदयसहिउ । सो गुरु जो घरघरणिसुरयसंगमरहिउ ।। इंदियविसयकसाइहिं देउज्जुमुक्कमलु ।
एहु लेहु रयणत्तउ चिन्तियदिनफलु ।।४०।। (१५४) ગાથાર્થ : સચરાચર એવા આ જગતમાં રહેલા જીવો પ્રત્યે જે ધર્મમાં દયા બતાવી હોય, તે જ વાસ્તવિક ધર્મ કહેવાય, જે ઘર-પત્ની-કામ-ક્રીડા અને સર્વ પદાર્થના સંગથી વિરહિત હોય તે જ ગુરુ કહેવાય, વળી જે ઈન્દ્રિય-વિષય-કષાય આદિથી રહિત તથા કર્મો રૂપી મળથી મુક્ત થયા હોય તે જ સાચા દેવ કહેવાય, આ ત્રણેય રત્નો ચિંતિત ફળને આપનારા છે. ૪oll૧૫૪ો
ભાવાર્થઃ સુગમ છે. Ivoiા(૧૫૪) હવે આ રત્નત્રયને કેવી રીતે જાણવા યોગ્ય છે તે કહે છે.
देवं गुरुं च धम्मं च, भवसायरतारयं ।
गुरुणा सुप्पसनेण, जणो जाणइ निच्छियं ।।४१।। (१५५) ગાથાર્થ : સુપ્રસન્ન એવા ગુરુ દ્વારા જ સઘળા ય લોકો ભવસાગરથી તારનારા દેવ-ગુરુ અને ધર્મના સ્વરૂપને નિશ્ચિતરૂપે જાણે છે. ૪૧૧પપા
ભાવાર્થ : પાઠ સિદ્ધ છે. I૪૧ાા(૧૫૫) હવે બીજા પ્રકાર વડે વળી ગુરુના જ સ્વરૂપને કહે છે.
धम्मन्नू धम्मकत्ता य, सया धम्मपरायणो ।
सत्ताणे धम्मसत्थत्थ, देसओ भन्नए गुरु ।।४२।। (१५६) ગાથાર્થ : ધર્મતત્ત્વનો જ્ઞાતા, ક્ષાંતિ આદિ ધર્માનુષ્ઠાનોને સેવનારો, સદા ય ધર્મમાં તત્પર અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રોના રહસ્યોની દેશના આપનારો સાધુ જ ગુરુ કહેવાય છે. l૪૨/૧પકા
ભાવાર્થ: આ પણ સ્પષ્ટ છે. માત્ર સદા-સર્વકાલ ધર્મમાં પરાયણ હોય. જોનારની અપેક્ષાએ ક્યારેક જ ધર્મ કરે તેવું ન હોય. ૪ર૧પકા આ પ્રમાણે ગુરુના ગુણોનું વર્ણન કરીને ગુરુના જ માહાભ્યને કહે છે.
तं सुगुरुसुद्धदेसण-मंतक्खरकनजावमाहप्पं ।
जं मिच्छविसपसुत्तावि, केइ पावंति सुहबोहं ।।४३।। (१५७) ગાથાર્થ : મિથ્યાત્વરૂપ વિષથી ઘોર નિદ્રામાં રહેલા છે, કેટલાક ભારેકર્મી આત્માઓ સુખપૂર્વક બોધ પામે છે, તેમાં સદ્ગુરુની શુદ્ધ દેશના રૂપી મન્તાક્ષરોના કર્ણજાપનો (કાનમાં પડવાનો) પ્રભાવ છે. I૪૩૧૫૭