________________
૨૭૦
સમ્યક્ત્વ પ્રકરણ
/૧રી ત્યાં જ નગરીમાં બટુકર નામનો વ્યંતર થયો અને અવધિજ્ઞાન વડે સાધુથી તે પોતાના પરાભવને જાણીને ll૧૩આકાશમાં રહેલો, વિકરાલ રૂપવાળો, ચણોઠીના સમૂહ જેવા લાલ નેત્રવાળો, કોપથી કંપાયમાન શરીરવાળો અને ખરાબ બુદ્ધિવાળો તે સાધુની પ્રતિ બોલ્યો. ll૧૪ અરે સફેદ વસ્ત્રવાળા પાપીઓ ! ત્યારે વાદમાં હું જીતાયેલો છું. જેથી તમને આક્રંદ કરતો આ હું તમારા વેરને વાળું છું. ૧પ તમે પાતાલમાં પ્રવેશો અથવા દેવલોકમાં ચઢી જાવ તો પણ તે અપમાનને સ્મરણ કરતો હું તમોને મૂકીશ નહિ. ૧૯ll આ પ્રમાણે કહીને તે અદૃશ્ય થયો. તેથી હમણાં તેનાથી ભયભીત થયેલા એવા ઉત્તમ શ્રમણો હે સ્વામી ! ત્યાં રહેવા માટે સમર્થ નથી. /૧૭થી તેથી મિથ્યાષ્ટિઓ અરિહંત શાસનની હીલના કરે છે અને સાધુઓને સામું કહે છે કે, તે ભિખારીઓ ! આ શું કહે છે ? ૧૮ માનતાની પૂર્તિ વિગેરે તેના પ્રભાવથી વિસ્મત થયેલા નગરજનો ત્યાં વ્યંતરના મંદિરમાં ઉત્સવને કરે છે. ll૧૯
ત્યારે આ વાતને સાંભળીને ગુરુ ગચ્છને મૂકીને ભાણેજથી યુક્ત અલ્પ યતિના પરિવારવાળા સાંજે ગુડશસ્ત્રનગરમાં ગયા. ||૨| સાધુઓને નગરની મધ્યમાં ઉપાશ્રયમાં જવા માટે આદેશ કર્યો અને ગુરુ એકલા સ્વયં બટુકરના ઘરમાં ગયા. ૨૧ગુરુએ તેના પોતાના જોડાને કાનના આભૂષણરૂપ કરીને, વસ્ત્રથી ઢાંકેલા સર્વ અંગવાળા પોતે તે યક્ષની આગળ સૂતા./l૨૨ા પૂજારી સવારે આવ્યો. યક્ષના કર્ણ ઉપર જોડાને અને આગળ સૂતેલા ગુરુને જોઈને કોપથી વિચાર્યું. lal અહો આ કોઈ અનાર્ય યક્ષ વડે શા માટે ઉપેક્ષા કરાયો ? અથવા તો દેવોને પણ બલવાન દાનવો હોય છે. ll૨૪ll હવે તેણે તે વૃત્તાંતને નગરજન સહિત રાજાને કહ્યો. રાજા પણ કૌતુકથી ત્યાં નગરજન સહિત આવ્યો. રપાઈ ત્યારે તેણે કહેલી સત્ય હકીક્ત જોઈને રાજાએ કહ્યું કે, નિર્દયોમાં શિરોમણી ખરેખર આ કોણ છે આને ઉઠાડો. રવો ત્યાર પછી તે મોટેથી અવાજ કરવા છતાં ઊઠ્યો નહિ અને કાંઈ જવાબ પણ ન આપ્યો. સૂતેલાને જગાડી શકાય છે. પરંતુ જાગતો જ સૂતેલો હોય તેને કેવી રીતે ઉઠાડાય ? ll હવે લોકો વડે જેમ જેમ ઉઠાડવા માટે પ્રયત્ન કરાતો હતો. તેમ તેમ તેનું નીચેનું અંગ દેખાતું હતું. બીજું નહિ. /ર૮ તેથી આ કોઈપણ ભય સ્થાન છે. આ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યું કે, સર્વે લોકો આને પ્રહાર કરો. l૨૯ી હવે લોકો વડે લાકડી આદિ વડે પ્રહાર કરાતા તેણે વિદ્યા વડે તે રાજાના અંત:પુરમાં ઘાતોને સંક્રમણ કર્યા. ૩૦હવે એક કંચુકી ત્યાંથી આવ્યો અને મોટેથી આ પ્રમાણે કહ્યું. હે રાજનું! કોઈપણ દેવ ઢેફાદિ વડે તમારા અંતઃપુરને હણે છે. ૩૧/ હણનારો કોઈપણ દેખાતો નથી. વળી સર્વે દેવીઓના શરીરમાં થયેલા પ્રહારો દેખાય છે. તેથી રડતી એવી તેણીઓ છે. ૩ર/
હવે રાજા વડે કહેવાયું. તે મનુષ્યો ! આ કોઈપણ વિદ્યાસિદ્ધ પુરુષ છે ? મારું અંતઃપુર મરાય છે. તેથી હમણાં આને હણો નહિ. Il૩૩ો આ પ્રમાણે કહીને તેને રાજાએ કહ્યું. અહો અજ્ઞાનીઓ વડે તમે કદર્થના કરાયેલા છો. તેથી અમારા અપરાધની અમને ક્ષમા આપો. સજ્જન પુરુષો ખરેખર નમેલા પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે. ll૩૪ll તે સાંભળીને ગુરુ યથાવસ્થિત વેષને ભજનારા ઊઠ્યા.
હવે તે આયખપુટાચાર્યને જોઈને લોકો વિસ્મિત થયા. //૩પ ભક્તિને ભજનારા સર્વેએ વંદન કર્યું અને રાજાએ ઘણી પ્રશંસા કરી. ત્યાર પછી રાજાદિથી પરિવરેલા ગુરુ મધ્યમાં ચાલ્યા. રૂકા હવે દૃષ્ટિ વડે સમ્યગુ ભાવિત કરાયેલો બટુકર ગુરુની પાછળ ગયો. તેની પાછળ બીજા પણ દેવરૂપોએ પ્રયાણ કર્યું. [૩૭થી.