SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સમ્યકત્વ પ્રકરણ માયાપિણ્ડ કહેવાયો. હમણાં લોભપિણ્ડનું દૃષ્ટાંત સ્પષ્ટ કરાય છે. ઘણા માહાભ્યને ધારણ કરનારા, શ્રતના પારગામી, ભાવનાથી ભાવિત આત્માવાળા એવા ધર્મસૂરિ નામના ગુરુ હતા. [૧] તેઓને નષ્ટ કર્યા છે સઘળા પાપને જેને એવા, સર્વે સાધ્વાચારમાં કુશલ, સુદઢ ક્રિયાવાળા એક શિષ્ય હતા. /રા મમતા રહિત, સ્પૃહા રહિત, ક્ષમાવાળા, સરલ, અહંકાર રહિત, પવિત્ર, સત્યવાણી બોલનારા, બ્રહ્મવ્રતને પાલવામાં તત્પર, તપ અને સંયમમાં લીન આત્માવાળા, બે પ્રકારના પરિગ્રહથી રહિત, હંમેશાં અધ્યયનમાં આસક્ત સુસાધુઓને વિષે પ્રાપ્ત કરેલી રેખાવાળા આવા તે મુનિ એક દિવસ એકાકી ગોચરી માટે ગયેલા કોઈપણ રીતે લોભ નામના પિશાચ વડે છેતરાયા. /allઝાપા ત્યાર પછી લોભને વશ એવા તે મુનિએ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે મારા વડે આજે સિંહકેસરિયા મોદક ગ્રહણ કરવા યોગ્ય છે. તેવા નહિ પ્રાપ્ત થયેલા ઇચ્છિત મોદકવાળા તે મહાઋષિ કાંઈપણ બીજું નહિ ગ્રહણ કરતા ઘરે ઘરે પ્રવેશીને પાછા નીકળતા હતા. llી હવે પ્રબલ થયેલા લોભ વડે સાંજની કાલવેલાને પામીને આ મુનિ વિહવળ કરાયા. Iટા ત્યાર પછી આ મુનિ ઘરના આંગણામાં ગયેલા સર્વત્ર ધર્મલાભના સ્થાને સિંહકેસરિયા-સિંહકેસરિયા આ પ્રમાણે બોલતા હતા. ત્યાં આ પ્રમાણે ભમતા એવા તે મુનિને રાત્રીનો એક પ્રહર પસાર થયો તો પણ વિકલતાથી વિહવળ થયેલા તેમને કાંઈ ખબર ન પડી. II૧છો ત્યારે તે પ્રમાણે રહેલા તે સાધુને જોઈને શાસનદેવીએ વિચાર્યું કે આ મુનિ મિથ્યાષ્ટિ દેવતા વડે ઠગાવ નહિ. ૧૧. ત્યાર પછી જિનશાસનની રખવાળી એવી તે દેવી મુનિના પ્રબોધ માટે માર્ગમાં ઘરને કરીને મનુષ્ય સંબંધી શરીરને ધારણ કરતી રહી. ૧૨ા આવતા તે મુનિને જોઈને ઊઠીને જલ્દીથી સિંહ કેસરિયા મોદકો વડે ભરેલા સ્થાલને ગ્રહણ કરીને આવી. /૧૩ll સુગંધી દ્રવ્યોથી મિશ્રિત પોતાને ઇચ્છિત એવા તે મોદકોને જોઈને તે મુનિ પણ થોડી સ્વસ્થતા પામ્યા. //૧૪ તેણીએ પણ થાળને પૃથ્વી પર મૂકીને મુનિને વંદન કરીને કહ્યું. હે ભગવન્! મને પોરસીનું પચ્ચખાણ કરાવો. /૧૫ી. કાલના પ્રમાણને જાણવાની ઇચ્છા વડે મુનિએ પણ ઊંચે જોઈને રાત્રિ છે એ પ્રમાણે જાણીને તેણીને કહ્યું, “હે ભદ્ર ! શું હમણાં રાત્રિ વર્તે છે ? II૧કા તેણીએ કહ્યું શું રાત્રિમાં ભિક્ષાને માટે મુનિનું ભ્રમણ થાય ? ત્યાર પછી ઉત્પન્ન થયેલી ચેતનાવાળા (બોધ પામેલા) મુનિપુંગવ લજ્જા પામ્યા. //૧૭થી તે મુનિએ કહ્યું, હે ભદ્ર ! મને તું સારું સ્મરણ કરાવનારી છે. જો તેં મને યાદ ન કરાવ્યું હોત તો છલનાદિ વડે હું વ્રતથી પણ ભ્રષ્ટ થાત. /૧૮ આથી આ અતિચારને હું ગુરુની પાસે આલોચીશ અને શુદ્ધિ કરનારા ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરીશ. I/૧૯Iી ત્યાર પછી તે શાસનદેવીએ પોતાના દિવ્યરૂપને પ્રકાશીને ઘણી ભક્તિ વડે માર્ગમાં આવેલા તે મુનિને વંદન કર્યું ૨૦ના અને નમીને આ પ્રમાણે કહ્યું, તમોને બોધ પમાડવા માટે મારા વડે આ કરાયું. આમ કહીને ક્ષણમાત્રમાં તે દેવી અદૃશ્ય થઈ. //ર૧// હવે પોતાની શુદ્ધિ માટે મુનિ પણ ગુરુની પાસે ગયા. આ પ્રમાણે ઈષ્ટ મેળવવા માટેનો પણ આ લોપિડ અનર્થન આપનાર છે. ll૨૨ll કેટલાક મુનિઓને બોધ પમાડવા માટે શાસન દેવતા આ પ્રમાણે પાસે આવે છે. તેથી સાધુઓ વડે તે લોભપિંડનું ગ્રહણ તો દૂર રહો પણ તે લોપિડ મન વડે પણ ચિંતવવા યોગ્ય નથી.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy