SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ માયાપિંડ કથા બુદ્ધિશાળી એવા આષાઢાભૂતિએ સાત દિવસ વડે વીર શાંત અને અદ્ભુત રસો વડે ભરતેશ્વર નાટકને કર્યું. II૭રી હવે તેમણે સસરા દ્વારા સિહરથ રાજાને કહેવડાવ્યું. રાજાએ પણ કહ્યું. મારી આગળ જલ્દીથી તે નાટકને કરો. ll૭૩ી તેથી નટે (આષાઢાભૂતિએ) કહ્યું, “હે રાજન્ ! આ નાટકની સામગ્રી દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવી છે. રાજાએ કહ્યું, “તમે બોલો હું તે સામગ્રી કરીશ. I૭૪ll નટે ફરી પણ કહ્યું, જો આ પ્રમાણે છે તો તે રાજનું! ગુણોના ભંડાર એવા પાંચસોની સાથે નૃત્ય કરાય છે. ll૭પી તેથી હે રાજન્ ! પાંચસો રાજપુત્ર અર્પણ કરો અને તેઓને માટે સારભૂત એવા અલંકારો અને વસ્ત્રોને પણ આપો. કા ત્યાર પછી નાટકને જોવા માટે કુતુહલવાળા એવા રાજાએ તેના વડે મંગાયેલ રાજપુત્રાદિ અને અન્ય પણ સર્વે વસ્તુઓ આપી. II૭૭ી ત્યાર બાદ તે રાજપુત્રો વડે યુક્ત, ભરતેશ્વરના વેષને ભજવનારા તે આષાઢાભૂતિએ રાજાની આગળ તે નાટકને કર્યું. ૧૭૮ જેમ માગધ-વરદામ અને પ્રભાસ તીર્થને ભરતેશ્વરે સાધ્યું અને સેનાનીએ સિંધુ નદીના તટને સાધ્યું. II૭૯ો અને વૈતાઢયની તમિસા ગુફા વડે નીકળીને મેઘકુમારોને જીતીને મધ્યખંડને વશ કર્યું. ll૮૦ણી અને ઋષભકુટ ગિરિમાં જેમ પોતાનું નામ લખ્યું અને ગિરિની ખંડપ્રપાત ગુફા વડે પાછા ફર્યા. ll૮૧al જેમ સેનાની વડે ગંગાનદીના તટને સાધ્યું. નવ નિધિને પ્રાપ્ત કરી અને જેમ બાર વર્ષ અભિષેક થયો. ll૮૨ા જે પ્રમાણે અહીં પખંડ ભરત ક્ષેત્રના અધિપતિ ભરત ચક્રવર્તીએ વિપુલ ભોગોને ભોગવ્યા અને સામ્રાજ્ય સુખને અનુભવ્યું. l૮૩ ઇત્યાદિ પ્રકારે અતિરસવાળા અભુત અભિનયને કરતા તેના વડે પરિવાર સહિત રાજા અત્યંત ખુશ કરાયો. ૮૪ો ત્યારે રાજાએ અને અન્ય લોકોએ તેને તે પ્રકારે દાન આપ્યું કે, જેથી મળેલા તે ધન વડે એક નવો પર્વત થયો. ll૮પણી ત્યારે નાટકના રસના આવેશ વડે દાન આપવાથી સર્વે પણ રાજાઓ આદિ જાણે માત્ર વસ્ત્રરૂપી ધનવાળા જ થયા. અર્થાત્ પહેરેલા વસ્ત્ર સિવાય બધું જ દાનમાં આપી દીધું. Iટડીત્યાર પછી ક્રમથી આષાઢાભૂતિ આદર્શ ઘરમાં જઈને મુદ્રિકારત્નના પડવા આદિના અભિનયના ક્રમથી તે પાંચસો પાત્રોની સાથે સાધુવેષને ગ્રહણ કરીને અને એકાએક મસ્તકને વિષે પંચમુષ્ટિક લોચ કરીને હવે રાજાને ધર્મલાભના આશિષને આપીને નીકળ્યા અને ત્યાર બાદ તે બંને નટપુત્રીઓએ તે સર્વે ધનને ગ્રહણ કર્યું. l૮૭-૮૮૮૯ો ત્યાર પછી હા ! આ શું ? એ પ્રમાણે બોલતા સર્વે રાજાદિક લોકોએ તેને અતિ આદરથી બાહુથી પકડીને પાછા ફરવા માટે કહ્યું. llcolી તેઓને આષાઢાભૂતિએ પણ આ પ્રમાણે કહ્યું જો ગ્રહણ કરેલી દીક્ષાવાળા ભરત મહારાજા નિવૃત્ત થયા હોય તો મને પણ પાછા ફેરવો. ll૯૧ી ત્યાર પછી સર્વથા પારમાર્થિક તેના ભાવને જાણીને પાછા ફરવાના આગ્રહને મૂકીને તેઓ વડે મૂકાયેલા તે ચાલ્યા. ૯૨/ કુલના અભિમાન અને લજ્જાદિ વડે તે રાજાપુત્રોએ પણ ભાવ ન હોવા છતાં પણ વ્રતને છોડ્યું નહિ. પાછળથી તેઓને ભાવ થયો. ૯all અષાઢાભૂતિ ગુરુની પાસે આવીને ત્યાર પછી આ દુષ્કતની આલોચના કરીને ઉગ્રતપ કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ક્ષય થયેલા સર્વે કર્મવાળા પરમાર્થરૂપ શિવપદને પામ્યા. ૧૯૪ો અત્યંત જ્ઞાન-વિજ્ઞાનને ધારણ કરનારા આષાઢાભૂતિને પણ જે આ માયાપિડુ દોષને માટે થયો. તે કારણથી તે આ માયાપિડ મોક્ષ સુખને ઇચ્છનારાઓએ દૂરથી ત્યાગ કરવા યોગ્ય છે. પા.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy