________________
શ્રેણિક પુત્ર નંદિષેણ કથા
૨૨૫
જે યથાવૃંદાદિ છે તેઓ અશુદ્ધ દાન આપવું વગેરે ઉન્માર્ગને ઉપદેશ છે. વિવેકી થયેલા એવા આ મને આધાકર્માદિ દોષથી દૂષિત આહાર નહિ આપે, એવું ન થાઓ, આના દ્વારા તેમનું અતિ સંક્લેશપણું જણાવે છે. જે કહ્યું છે કે –
અર્થ: શરણે આવેલ જીવનું જે મસ્તક છેદે છે એમ આચાર્ય પણ ઉત્સુત્રની પ્રરૂપણા કરે છે તે સદ્ગતિને છેદે છે.
યતું અને તત્ નો નિત્ય સંબંધ હોવાથી તેઓ શું કરે છે એ જણાવે છે – પૂછનારને ઉન્માર્ગમાં સ્થાપન કરવા દ્વારા સદ્ગતિને હણે છે. શુદ્ધ આહાર, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રયને ગ્રહણ કરનાર ધાર્મિક એવા તે સાધુજનની નિંદા કરે કે “આ માયાવી” છે. સપ્તમીનો તૃતીયાનો અર્થ કરવાનો હોવાથી આહારની પ્રશંસા કરવા વડે એટલે આહાર માટે તમે જ કલ્પવૃક્ષ છો, એવી શ્રાવકની પ્રશંસા વડે અથવા આહાર દાન એ જ ઉત્તમ દાન છે, એમ કહેવા વડે માણસને મોટી દુર્ગતિમાં લઈ જાય છે, એમ બે ગાથાનો અર્થ છે. રપ૨ll૯૩-૯૪ll
હવે જે શરીરના સામર્થ્યથી રહિત ક્રિયામાં શિથિલ કાંઈક શુદ્ધ ચિત્ત વડે પરલોકને અભિમુખ થયો છે, તેના ઉપદેશને જણાવે છે –
हुन्ज हु वसणपत्तो, सरीरदोबल्लयाइ असमत्थो ।
चरणकरणे अशुद्धे, शुद्धं मग्गं परूविज्जा ।।२७।।१५।। ગાથાર્થ : આપત્તિને પામેલો, શરીરની દુર્બલતાથી અસમર્થ, ચરણસિત્તરિ, કરણસિત્તરિ અશુદ્ધ હોય તો પણ માર્ગ શુદ્ધ બતાવવો જોઈએ.
ટીકાર્થ હુ એ વાક્ય અલંકારમાં છે. આપત્તિમાં આવેલો અથવા ઈન્દ્રિયમાં આસક્ત થયેલો – અહીં “વા” શબ્દ અધ્યાહાર હોવાથી ઘડપણ અને રોગ આદિથી થયેલ શરીરની દુર્બળતાથી ક્રિયાને કરવા માટે અસમર્થ હોય તથા ચરણસિત્તરિ ત્રતાદિ અને કરણસિત્તરિ પિંડવિશુદ્ધિ આદિ તે અશુદ્ધ હોય એટલે કે અતિચારરૂપ મળવાળા હોય તો પણ તેણે શુદ્ધ માર્ગ બતાવવો જોઈએ. શ્રેણિક રાજાના પુત્ર નંદિષણની જેમ -
- શ્રેણિકપુત્ર નંદિષણની કથા આ પ્રમાણે : આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રના આભૂષણ સ્વરૂપ મગધ નામે દેશ હતો, તેમાં રાજગૃહ નામનું નગર હતું. ૧. ત્યાં શ્રેણિક રાજા અને તેની પ્રથમ પ્રિયા સુનંદા નામની હતી. નય પરાક્રમવાળો અત્યંત મેધાવી એવો અભય નામનો પ્રથમ પુત્ર હતો. રા એક વખત ત્યાં કાંતિથી ધનાઢ્ય ત્રણ લોકના ઐશ્વર્યને કહેનારા એવા ત્રણ છત્રથી યુક્ત શ્રી વીર ભગવાન પધાર્યા. llall ગુણશીલ નામના ચૈત્યમાં ભગવાન સમવસર્યા અને ત્યાં બાર પર્ષદા અનુક્રમે બેઠી. //૪|| શ્રી વીર ભગવાન સમસર્યા છે તે સાંભળીને પુત્ર સહિત સર્વ સામગ્રીથી યુક્ત શ્રેણિક રાજા ભગવાનને નમન કરવા માટે સન્મુખ આવ્યા. //પા ખુશ થતો સ્વામીને પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને વ્યાખ્યાન રૂપી અમૃતને પીવા માટે પ્રભુની આગળ રાજા બેઠો. llફી મેઘની ગર્જનાથી ગંભીર વાણીથી તેમજ સર્વ ભાષાને અનુસરનારી વાણી વડે ભગવાને પણ નિર્મળ દેશના આપી. આશા અહો ! ભવ્ય પ્રાણીઓને અપાર અતિ દારૂણ એવી સંસારરૂપી અટવીને (પાર પમાડનાર) દુઃખેથી ઉતારનાર જિન