________________
૨૨૪
સમ્યક્ત્વ પ્રકરણ
સૂત્રમાં અને અર્થમાં કુશલ, ઉત્સર્ગ અને અપવાદમાં કુશલ, વ્યવહાર અને ભાવમાં કુશલ જે હોય તે પ્રવચનમાં કુશલ કહેવાય. એમ કુલ છ સ્થાન છે.
ટીકાર્થ : હંમેશાં શ્રવણથી મેળવેલા અર્થવાળા તે લબ્ધાર્થ, સારી રીતે ધારણ કરવાથી ગ્રહણ કરેલા અર્થવાળા તે ગૃહીતાર્થ, ક્યારેક સંશય હોતે છતે પૂછેલા અર્થવાળા તે પૃષ્ટાર્થ, તત્ત્વનો અર્થ મળવાથી વિનિશ્ચિત અર્થવાળા તે વિનિશ્ચિતાર્થ, જેણે જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા-મોક્ષ એ નવ તત્ત્વને જાણેલા છે તે પ્રવચનથી ચલાયમાન કરી શકાય નહિ. ૨૨૯૦
તથા હાડકા અને અસ્થિમજ્જા એટલે હાડકાનો ગર્ભ, અનુરાગ વડે એટલે પ્રકરણથી જિનેશ્વરના મતના પ્રેમ વડે, રક્ત એટલે વાસનાના સાધર્મ્સથી, અસ્થિ તથા અસ્થિમજ્જાની જેમ અનુરાગ વડે રક્ત છે તેવા, કેવી રીતે એ જણાવે છે - આ સાક્ષાત્ સેવાતો જિનેશ્વરે પ્રરૂપેલ એવો ધર્મ તત્ત્વભૂત અને ૫૨માર્થરૂપ એ પરમ ગતિનું કારણ હોવાથી વસ્તુરૂપે ઉપાદેય છે. જ્યારે બાકીના શિવ અને શાક્ય વગેરેએ જણાવેલ ધર્મ એ વાસ્તવિક અનર્થ છે. ૨૩૯૧॥
પોતાને ભણવા યોગ્ય સૂત્રનો સુવ્યક્ત ઉચ્ચારણ કરે તે સૂત્રમાં કુશલ કહેવાય અને હંમેશાં સિદ્ધાંતનો અર્થ સાંભળવાથી અર્થમાં કુશલ થાય. ઉત્સર્ગ અને અપવાદના કાર્યમાં કુશલ હોય. ધર્મ, અર્થ, કામ અને લોકના ભેદથી વ્યવહાર ચાર પ્રકારે છે. તેમાં જે કુશલ હોય તે ભાવકુશલ, જે બાહ્ય અને અત્યંતર ચેષ્ટા વડે અભિપ્રાયને જાણવા પૂર્વક નવા ધર્મ પામેલાઓને સ્થિરીકરણ કરનાર છે. વૃત્તિ શબ્દના અધ્યાહારથી આ પ્રમાણે છ સ્થાનમાંથી જ્વપ નો લોપ થયે છતે પાંચમી વિભક્તિ છે. એ પ્રમાણે છ સ્થાનને આશ્રયીને એટલે આ છ સ્થાનને આશ્રયીને કુશલ હોય છે. તે પ્રવચન કુશલ કહેવાય છે. એમ ત્રણ ગાથાનો અર્થ છે.
||૨૪૦૯૨૦
હવે જેઓ સિદ્ધાંતને છુપાવીને ઉન્માર્ગનો ઉપદેશ આપે છે અને સાધુની નિંદાને કરે છે, તેઓનું વિશ્વાસઘાતિપણું જણાવે છે.
पुच्छंताणं धम्मं, तंपि य न परिक्खिउं समत्थाणं । આહારમિત્તલુના, ને તેમાં વસંતિ ।।રTIRIT
सुगईं हणंति तेसिं, धम्मियजणनिंदणं करेमाणा । આહારપસંસાસુ હૈં, નિતિ નળું દુઃખરૂં વયં રદ્દ।।૪।।
ગાથાર્થ : પરીક્ષા કરવા માટે અસમર્થ એવા ધર્મને પૂછે તેમને આહાર માત્રમાં આસક્ત એવા જેઓ ઉન્માર્ગનો ઉપદેશ આપે છે. II૨૫૯૪॥
તેઓ પૂછનારની સદ્ગતિને હણે છે. સારા સાધુઓની નિંદા કરતા અને આહાર માટે શ્રાવકોની પ્રશંસા કરતા તેઓ માણસને મોટી દુર્ગતિમાં લઈ જાય છે.
ટીકાર્થ : પ્રશ્નને પૂછતા એવા ભવ્ય જીવોને. ગૃહસ્થ અને સાધુના ભેદથી ભિન્ન એવો ધર્મ કહેવાય છે. પણ મુગ્ધ બુદ્ધિવાળા હોવાથી પરીક્ષા કરવા માટે અસમર્થ તેથી તેઓ દયાને પાત્ર છે. આહાર એટલે અશન વગેરે ઉપલક્ષણથી વસ્ત્ર, પાત્ર અને પૂજા. તેમાં જ ફક્ત આસક્ત બનેલા, સિદ્ધિના સુખથી પરામુખ થયેલ