________________
આર્યરક્ષિતસૂરિ કથા
૨૦૭
વૈશાલીનગરીનો ભંગ કરાતે છતે ચેટક રાજાના આશ્રિત લોકને સત્યની જેમ નિર્ભયસ્થાને લઈ ગયો તેમ વિદ્યાનું સ્મરણ કરીને વજસ્વામીજી ત્યારે સમસ્ત સંઘને આકાશ માર્ગે લઈને ગયા. I૪૨૨ા ત્યારે સ્વામીનો દત્ત નામનો શય્યાતર, ગાયોને ચરાવવા ગયો હતો અને પાછા વળતા તેણે સંઘથી યુક્ત વજસ્વામીને આકાશ માર્ગે જતાં જોયા ત્યારે શય્યાતરે વાળને ઉખેડીને તેમને કહ્યું કે હે સ્વામી ! હું તમારો દત્ત નામનો શય્યાતર છું અને હવે સાધર્મિક પણ છું. તેથી અત્યારે મારો પણ વિસ્તાર કરો. ૪૨૩-૪૨૪ો શય્યાતરના આજીજી ભરેલા દીન વચનોને સાંભળીને અને લોચ કરેલા મસ્તકવાળા તેને જોઈને આગમ વચનને વિચાર્યું. ll૪૨પ જેઓ સાધર્મિક વાત્સલ્યમાં સ્વાધ્યાયમાં સંયમમાં અને તીર્થ પ્રભાવનામાં ઉદ્યમવાળા હોય તેઓનો ઉદ્ધાર કરવો જોઈએ. ૪૨કા આ પ્રમાણે આગમના વચનને વિચારીને તેને પણ પટ પર આરોપણ કર્યો. કૃત્ય અકૃત્ય (કાર્ય-અકાર્યોને જાણનાર સ્વામીના વિવેકપણાને શું કહેવાય ? I૪૨ી સ્વામીના પ્રભાવના માહાભ્યથી વિદ્યામય પટ ઉપર બેઠેલા પણ તેઓ પૃથ્વીતલને જોતા જતા હતા. ૪૨૮ સ્વામીના વિદ્યાના અતિશયને જોઈને વિસ્મિત મનવાળા જ્યોતિષ્ક વ્યંતરો, વિદ્યાધરો અને ખેચરો વડે સ્થાને સ્થાને (દરેક સ્થાને) પણ, માર્ગમાં રહેલા રાજા જેમ ક્ષત્રિયના સમૂહ વડે વંદાય તેમ સ્વામીને વંદન કરતા, વખાણ કરતા, પૂજા કરતા હતા. ll૪૨૯-૪૩૦Iી શું આ કંઈક વાદળનો સમૂહ છે ? શું આ વિસ્તારેલી પાંખ છે ? અથવા શું આ પર્વત છે ? અથવા તો શું કોઈક દેવ વડે કોઈક નગર ઉપાડાયું છે ? આવા પ્રકારના વિકલ્પોને કરતા વિકસ્વર લોચનવાળા, ઊંચી ડોક કરીને સર્વત્ર ભૂચરો વડે જોવાતા અને પટમાં રહેલા માણસોના સમૂહ વડે મુખથી સ્તુતિ કરાતા એવા વજસ્વામી પુરી નામના નગરમાં ગયા. ll૪૩૧-૪૩૨-૪૩૩
ત્યારે તે નગરી સુકાળ અને સારા રાજ્યથી ઉન્મત્ત થઈ. ત્યાં ઘણા લોકો શ્રાવકો હતા. વળી રાજા બૌદ્ધ હતો. ૪૩૪ll શ્રાવકો અને બૌદ્ધો પરસ્પર સ્પર્ધાવાળા હતા. પોતપોતાના મંદિરમાં હંમેશાં વિવિધ પ્રકારની પૂજા કરતા હતા. I૪૩પપા ત્યારે શ્રાવકો ઘણા પણ મૂલ્ય આપીને પૂજાના ઉપકરણ વગેરે પહેલાંની જેમ જ ખરીદતા હતા. ૪૩લા બૌદ્ધો કૃપણતાથી તેવા પ્રકારના દ્રવ્યના વ્યયને કરવા માટે અસમર્થ થયા. તેથી તેમના ચૈત્યમાં તેવા પ્રકારની પૂજા થતી ન હતી. ૪૩૭lી હવે પોતાને જીતાયેલ માનતા તેઓએ (બોદ્ધોએ) રાજાની પાસેથી ઈર્ષ્યાથી (અદેખાઈથી) શ્રાવકોને ફૂલાદિ ન મળે તેવું કરાવ્યું. II૪૩૮ રાજાની આજ્ઞાના વિશથી તેઓને પુષ્પો પૂજાને માટે તો દૂર રહો પણ મસ્તક પર બાંધવાને માટે પણ ક્યાંયથી પુષ્પો મળતા ન હતા. ll૪૩૯ હવે પર્યુષણા મહાપર્વ આવતે છતે સર્વે શ્રાવકો પુષ્પો નથી મળતા તેમ કહેવા માટે વજસ્વામીની પાસે આવીને કહ્યું કે હે પ્રભો ! આપ શાસનના આધાર, વિદ્યારૂપી લંબ્ધિના મહાસમુદ્ર સરખા, રક્ષણહાર હોતે છતે પણ અમે પરાભવ પામ્યા છીએ. અમે જીવતે છતે પણ હાલમાં પરમાત્માના બિંબો અપૂજનીય જેવા થયા છે, તેથી અમે બીજું શું કરીએ ? I૪૪૦-૪૪૧-૪૪૨) હે સ્વામી ! અહીં આપના જેવા યોગ્ય વૈદ્ય હોતે છતે પણ અમારો રોગ જ આ મિથ્યાદૃષ્ટિ રાજા છે તેથી સાધ્ય નથી. I૪૪૩ હે સ્વામી ! જો કાંઈ નહિ થાય તો પર્યુષણ પર્વમાં પણ અમારે નિર્ઝન્થોની જેમ ભાવપૂજાથી જ ચલાવવું પડશે. /૪૪૪ો ત્યારે વજસ્વામીએ કહ્યું કે કલ્યાણકારીઓ ! તમે હમણાં ખેદ ન પામો. કેળના ઝાડના છેદની જેમ ક્ષણવારમાં તમારી પરાભવરૂપી લતાને હું છેદી નાખીશ. I૪૪પા આ પ્રમાણે કહીને વજસ્વામી ઊંચે જઈને આકાશ માર્ગે પક્ષીની જેમ ઉડીને ક્ષણવારમાં માહેશ્વરી નગરીમાં આવ્યા. ll૪૪લા દેવલોકમાંથી ઈન્દ્ર જેમ નંદીશ્વર દ્વીપમાં તેમ વજસ્વામી હુતાશન નામના દેવના ઉપવનમાં અવતર્યા (પધાર્યા). ll૪૪૭ી ત્યાં