________________
૨૦૬
સમ્યક્ત્વ પ્રકરણ
li૩૯પી. વળી સ્ત્રીઓ અને લક્ષ્મીના વિષયો પણ વિષ જેવા છે. શરૂઆતમાં વળી મધુરપણાને બતાવનારા વિષયોનો વિપાક કડવો છે. ૩૯વા અથવા ઝેરથી વિષયોનું અધિકપણું છે જે કારણથી વિષનો કોપ અહિં જ મળે છે. જ્યારે વિષયોનો પ્રકોપ તો જન્માંતરમાં પણ સાથે જાય છે. ||૩૯ો અહો ! વળી સમ્યજ્ઞાનાદિની સહાય વડે સદા પણ વીંટળાયેલો હું સન્માર્ગમાં સંચરતો વિષયોરૂપી ચોરો વડે કેવી રીતે ગ્રહણ કરાઉં ? ૩૯૮ હે શ્રેષ્ઠી ! જો તારી પુત્રી મારા ઉપર અનુરાગવાળી છે તો તેણી પણ મારાથી આચરાયેલા માર્ગને અનુસરનારી થાય. ૩૯૯ી દુર્જનની સેવાની જેમ વિવેકીજનોથી નિંદિત એવા તેમજ મહાન અનર્થોના કારણરૂપ વિષયોની આકાંક્ષા ન કરો. //૪00ો પોતાના હિતવાળી તારી પુત્રી પણ તે ચારિત્રરૂપી વહાણ વડે મારી સાથે ચપટી માત્રમાં ભવરૂપી સમુદ્રનું ઉલ્લંઘન કરનારી થાવ. I૪૦૧// તે સાંભળીને તે જ ક્ષણે રુકિમણી પ્રતિબોધ પામી અને સિદ્ધિરૂપી મહેલમાં આરોહણ કરવાની નિસરણી સરખી પ્રવજ્યા ગ્રહણ કરી. II૪૦રો તેવા પ્રકારની તે વજસ્વામીની નિર્લોભતાને જોઈને ત્યારે આશ્ચર્યચકિત થયેલા ઘણા લોકોએ મનમાં આ પ્રમાણે વિચાર્યું કે લોભથી રહિત એવા આ સામેથી અપાતું પણ ગ્રહણ કરતા નથી. બીજા લોભીઓ તો સેંકડો વાર પ્રાર્થના કરીને માંગીને ગ્રહણ કરે છે. II૪૦૩૪૦૪ આમનામાં જે નિર્લોભપણું છે, તેથી ખરેખર આ તાત્ત્વિક ધર્મ જ છે. કેમ કે બાળકો પણ પાપોનું મૂળ લોભ છે, એમ બોલે છે. ll૪૦પા ત્યારે ઘણા લોકો પણ પ્રતિબોધ પામ્યા અને જૈનધર્મ સ્વીકાર્યો. રાજા પણ અતિશયથી એકાગ્ર થયો. ૪૦૬ll
એક વખત પદાનુસાર લબ્ધિવાળા વજસ્વામીએ આચારાંગના મહાપરિજ્ઞા અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. તેનાથી આકાશ માર્ગે જંબુદ્વીપથી આરંભીને માનુષોત્તર પર્વત સુધી (મનુષ્ય ક્ષેત્ર સુધી) ભ્રમણ કરવાની શક્તિવાળા તેઓ થયા. ll૪૦૭-૪૦૮ વજસ્વામીએ વિચાર્યું કે આ વિદ્યા બીજા કોઈને પણ આપવા યોગ્ય નથી. કેમ કે હવેથી પ્રાણીઓ મંદ સત્ત્વવાળા થશે. ll૪૦૯ો એક વખત વજસ્વામી, કરેલા પ્રશ્નવાળા પુરુષને ઉત્તર આપે તેમ પૂર્વદેશથી વિહાર કરીને ઉત્તર દિશામાં પધાર્યા. I૪૧૦ણી ત્યાં અત્યંત દુષ્કાળ પ્રવર્તતે છતે સ્ત્રીઓની જેમ સમસ્ત લોક આહારના અર્થીપણાથી તૃષ્ણાવાળા (ચંચળ) થયા. ૪૧૧II દુષ્કાળમાં અન્નના અભાવથી અથવા થોડા થોડા અન્નના ભોજનથી રોગથી પીડાયેલાની જેમ લોકો યુક્તિપૂર્વક કાળ પસાર કરવાની લીલા વડે રહ્યા. ૪૧૨ા ત્યારે કાળના યોગથી ત્યાં ધનાઢય લોકો પણ ઘરડા હાથીની જેમ દાન નહિ આપવાના સ્વભાવવાળા થયા. ૪૧all જગતના શત્રુભૂત વિકરાળ એવા દુકાળ વડે ગામો ઉજ્જડ થયે છતે માર્ગો દુઃખેથી સંચરી શકાય તેવા થયા. ll૪૧૪ો. ત્યારે સૈન્યના કોલાહલની જેવો રાડારોળ થયો. વાડીના ચોકીદારની જેમ ગરીબો ફળો વગેરેને છેદી નાંખતા હતા. ૪૧પ ભસ્મક-રોગીની જેમ દુષ્કાળથી આકુળ-વ્યાકુળ થયેલા માણસો ત્યારે બે ગણા, ત્રણ ગણા આહારને ખાતા હતા. I૪૧કા ભિક્ષાને માટે આવેલા સાધુઓને બાળકો સંભળાવતા હતા કે (ઘરની અંદર રહેલી માતાએ પહેલા શીખવાડેલું હોવાથી) મારી માતા કહે છે, હું નથી. II૪૧થી હવે દુષ્કાળરૂપી વાઘથી વ્યથિત સર્વ સંઘે પણ શરણાર્થીની જેમ આવીને શરણ કરવા યોગ્ય વજસ્વામીને વિનંતિ કરી. I૪૧૮ હે નાથ ! પ્રલયકાળનો સમુદ્ર જેમ પૃથ્વીને તેમ દુષ્કાળરૂપી સમુદ્ર અમને બધાને ભીંજવી નાંખ્યા છે, તો કૃપા કરીને તેમાંથી અમને તારો. l૪૧૯ો ત્યારબાદ સંઘ પ્રત્યે અનુગ્રહની ઈચ્છાથી વિદ્યાશક્તિ વડે વજસ્વામીએ વિમાનની જેમ પૃથ્વીતલના આકાર જેવા વિશાળ પટને વિકુ. ૪૨૦ સૌધર્માધિપતિ પાલક વિમાનમાં જેમ દેવના સમૂહને બેસાડે તેમ તે પટ ઉપર વજસ્વામીજીએ સર્વ સંઘને બેસાડ્યો. //૪૨૧ી કોણિક વડે