SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આરક્ષિતસૂરિ કથા ૨૦૩ જ દશપૂર્વી છે, જેથી તું ગ્રહણ કર. ૩૧પ ન ભણી શકાય તેવું પ્રજ્ઞારૂપી સમુદ્રવાળા તારા માટે કાંઈ જ નથી. તેથી જલ્દીથી તે ભણીને આવીને મને કહે. હું પણ તને અભિનંદન આપું. ૩૧ડો ગુરુની આજ્ઞાથી ક્ષણમાત્રમાં શાસનદેવીની જેમ કરેલા સાનિધ્યવાળા વજ મુનિ સુખપૂર્વક ઉજ્જયની નગરી તરફ ગયા. Il૩૧૭થી ભદ્રગુપ્ત ગુરુએ સ્વપ્નમાં જોયું કે મારી પાસે કોઈક આગંતુક (મહેમાન) ક્ષીરથી ભરેલા પાત્રને પીને ખુશ થઈને ગયો. ll૩૧૮ સવારના મુનિઓને ગુરુએ સ્વપ્નની વાત કરી. તેઓ પણ ઈચ્છા મુજબ અન્ય ફળ સૂચનો કરવા લાગ્યા. ૩૧૯ી ગુરુએ કહ્યું, આ પ્રમાણે નથી, પરંતુ આજે કોઈક ગ્રાહક આવશે તે મારી પાસેથી તે સૂત્ર અર્થ સહિત સર્વ શ્રુતને ગ્રહણ કરશે. [૩૨ll વજ મુનિએ પણ નગરની બહાર પર્યાપાસના કરી. સૂર્યોદય થયે છતે ભદ્રગુપ્ત આચાર્યથી વિભૂષિત ઉપાશ્રયમાં ગયા. ll૩૨૧. સૂર્ય વિકાસી કમળ સૂર્યને જોઈને ખુશ થાય તેમ તે તેને જોઈને ખુશ થયા અને વિચાર્યું કે ચક્ષુરૂપ ચંદ્ર વિકાસી કમળને માટે ચંદ્રમા સરખા આ બાલમુનિ કોણ છે ? ll૩૨૨ો આના દર્શનરૂપી દૂતી મારા ચિત્તને પરમ આનંદની સંપત્તિ સાથે જોડે છે. તેથી અત્યંત વલ્લભ એવો આ કોણ છે ? ૩૨૩ll આવા પ્રકારના વજ છે એમ સંભળાય છે તો સંભવ છે કે શું તે જ હશે ? અથવા તો મેઘના ઉદય વિના શું મોર નૃત્ય કરે છે ? ૩૨૪ પ્રણામ કરતા તેની સંમુખ આલિંગન કરીને ગુરુ ખુશ થયા. વલ્લભ એવા પુત્રની જેમ ખોળામાં બેસાડીને કહ્યું, તમારો વિહાર સુખપૂર્વક થયો. શરીર સારું છે ને ? તને ધન્ય છે. હે વત્સ ! હે વજ મુનિ જે આ પ્રમાણે સંયમને સ્વીકારનાર તું ધન્ય છે. l૩૨૫-૩૨l જન્મવા માત્રથી જ વ્રતની ઈચ્છાવાળા તમારા સિવાય આ વિસ્તરતી એવી આ અવસર્પિણીમાં બીજું કોઈ નથી. ૩૨૭ી હમણાં ક્યાંથી વિહાર કરીને આવ્યાં ? તમારા ગુરુ ક્યાં છે ? અત્રે આગમનનો હેતુ તમારો શું છે ? તે કહો. ૩૨૮. આ પ્રમાણે આલાપરૂપી અમૃતના છાંટણા વડે જાણે રસ્તાના શ્રમને હરણ કરતા હોય તેમ ગુરુએ વજને આનંદ પમાડ્યો. ll૩૨૯ી ખુશ મનવાળા વજ મુનિએ હવે ઉઠીને વંદન કરીને વિનયપૂવક તેઓના પ્રશ્નોના ઉત્તરને આપ્યા. ૩૩ ll ગુરુની આજ્ઞાથી તમારી પાસે દશપૂર્વે ભણવા માટે હું આવ્યો છું. તેથી મહેરબાની કરીને તે પવિત્રાત્મા ! પ્રભુ મને તમે તે ભણાવો. ૩૩૧ી પોતાના સર્વસ્વને કળશમાં નિધાન નાંખે તેમ ગુરુએ સૂત્ર અને અર્થ સહિત દશપૂર્વ વજને આપ્યા. l૩૩રા વિષ્ણુ જેમ લક્ષ્મીને પ્રાપ્ત કરીને પરમાર્થથી શ્રીધર થાય તેમ જ મુનિ પણ દશપૂર્વને ગ્રહણ કરીને સમ્યગુ દશ પૂર્વધર થયા. ll૩૩૩ll દૃષ્ટિવાદ વગેરે સૂત્રોનો જેની પાસે ઉદ્દેશ કર્યો હોય તેની પાસે જ અનુજ્ઞા થાય, એવી જ પરંપરા છે. આથી ભદ્રગુપ્ત સૂરિને પૂછીને તેની આજ્ઞાથી વજ મુનિ ગુરુની પાસે ગયા. ll૩૩૪ll હર્ષ પામેલા સિંહગિરિ ગુરુએ પણ તેથી દશપુર નગરમાં દશપૂર્વી વજના પૂર્વોની અનુજ્ઞા કરી. ૩૩પો ત્યારે જંભક દેવોએ દિવ્ય ચૂર્ણોના ભટણાં કર્યા અને દિવ્ય પુષ્પવૃષ્ટિ આદિ વડે મહિમાને કર્યો. l૩૩ડા એક વખત સિંહગિરિ ગુરુએ વજન ગણ સોંપીને અનશન કર્યું અને સમાધિ-પૂર્વક દેવલોકને પ્રાપ્ત કર્યું. ll૩૩૭ી હવે સૂર્યની જેમ ભવ્યરૂપી કમળો (જીવો)ને બોધ પમાડતા પાંચશો સાધુઓથી યુક્ત વજ ગુરુએ વિહાર કર્યો. l૩૩૮ વજસ્વામી જ્યાં જ્યાં નગર, શહેરાદિમાં પધારતા ત્યાં ત્યાં ચંદ્રના કિરણ સરખી કીર્તિ આદિ તેમના ગુણો પ્રસરતા હતા. ll૩૩૯ો અહો, વજગુરુનું શીલ, અહો તેમનું શ્રુતજ્ઞાન, અહો સૌભાગ્ય, લાવણ્ય આદિ ગુણોનું અતિશયવાળાપણું. ૩૪૦Iી આ બાજુ શ્રેષ્ઠતાથી અદ્ભુત એવા પાટલીપુત્ર નગરમાં ધન વડે કુબેરની ઉપમાવાળો ધન નામનો શ્રેષ્ઠી હતો. ૩૪૧// તેને સર્વ ગુણના સ્થાન સમાન રુકિમણી
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy