________________
ઈલાપુત્ર કથા
૧૮૩
હે મુનિ ! પરંતુ તમે તો પ્રશંસાને પણ ઓળંગી જનારા છો. વૈયાવચ્ચ કરવાનો ઉદ્યમ અતિશયવંત છે. તેથી તમે ધન્ય છો. દુર્લભ એવા માનવ જન્મને તમે કૃતાર્થ કર્યો છે. II0ા હે સ્વામી ! હે ક્ષમાશ્રમણ ! હે તપસ્વી મહાત્મા ! મારા અપરાધની ક્ષમા અર્પો ! હે મહાસત્ત્વશાળી ! મારા પુણ્યને માટે કંઈક વરદાન માંગો. ૭૧//. મુનિએ કહ્યું કે અતિ દુર્લભ એવો જિનધર્મ મને મળ્યો છે. આટલું જ પર્યાપ્ત છે, આ સિવાય બીજા કંઈ પણ વડે મને પ્રયોજન નથી. IIકરા તેથી તેના નિઃસ્પૃહભાવથી વિશેષથી ખુશ થતો તેની ગુણ સ્તુતિમાં તત્પર તે દેવ - દેવલોકમાં ગયો. ll૭all નંદિષેણ મુનિ પણ પોતાના ઉપાશ્રયમાં ગયા ત્યારે સાધુઓએ તેમને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા. જેવું બન્યું હતું તેવું કહ્યું. II૭૪ો બીજાની વૈયાવચ્ચમાં પરાયણ સંયમયોગોથી પોતાને ભાવતા તેમના બાર હજાર વર્ષ પસાર થયા. ૭પી. ત્યારબાદ અંત સમય જાણીને અનશન સ્વીકાર્યું. પોતાના દૌર્ભાગ્ય કર્મને યાદ કરીને નિયાણું કર્યું કે જો, મારા તપ-નિયમ બ્રહ્મચર્યનું ફળ હોય તો પરલોકમાં અત્યંત રૂપવાન અને સર્વ સ્ત્રીઓનો વલ્લભ થાઉં. ll૭૬-૭૭થી
આ પ્રમાણે નિયાણું કરીને કાળધર્મ પામીને મહાશુક્ર નામના સ્વર્ગમાં શક્રના સામાનિક દેવ થયા. ll૭૮. ત્યાંથી અવીને શૌરપુરીના અંધકવૃષ્ણિ રાજાની સુભદ્રા મહાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. II૭૯ સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર, હિમાવાન, અચલ, ધરણ, પૂરણ તથા અભિચન્દ્ર તેના પછી દસમા પુત્ર તરીકે નવ અધિક માસ પૂર્ણ થયે છતે શુભ દિવસે વસુદેવ નામે પુત્રપણે જન્મ પ્રાપ્ત કર્યો. ll૮૦-૮૧ સમસ્ત કળાઓ ભણ્યા, હરિવંશના આભૂષણ એવા તેમણે યૌવનને પ્રાપ્ત કર્યું. રૂપ, લાવણ્ય અને સૌંદર્યથી સાક્ષાત્ કામદેવ સમાન તે થયા. ll૮૨ી આના સૌભાગ્યની સૌરભને શું કહેવું ? ત્રણે જગતમાં અભૂત સૌભાગ્યવાળા તેના સરખો બીજો નમૂનો પણ ન હતો. l૮૩ી કન્યાઓ તેમને પતિ તરીકે ઝંખતી. મધ્યમ વયવાળી પણ પતિપણે એમને જ ઈચ્છતી અને વૃદ્ધ સ્ત્રીઓ મરીને બીજા ભવમાં આ જ પતિ થાવ, એ પ્રમાણેની માંગણી કરતી હતી. ll૮૪ll વિદ્યાધરોની તેમજ રાજાઓની સો કન્યાઓ હું પહેલા પરણું, હું પહેલા, એ પ્રમાણે કહેતી પરણી હતી. ll૮પા કૃષ્ણનો પિતા થઈને દેવલોકની લક્ષ્મીને ભોગવીને (દેવ થઈને) અનુક્રમે કર્મથી મુક્ત થઈને મુક્તિસુખને તે મેળવશે. ૮કા વિદ્યાધરીઓ તેમજ રાજ કન્યાઓ ત્યારે હું પહેલાં, હું પહેલાં, આ પ્રમાણેની જે પ્રાર્થના કરતી હતી, તે વસુદેવે પૂર્વભવમાં એકઠા કરેલા તપનો પ્રભાવ હતો. I૮૭ી તેથી ભવ્યાત્માઓએ પણ નંદિષણની જેમ કાર્ય કરવા યોગ્ય છે. હંમેશાં તપથી અત્યંત દુ:ખ આપનારા કર્મના સમૂહ નાશ પામે છે. અહીં નિયાણાને છોડીને ભાવની પ્રધાનતા ગણાવી. ભાવપૂર્વક કરેલા તપથી ઈચ્છિત સિદ્ધિ તરત જ પ્રાપ્ત થાય છે. I૮૮
_/ આ પ્રમાણે તપ ઉપર નંદિષણની કથા સમાપ્ત. Ill
હવે ભાવના ધર્મને બતાવે છે. ઈલાપુત્ર કથા અહીં ઈલાવર્ધન નામે શ્રેષ્ઠ નગર છે. જેમાં લોકો પણ સરળ અને કૌતુકપ્રિય વળી ગંભીર હતા. ૧il. તેમાં ઈભ્ય નામે ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. જેના ઘરમાં સમુદ્રમાં જેમ પાણીના બિંદુઓ કોઈથી પણ ગણી ન શકાય, તેમ રત્નના ઢગલાઓ હતા. llરા તેને ગુણોમાં આદરવાળી, દોષોને વિષે અવજ્ઞાવાળી જાણે કે દોષોએ જેનો દૂરથી ત્યાગ કર્યો છે, એવી ધારિણી નામની પ્રિયા હતી. Imall સુખ-સાગરમાં મગ્ન એવા તે બંનેના દિવસો પસાર થતા હતા. તેમાં કેતુના ઉદયની જેમ પુત્ર રહિતપણાનું દુઃખ હતું. જો ત્યાં નગરની દેવતા ઈલા નામની હતી. તેની આગળ ભેટથું મૂકવાથી જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે જ એવી આખા