________________
૧૮૨
સમ્યક્ત્વ પ્રકરણ
આવ્યો. Al૪રા મોટી આંખો કાઢી ભવાં ચઢાવી દુ:ખે કરીને જોઈ શકાય તેવા રૂપવાળો તે દેવ આ પ્રમાણે બોલ્યો કે નંદિષેણ ક્યાં છે ? ક્યાં છે ? Il૪૩ી ત્યારે છઠ્ઠના પારણામાં વાપરવા બેઠેલા નંદિષેણ મહામુનિ કોળીયાને હાથમાં ગ્રહણ કરીને રહ્યા હતા. ll૪૪ તેવા પ્રકારના તેને જોઈને કઠોર ભાષાથી કહ્યું કે અરે શું તું નંદિષણ છે ? તું જ શું વૈયાવચ્ચ કરનાર છે ? II૪પા વૈયાવચ્ચનો અભિગ્રહ કરીને હે પેટભરા ! વારંવાર ખાનારા તું ! ખાઉધરા જેવો થઈને ખાવાને માટે પાત્ર ઉપર બેઠેલો છે. ૪કા ભોજનમાં આસક્તિ વગરના મિચ્છા મિ દુક્કડ આપીને સંભ્રાન્તપૂર્વક ઉપાડેલા કોળિયાને મૂકીને નંદિષેણે પણ અમૃત સરખી મૃદુવાણીથી તે સાધુને કહ્યું. કાર્ય ફરમાવો. ભોજનને માટે બેઠેલા મને તમારા પ્રયોજનની ખબર નથી. ll૪૭-૪૮ી તેણે કહ્યું કે, બહાર એક સાધુ અતિસાર રોગથી ગ્લાન થયેલા વૈયાવચ્ચ કરનારના અભાવથી અને તરસની પીડાથી મરી જશે. I૪૯ll નંદિષેણે કહ્યું છે કલ્યાણકારી ! મને તે મુનિ બતાવો. જેથી હિતકારી ઔષધની ચિકિત્સાથી તેમની હું સેવા-ભક્તિ કરું. //૫oll દરેક ઘરમાં પ્રવેશ કરીને તેણે નિર્દોષ પાણી શોધ્યું. તેમને ચલાયમાન કરવા માટે તે દેવ દોષવાળું કરતો હતો. પ૧// હવે માંડ માંડ તેમને શુદ્ધ પાણી ગ્રહણ કરવા દીધું, જલ્દીથી તે પાણી લઈને ગ્લાન સાધુની પાસે ગયા. પરા તે સાધુએ એકદમ આક્રોશપૂર્વક કહ્યું. હું અહીં આવા પ્રકારની દશાવાળો છું. તું તો ભોજનમાં આસક્ત છે. તને ગ્લાનની ચિંતા પણ નથી. //પ૩ll. હે મુનિ ! જેમ જેમ વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ બોલાય છે. કહેવાય છે. તેમ તોષથી તે ફૂલી જઈશ. I/પ૪ો. પોતે વૈયાવચ્ચને કરતો નથી, કરનારને નિષેધે છે અને અભિગ્રહ કરીને તો તું ગ્લાનના ગળામાં જઈને બેઠો. પપા સાધુ ક્રોધથી ક્યારે પણ સ્પર્શતો નથી, તેમ મર્મસ્થાનને પીડા કરનારા તે વાક્યોથી તેમજ અંદર અંદર સુધાના તાપથી તપ્ત એવા તે સાધુના મુખ ઉપર પણ ફેરફાર ન થયો. //પલા અતિ પ્રસન્ન થઈને તે ગ્લાન મુનિને સમૃદુ વાણીથી કહ્યું, હે ભો ! મારા અપરાધને ખમો, ક્ષમા આપો. હું તમને નિરોગી કરીશ. /પણી આ પ્રમાણે કહીને તેમના શરીરને પાણીથી સાફ કરીને અને તેમને પાણી પીવડાવીને હાથથી પકડીને કહ્યું કે ચાલો હમણાં વસતિમાં. પિટા તે મુનિએ ગુસ્સાથી કહ્યું કે હે મુંડ ! હે મૂર્ખ ! તને ધિક્કાર હો. આવા પ્રકારના કૃશ દેહવાળા મને શું તું જોતો નથી ? //પા. ત્યારબાદ તેમને ખભા પર બેસાડીને નંદિષણ મુનિ ચાલ્યા. મને હલાવ નહિ, સ્કૂલના થાય છે. આ પ્રમાણે બોલતા પગલે પગલે વારંવાર આક્રોશ કરતા હતા. Iકoો પ્રયત્નપૂર્વક ખભા પર આરૂઢ થયેલા તે દેવમુનિએ જતા એવા તેના ઉપર નાક ફુટી જાય તેવી તીવ્ર દુર્ગધમય વિષ્ટા કરી. ૧ી જરાક ઉતાવળે ચાલ્યા તો કહ્યું કે મારા વેગઘાતને કરે છે. હે દુષ્ટ શિક્ષિત ! રોગી એવા મને તું મારી નાખીશ. IIકરી વિષ્ટા વડે આખું શરીર લેપાયું, છતાં પણ નંદિષણ મુનિ શુદ્ધ બુદ્ધિવાળા જુગુપ્સા (દુગંછા) કે કંટાળો પણ કરતા નથી. પરંતુ શરીરના તત્ત્વોને વિચારતાં ચાલે છે, લીંબડાથી પણ અધિક કડવા દુર્વચનોને સાંભળીને પણ નંદિષેણે વિચાર્યું, રોગથી પીડાયેલા આ ગમે તેમ બોલે છે. ૬૩, ૩૪ વળી તેમના દુઃખના દુ:ખથી પીડાયેલા કરુણાસાગર નંદિષેણ મુનિ વિચારે છે કે આમને નિરોગી કેવી રીતે કરું ? Iકપી.
જેમ જાત્યવંત સોનું કસોટીના પથ્થર પર રેખાને (પવિત્રતાને) પ્રાપ્ત કરે છે, તેમ મહાન કષ્ટમાં પણ આવા પ્રકારની સુવિશુદ્ધ પ્રતિજ્ઞાવાળા મુનિને જોઈને તેમના સત્તથી ખુશ થયેલા તે દેવે અશુચિ પુદ્ગલોને સંહરીને સુગંધથી ખેંચાયેલા ભમરા જેવી સુગંધી પુષ્પવૃષ્ટિને કરી. કક-૧૭lી મુનિવેષને મૂકીને પ્રગટ થઈને આગળ આવીને ત્રણ પ્રદક્ષિણા આપીને નમીને ત્યારે નંદિષેણ મુનિને કહ્યું. ૬૮ હે મુનિ ! શક્રેન્દ્ર તમારી પ્રશંસા કરી. તે પ્રશંસાને નહિ સહન કરનાર મેં આટલી વેળા તમને ખાવાનો અંતરાય કર્યો. ૯ll