________________
૧૨૦
સમ્યક્ત્વ પ્રકરણ
એવા તે બંને પરસ્પર વાતો કરતા સગાભાઈની જેમ બન્ને સાથે જ ચાલ્યા. //રશી એક ગામને પામીને અને દિવસનો એક પ્રહર પસાર થયે છતે ગોભદ્રે કહ્યું કે હે કલ્યાણકારી ! અહીં જ રહેવાય અને ખવાય. ll૨૮. તેણે કહ્યું, “હે ભાઈ ! હજી તડકો આકરો તપ્યો નથી. તેથી આવ ! આગળ જઈએ. હે મિત્ર ! ખરેખર ભોજન તો આગળ પણ દુર્લભ નથી. /૨૯ll હવે આગળ ચાલતા એવા તે બંનેએ મેઘની જેમ કિનારાએ રહેલા ગાઢ ઝાડીઓવાળા વનથી યુક્ત ક્ષીરોદધિ સમાન સરોવરને જોઈને. /I3oll તે બંને જણા ત્યાં ઉતરીને સ્નાન કરીને પવિત્ર થઈને ત્યાર પછી તે બ્રાહ્મણ મધ્યાહ્નની પૂજા સમાધિમાં પ્રવૃત્ત થયો અને વળી બીજો ૩૧// ત્યાં આગળ જલદીથી દેવતા જેમ મનમાં સંકલ્પ કરે તેમ વિદ્યાના પ્રયોગથી વિવિધ પ્રકારની રસવતીને તેણે બોલાવી (ખેંચી). ll૩રા વિદ્યાસિદ્ધ પુરુષે પહેલાં ગોભદ્રને ભોજન કરાવ્યું. ત્યારબાદ સ્વયં ખાધું. બુદ્ધિશાળી ઉચિત પ્રવૃત્તિમાં શું મોહ પામે ? li૩૭ll ઇન્દ્ર જાળીયો જેમ ઇન્દ્રજાળને ક્ષણમાત્રમાં વિખેરે, તેમ તેણે હુંકાર માત્રમાં તે સર્વે વિસર્જન કરી દીધું. ll૩૪ll ગીચ ઝાડીની શ્રેણીમાં ક્ષણમાત્ર વિશ્રામ કરીને થાક વિનાના થયેલા તે બંનેએ ફરીથી પ્રયાણ શરૂ કર્યું અને થોડી જ વારમાં સૂર્યાસ્ત થયો. ll૩પી આંખોને ઢાંકતો આંખોના રોગ જેવો ગાઢ અંધકાર થયો. તે અંધકાર યોગીની જેમ મુસાફરને અદૃશ્ય કરતો હતો. ll૩૭ll પ્રેરણા કરાયે છતે પણ અવિનિત જેમ કાર્યમાં પ્રવૃત્તિ ન કરે તેમ થાકથી થાકેલા બંને પગો ચાલતા નથી. ત્યારબાદ ગામની નજીક આવતા બ્રાહ્મણે વિશ્રામ માટે સિદ્ધને કહ્યું. '૩૭ી સિદ્ધે પણ કહ્યું કે આપણા બંનેને ગામનું શું પ્રયોજન છે ? આગળ વચ્ચે રહીશું. ત્યારબાદ આગળ જઈને માર્ગને છોડીને વચ્ચે રહ્યા. ll૩૮
ત્યાં સમાધિપૂર્વક રહીને વિદ્યાસિદ્ધ પોતાની વિદ્યાથી દેવની જેમ સૌંદર્યશાળી દિવ્ય વિમાનને ખેંચ્યું. /૩૯l ક્ષણમાત્રમાં તેમાંથી એક દિવ્ય સુંદરી નીકળીને આદરપૂર્વક વિદ્યાસિદ્ધની પાસે ગઈ. ll૪૦ળી ત્યારે તેણીમાં આસક્ત એવા તેણે મધ્યગૃહનો આશ્રય કર્યો અને તેણીને તેની શ્રેષ્ઠ નાનીબેન ગોભદ્રને માટે મોકલે એવો આદેશ કર્યો. II૪૧તેણી પણ ગોભદ્રને બોલાવીને મધ્યગૃહમાં લઈ ગઈ. પરસ્ત્રીગમનના ત્યાગવાળા એવા તેણે તેણીને તું મારી બહેન છે, એમ કહ્યું. ll૪રા અને વળી કહ્યું કે હે કલ્યાણકારી ! લાંબા કાળથી એકઠા કરાયેલા ધર્મરૂપી ધનને ચોરીને જતાં પોષણ કરાયેલા ચોરો જેવા વિષયો વડે સર્યું. ૪૩ વિવેકી પુરુષોને તો વળી પોતાની પત્નીમાં અત્યંત આસક્તિ હોતી નથી, તો દુરંત એવા દુઃખોના કારણભૂત પરનારીમાં તો આસક્તિ ક્યાંથી ? II૪૪ll જે કાયર પુરુષ પોતાની ઇન્દ્રિયોને જીતવા માટે સમર્થ નથી, તેને લક્ષ્મી પણ નથી. ગુણો પણ તેની પાસે નથી અને મચકુંદ જેવો નિર્મળ યશ પણ હોતો નથી. ૪પ આ પ્રમાણે વૈરાગ્યયુક્ત વાણી ગોભદ્ર તેણીને કહી. તેથી સગા ભાઈની જેમ ઉત્પન્ન થયેલા રાગવાળી એવી તેણીએ આ પ્રમાણે કહ્યું. ૪હે ભાઈ ! તું કૃતકૃત્ય છે. સજ્જનોને વિષે તારી જ રેખા અર્થાત્ અગ્રેસરતા છે. તું આ લોક અને પરલોકમાં કલ્યાણનું ભાજન થઈશ. II૪૭ી પરસ્ત્રીના ત્યાગનો આવા પ્રકારનો પરિણામ દૃઢ સત્ત્વવાળા જેનો છે, તેવો પરિણામ દેવોને પણ દુષ્કર છે. ll૪૮ાા આપના વડે સર્વ ઇચ્છિતની સિદ્ધિ અપાઈ છે, ગોભદ્ર તેણીને કહ્યું કે હે કલ્યાણકારી ! તે કેવી રીતે ? તેણીએ પણ કહ્યું કે. ll૪૯
અહીં યોગિનીની પીઠ એવું જાલંધર નામનું નગર છે. અણિમાદિ સિદ્ધિથી યુક્ત યોગીનીઓ જ્યાં શોભે છે. પoll વશીકરણ, આકર્ષણ, અદશ્ય થવું-કરવું, તેમ જ આકાશમાં ફરવું, (અહીં રહ્યા) દૂરનું જોવું. આ પ્રમાણે જ્યાંની ક્રીડાઓ છે. //પલા યમરાજ પણ જે નગરીમાં છેતરાઈ જવાના ભયથી નિરંતર શંકા કરે છે અને સર્વને આક્રમણ કરવાની શક્તિ ધરાવતી જરા પણ નજીકમાં આવતી નથી અર્થાત્ મૃત્યુ કે જરા