SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ વ્રત - ચંડકૌશિક કથા ૧૧૯ હવે દિશા પરિમાણ વ્રત ઉપર કથા : ચંડકૌશિક કથા આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં સ્વયં લક્ષ્મી વડે જાણે સ્થાપિત કરાયેલાની જેમ કોશિક નામનો સંન્નિવેશ છે. આવા સમસ્ત દેશોની ભાષાનો જાણકાર જ્ઞાન અને વિજ્ઞાનમાં વિદ્વાન, આધ્યાત્મિક ગોભદ્ર નામનો બ્રાહ્મણ હતો. //રા અદ્વિતીય વાગ્લબ્ધિથી અને અત્યંત બુદ્ધિશાળી હોવાથી એક લક્ષ્મી વિના સર્વેને પણ તે ખુશ કરતો હતો. llll અહીં એવા કોઈ ગુણ નથી કે જે ગુણ તે બ્રાહ્મણમાં ન હોય. ફક્ત તે વસ્તુ નથી કે જે ખાઈને દિવસ પસાર થાય. ૪. આવો નિર્ધન પણ અદીન એવો આત્મા નિષ્પરિગ્રહતાને જ ધન માનતો સંતુષ્ટ એવો તે હંમેશાં આ પ્રમાણે વિચારતો હતો. પણ અહો ! અહીં જે પુરુષોને લક્ષ્મીએ સ્વીકારી છે, તે સ્ત્રીરૂપી સ્વામીવાળા પુરુષો કોના કોના વડે પરાભવ પમાડાતા નથી. Iકા ગોત્રજો વડે તે ગ્રહણ કરાય છે, રાજાઓ વડે દંડાય છે, લૂંટારાઓ લૂંટે છે. માંગણો વડે મંગાય છે. llી ભયથી ઉત્ક્રાન્ત થયેલા ક્યાંય પણ સ્વચ્છંદપણે ફરી શકતા નથી. પથ્ય ખાવા છતાં પણ વ્યાધિઓથી કરેલી આધિઓથી પીડાય છે. ll હું તો વળી દરિદ્રતામાં શિરોમણિ હંમેશાં કોઈથી પણ પરાભવ પામતો નથી. નિર્ભય એવો હું કરું છું. હા આ પ્રમાણે વિચાર કરતો ગોભદ્ર દિવસોને પસાર કરતો હતો. એક વખત તેની શિવભદ્રા નામની પ્રિયાએ ગોભદ્રને કહ્યું કે હે સ્વામી ! હું ગર્ભવતી છું. વળી તમારે નિશ્ચિતતા છે. શું જાણતા નથી કે પ્રસૂતિ થયેલી મારે ઘી-દૂધ વગેરે પૌષ્ટિક વસ્તુ જોઈશે. ll૧૦-૧૧ી તેથી તેના માટે અર્થનું ઉપાર્જન કેમ કરતા નથી ? ખરેખર ભવિષ્યને માટે તૈયારી રાખનાર પુરુષ સુખને પામે છે. ll૧૨ો આ પ્રમાણે પ્રિયાના વચનરૂપી ચંદ્રનો ઉદય થયે છતે તેના ચિત્તરૂપી સાગરમાં જલદીથી ઉછળતા મોટા ચિતારૂપી કલ્લોલો થયા. I/૧all તે નિમિત્તથી અર્થ (ધન)ની ઇચ્છા વડે સંતોષને વિસ્મરણ પામેલા તે બ્રાહ્મણે તેણીની આગળ સો ઉપાયો કહ્યા. /૧૪ો તેણીએ કહ્યું કે તું વાચાળ છે. એકાદ પણ ધનવાનને જો તમે પ્રાર્થના કરો તો તમને આટલું ધન તો આપી જ દે. કેમ કે તમારા જેવો અર્થ મળવો દુર્લભ છે. ૧૫|| ગોભદ્ર પણ કહ્યું કે હે પ્રિયા ! કાનને દુઃખ આપનારું એવું વચન તું ન બોલ. કારણ કે હું મરી જઈશ, પરંતુ કોઈની પાસે હાથ લાંબો કરીશ નહિ. ll૧કા તું મને કષ્ટથી પણ સાધી શકાય એવા બીજા ઉપાયને કહે. પતિના મહાસત્ત્વપણાથી ખુશ થયેલી તેણી પણ બોલી. ૧૭ી હે પ્રિય ! તમે વાણારસીની પવિત્ર એવી ગંગા નદીના કિનારે જાઓ. ત્યાં તીર્થયાત્રા માટે દેશદેશાંતરથી લોકો આવે છે. /૧૮ll હર્ષિત થયેલા તે લોકો ધૂળથી ખરડાયેલા મહાબ્રાહ્મણ એવા તમને નહિ માંગવા છતાં પણ સુવર્ણની દક્ષિણા આપશે. 7/૧૯માં શિવભદ્રાથી પ્રેરાયેલો અને અર્થની ઇચ્છાવાળો ગોભદ્ર ભાથાને લઈને કાશીને આશ્રયીને નીકળ્યો. l૨૦ના માર્ગમાં આગળ જાણે કે કામદેવ જ સાક્ષાતું હોય તેવા પાદુકા પર આરૂઢ થયેલા વિદ્યા સિદ્ધ યોગી પુરુષને તેમણે જોયો. રિલા સંભ્રમથી જેટલામાં ગોભદ્ર તેને કંઈ પણ કહેવાને માટે જાય છે તે પહેલાં જ તે વિદ્યાસિદ્ધ તેને સામેથી બોલાવ્યો. રચા અરે હે ગોભદ્ર ! કૌશાંબીથી આવેલો તું વાણારસી જાય છે. અમારી સાથે ચાલ, જેથી માર્ગ પસાર કરી શકાય. //ર૩ તેની વાણીથી ગોભદ્ર વિચારમાં પડ્યો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. કેમ કે મારું નામ સ્થાન તેમ જ ક્યાંથી આવ્યો છું ? આ બધું જ તે કેવી રીતે જાણે છે? Il૨૪ો માટે ભક્તિથી દેવતાની જેમ આને જ હું સેવું. કેમ કે કદાચિત્ આનાથી જ મારા કાર્યની સિદ્ધિ થાય. રિપોર્ટ આ પ્રમાણે વિચાર કરીને વિનયપૂર્વક કરેલી અંજલિવાળા એવા ગોભદ્રે કહ્યું કે અહો ! અતીન્દ્રિય જ્ઞાની એવા તમારી સાથે ગોષ્ઠીને કોણ ન ઇચ્છે ? આ પ્રમાણે કહીને સ્નેહથી ભરપૂર
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy