SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ વ્રત - કપિલ કથા ૧૧૭ દાસીમાં અનુરાગી થયો. II૩૧-૩૨॥ તેના રૂપ અને યૌવનમાં ખેંચાયેલી તેણી પણ તેનામાં અનુરાગી થઈ. એક મનવાળા એવા તે બંને પરસ્પર ૨મવા લાગ્યા. II૩૨।। એક વખત દાસીએ તેને કહ્યું કે હે પ્રિયે ! તું જ મને અત્યંત વલ્લભ છે. પરંતુ હંમેશાં યતીન્દ્રની જેમ તું નિર્ધન છે. II૩૪॥ પત્ર-પુષ્પ વગેરેની પ્રાપ્તિ માટે કદાચ અન્યને વિશે રમુ. પોતાની નિર્ધનતાને જાણતા કપિલે પણ અનુજ્ઞા આપી. I॥૩૫॥ એક વખત તે નગરમાં દાસીઓના ઉત્સવનો દિવસ આવ્યો. પત્ર-પુષ્પાદિ ન હોવાથી તેણી પણ ખેદ પામી. II૩૬॥ આવા પ્રકારની તેણીને જોઈને કપિલે કહ્યું કે હે સુંદરી ! ઝાકળથી કરમાયેલી કમલિનીની જેમ તું કેમ નિસ્તેજ જણાય છે ? ॥૩૭॥ તેણી બોલી કે હે નાથ ! સવારના દાસીઓનો મહોત્સવ છે. તેમાં મારી પાસે પુષ્પ-પત્રાદિ કાંઈ નથી, તેથી હું દાસીઓની વચ્ચે વગોવાઈશ. II૩૮।। તેના દુ:ખના દુ:ખથી પીડાયેલો કપિલ પણ મૌનની મુદ્રાથી દ્રવ્ય મેળવવાની ચિંતાથી જાણે કે ડાકિની વડે ગ્રહણ કરાયેલો હોય તેવો રહ્યો. ।।૩૯।। દાસીએ તેને કહ્યું કે તમે ખેદ કરો નહિ. સ્ત્રીઓને તેમજ બાયલા પુરુષોની આ પ્રમાણેની કાયરતા હોય છે. II૪૦ના અહીં ધન નામે શ્રેષ્ઠી છે. પ્રાતઃકાળમાં પહેલાં તેને જે જગાડે તેને બે માષા સુવર્ણ આપે છે. II૪૧॥ તેથી આજે સવાર પડે તે પૂર્વે જ તેના ઘરે જઈને ત્યાં મૃદુ સ્વરે કલ્યાણ રાગે તેને જગાડજો. ॥૪૨॥ ત્યાં કપિલ પહેલાં બીજો કોઈ પણ ન જાય એ પ્રમાણે ઉત્સુક એવી તેણીએ તેને મધ્યરાત્રિમાં જ મોકલ્યો. જે અર્થી હોય છે તે દોષોને જોતો નથી. II૪૩॥ માણસોની હિલચાલ વિનાના માર્ગે ચપળતાપૂર્વક જલદીથી જતા કપિલને ચોરની બુદ્ધિથી આરક્ષક પુરુષોએ પકડીને બાંધી દીધો. II૪૪॥ પ્રાતઃકાળે પ્રસેનજિત રાજાની પાસે તેઓ લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું અને તેણે બે માષા સુવર્ણ માટે વહેલા જવાની કથા જેવી હતી તેવી કહી. II૪૫) સત્ય વાત કહેવાથી કૃપાળુ રાજા તેના પર ખુશ થયો અને કહ્યું, અરે કલ્યાણકારી ! તારી જે ઇચ્છા હોય તે માગી લે. હું આપીશ. II૪૬॥ તેણે પણ કહ્યું કે હે દેવ ! હું વિચારીને માંગીશ. રાજાએ પણ કહ્યું કે બ્રાહ્મણ ! ઇચ્છા મુજબ કર. I૪૭॥ ત્યારબાદ કપિલ પણ અશોક વનમાં જઈને બ્રહ્મમાં તત્પર યોગીની જેમ એક ચિત્તે ચિંતવન કરવા લાગ્યો. II૪૮॥ બે માષા સુવર્ણથી વસ્ત્રાદિ પણ નહિ થાય. જ્યારે રાજા ઇચ્છા મુજબ આપે જ છે, તો સો સુવર્ણ માગું. II૪૯ સો સોનૈયાથી વાહન વગેરેની સામગ્રી નહિ થાય. તેથી ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે એક હજાર સુવર્ણ માગું. ॥૫॥ એક હજાર સુવર્ણથી મારા દીકરાઓના વિવાહાદિક ઉત્સવ નહિ થાય. તેથી માગવામાં વિચક્ષણ એવો એક લાખ સોનૈયા માગું. II૫૧॥ લાખ વડે મારા સ્વજનનો ઉદ્ધાર નહિ થાય. માટે એક ક્રોડ, સો ક્રોડ અથવા હજાર ક્રોડ માગું. ૫૨॥ આ પ્રમાણે વિચારતાં શુભ કર્મના વિપાકથી ૫૨મ એવા સંવેગને પામેલો આ ભાવનાને ભાવતો હતો કે અહો ! લોભનું માહાત્મ્ય કેવું છે કે બે માષાના અર્થીવાળો હું લાભને જોઈને કરોડ વડે પણ મારો મનોરથ અટક્યો નહિ. ॥૫૩-૫૪॥ ભણવા માટે આવેલો હું અહીં દુર્વ્યસનમાં લાગી ગયો. અમૃતને પીવાની ઇચ્છાવાળા એવા મેં ખરાબ બુદ્ધિથી ઝેરને પીધું. ॥૫॥ ખરેખર વિષયોની શક્તિને જાણતો એવો પણ હું આ દુષ્ટો વડે દાસના પણ દાસની જેમ કેમ વિડંબના કરાયો ? ॥૫ઙા અકુલીનને ઉચિત એવા અકાર્યને આચરતા મૂઢ એવા મને ધિક્કાર હો. મને ધિક્કાર થાઓ. મારા જેવો બીજો કોઈ મૂર્ખ નહિ હોય. ॥૫૭ દ્રવ્યના લાંપટ્યપણાના કારણભૂત એવા આ વિષયો વડે સર્યું. દ્રવ્યનો લાભ મૂર્છા ક૨ના૨ છે. મૂર્છા એ જ પરિગ્રહ છે. ૫૮॥ પરિગ્રહના ગ્રહ વડે ગ્રસિત થયેલા પુરુષને આત્મા વશ નથી. અસંભાવ્યને પ્રાપ્ત કરવા માટેના મનોરથોને ધા૨ણ કરે છે. II૫૯॥ મને વિપુલ સમૃદ્ધિ મળો, વિશાળ રાજ્ય પ્રાપ્ત થાઓ. આ પ્રાપ્ત થયે છતે મા૨ા વડે
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy