________________
૧૧૬
સમ્યક્ત્વ પ્રકરણ
હતો ત્યારે જ, તેનો પિતા મૃત્યુ પામ્યો. તેનું પદ રાજાએ બીજા બ્રાહ્મણને આપ્યું. //પી અસમર્થ હોવાથી પુત્ર પણ પિતાના સ્થાને ન સ્થાપ્યો. ખરેખર સ્વાર્થમાં તત્પર એવા રાજાઓ વંશની દરકાર કરતા નથી. કા હવે પ્રાપ્ત થયેલા પુરોહિત પદવાળો, શોભા સહિત છત્રની સંપત્તિ સહિત, ઘોડા ઉપર આરૂઢ થયેલો, ગર્વ વડે ધિઠ્ઠાઈના ઘરરૂપ તે બ્રાહ્મણ નગરમાં ભમતો હતો. llી. તેને જોઈને કપિલની માતા પોતાના પતિની સમૃદ્ધિ યાદ કરીને રુદન કરવા લાગી. પ્રાયઃ દુઃખમાં સ્ત્રીઓનું શસ્ત્ર રુદન છે. Iટા અશ્રુથી ભીંજવી નાંખી છે પૃથ્વી એવી રડતી માતાને જોઈને અશ્રુ સહિત કપિલે કહ્યું કે હે માતા ! તમે શા માટે રડો છો ? હા. તેણી પણ બોલી કે હે વત્સ ! આ બ્રાહ્મણ જે રીતે ઋદ્ધિથી જાય છે તે રીતે તારા પિતા પણ જતા હતા. તેને યાદ કરીને હું રહું છું. ll૧oll તારા પિતા સર્વ વિદ્યામાં પારંગત હતા. તે અલ્પ વિદ્યાવાળો છે, તેથી તારું પદ ગયું. ll૧૧ી તેણે પણ કહ્યું કે હે માતા ! જો તેમ જ છે તો તું ખેદ ન પામ. હમણાં હું ભણીને પોતાની સ્થિતિને પ્રાપ્ત કરીશ. /૧ર/ તેણીએ પણ કહ્યું કે હે વત્સ ! અહીં શત્રુના ભયથી તને કોઈ પણ ઉપાધ્યાય ભણાવશે નહિ. તે હું જાણું છું. [૧૩હે વત્સ ! ખરેખર સાચે જ તું ભણવાની ઇચ્છાવાળો છે, તો શ્રાવસ્તી જા. ત્યાં તારા પિતાના મિત્ર, બુદ્ધિશાળી ઇન્દ્રદત્ત નામના છે. સર્વ શાસ્ત્રવેત્તા વાત્સલ્યવાળા એવા તે વિદ્યાને અર્થે આવેલા તને પોતાના પુત્રની જેમ સમસ્ત વિદ્યા ભણાવશે. ll૧૪-૧પણ હવે તે કપિલ પણ ત્યાં ગયો અને ઇન્દ્રદત્તને નમ્યો અને પોતે વિદ્યાર્થી છે એવું જણાવ્યું અને ભણાવવાની વિનંતિ કરી. ./૧લા પ્રમોદને ભજનાર ઇન્દ્રદત્તે પણ મિત્રના પુત્રને ઓળખીને કહ્યું કે હે વત્સ ! તેં સારું કર્યું કે ભણવા માટે તું અહીં આવ્યો. //૧૭થી મારી પાસે જેટલી પણ વિદ્યા છે તે સર્વ તું ગ્રહણ કરજે. ફક્ત મારી પાસે ભોજન નથી; કેમ કે હું નિષ્પરિગ્રહી છું. /૧૮ આતિથ્ય ભોજન કરાવવા માટે પણ મારી પાસે સંપત્તિ નથી. દરરોજના ભોજનનો પ્રબંધ તો કેવી રીતે થાય ? I૧૯ી ભોજન વિના શરીર ભણવા માટે શક્તિમાન થતું નથી. હે વત્સ ! ભોજન વિના મૃદંગ પણ વાગતું નથી. ll૨ll તેણે કહ્યું કે હે પિતા ! તમે મારા ભોજનની ચિંતા ન કરો. ભિક્ષા વડે મારું ભોજન કરીને આપની પાસે ભણીશ. //ર૧// હાથી ઉપર આરૂઢ થયેલો બ્રાહ્મણ પણ ભિક્ષા માગવાથી શરમાતો નથી. જનોઈના દિવસે બ્રાહ્મણને આ ભિક્ષાવૃત્તિ અર્પણ કરાય છે. ll૧૨l ઇન્દ્રદત્ત બોલ્યો, તપસ્વીઓને ભિક્ષા મળે તો લાભ છે અને ન મળવાથી તેમને તપનો લાભ થાય. પણ તને એકવાર પણ ભિક્ષા નહિ મળે તો પાઠના વિપ્નને માટે થાય અને વળી ઘણું ભ્રમણ કરવાથી પણ પાઠનો અંતરાય જ થાય. /૨૩-૨૪ો આ પ્રમાણે કહીને તે બાળકને લઈને તેની ભોજનની ચિંતાથી શ્રેષ્ઠીઓમાં અગ્રેસર એવા ધનાઢ્ય શાલિભદ્ર શેઠના ઘરે ગયો. રપ ૐ ભૂર્ભુવઃ સ્વઃ - આ પ્રમાણે ગાયત્રી મંત્રને બોલતા બ્રહ્માની જેવા બ્રાહ્મણ આવ્યા છે, એમ દ્વારપાળે શ્રેષ્ઠીને નિવેદન કર્યું. llરકા શ્રેષ્ઠીએ પણ તેને બોલાવીને પૂછ્યું કે શું કામ છે ? તે કહો. તે બ્રાહ્મણે કહ્યું કે વિદ્યાર્થી એવા આ બ્રાહ્મણને તમારા ઘરે હંમેશાં ભોજન આપો. //રથી પ્રાર્થના સ્વીકારવામાં કલ્પવૃક્ષ સરખા શ્રેષ્ઠીએ તે સ્વીકાર્યું. મનોવાંછિત સિદ્ધ થવાથી ઉપાધ્યાય પણ ખુશ થયા. ર૮ શ્રેષ્ઠીએ તેમની સમક્ષ એક દાસીને આદેશ કર્યો કે તે કલ્યાણકારી ! આવેલા આ વિદ્યાર્થીને હંમેશાં તારે ભોજન કરાવવું. ll૨૯થી
હવે તેના ઘરે સારી રીતે ભોજન કરીને કપિલ પણ હંમેશાં ઉપાધ્યાયની પાસે ભણતો હતો. ૩૦ યૌવનનું વિકારીપણું હોવાથી, દુઃખેથી જીતાય તેવો કામદેવ હોવાથી, રૂ૫ વડે કામદેવ સરખો, હાસ્યના સ્વભાવવાળો, પોતાની જાતિને, ગુણોને, ગોત્રને, કુળને અને કળાને પણ અવગણીને તે કપિલ તે યુવાન