SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પ્રકરણ પર પછાડે તેમ પછાડાતો. l/૧૫ll અગ્નિમાં સોય ઉપર રંધાતા માંસની જેમ અને નિર્દયતા વડે તીક્ષ્ણ તલવારથી લતાની જેમ છેદાતો. ll૧કા દેદીપ્યમાન વજ જેવા અગ્નિ વડે ભાઠામાં ચણાની જેમ મુંજાતો. નિર્દય રીતિએ મહાયંત્રમાં શેરડીની જેમ પીલાતો. ૧૭ી રસ્તા ઉપર અગ્નિના તણખા જેવી ધૂળવાળા માર્ગમાં બળતી જ્વાળાઓના સમૂહ જેવા લોખંડના રથમાં જોડીને બળદની જેમ વહન કરાતો. ૧૯ો. અત્યંત તપાવેલી લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવાતો. તાંબાના રસને પીવડાવાતો. પોતાના માંસને ખવડાવતો. ૧૯ી ગર્ભાવાસનું આચરણ કરતા ગાઢ અંધકારવાળી, ચરબી, લોહી અને માંસરૂપ કાદવવાળી, શુકશીબીનું વૃક્ષ અથવા કવચ વનસ્પતિ સમાન સ્પર્શવાળી નરકભૂમિમાં નારક થઈ દીનરૂપે વિલાપ કરતો. l૨૦ણ જ્યાં સુખનો સર્વથા ત્યાગ છે અને દુઃખોથી જ નિર્માણ કરાયેલી નરકમાં કર્મના વિપાકથી લાંબા કાળ સુધી તે નરકમાં રહ્યો. //ર૧ી કાન વગેરે અવયવોનું છેદન, ભારને વહન કરવાનું, દોરડા વગેરેથી બંધાવાનું, ચાબુક, અંકુશ, પરોણા આદિ પ્રહારો સહન કરવાના, અંગને દમન કરવું, નિશાન કરવું, નાસિકાનો વેધ, તરસ, ભૂખ, ઠંડી, વાયરા અને તડકા વગેરે અનેક પ્રકારના દુઃખો અનેકવાર તિર્યંચગતિમાં તેણે સહન કર્યા. ૨૨-૨૩ll મસ્તક, હાથ, પગ, હોઠ, જીભ, કાનના છેદો, કારાવાસ (જેલ) અને પ્રવાસ, દાસપણું, વધ, બંધન, રોગ, શોક, દરિદ્રપણાના તેમજ અપમાનાદિના અનેક દુઃખો, મનુષ્યપણું પ્રાપ્ત થયે છતે અનેકવાર તેણે અનુભવ્યા. ll૨૪-૨પા દેવદ્રવ્યના ભક્ષણથી દેવપણું પ્રાપ્ત થયે છતે પણ અલ્પ ઋદ્ધિવાળા હલકા દેવલોકમાં ઉત્પન્ન થવાનું તેને પ્રાપ્ત થયું. //રકા આવા પ્રકારના દુઃખોને અનુભવવા વડે તે કર્મની નિર્જરાને કરતો આ જ જંબૂઢીપમાં સંકાશનો આત્મા તગર નામની નગરીમાં શ્રેષ્ઠીના પુત્રપણે થયો. તે કર્મના અંશના ઉદયના કારણે તેનો પિતા પણ દરિદ્રી થયો. |૨૭-૨૮ી તેથી લોકો વડે તે નિંદા કરાતો કે નિર્ભાગ્યની ભૂમિ એવા આ પુત્રના જન્મવાથી શ્રેષ્ઠી પિતા પણ નિર્ધનોમાં શિરોમણિ કરાયો. //ર૯ll બાલ્યપણામાં પણ ખરેખર જેની આ પ્રકારની અભાગ્યની સમર્થતા છે તો વળી ઉમરલાયક થયેલા તેની ભાગ્યદશા કેવી થશે ? ||૩૦ના પિતાની લક્ષ્મીરૂપી રાજહંસીના દેશનિકાલ માટે મેઘના આગમન જેવો તે તેથી દરિદ્રપણાને ખેંચનાર માંત્રિક સમાન તે સર્વ ઠેકાણે વિખ્યાત થયો. ૩૧// હવે એકવાર પોતાની વહાલી એવી લક્ષ્મીના વિયોગને નહીં સહન કરનારની જેમ તેના પિતાએ જીવિતને ત્યજ્યુ. ૩૨ll ત્યાર પછી નીચ કર્મોને આચરતા શ્રેષ્ઠિપુત્રે કોઈ રીતિએ પેટપૂરતા ભોજનને પણ તેણે પ્રાપ્ત ન કર્યું. [૩૩ll વળી પ્રાર્થના કરાતો પણ પૂર્વભવમાં બાંધેલા કર્મથી ખોટા ચિહ્નને પામેલાની જેમ ક્યાંય પણ જરા સરખું પણ પ્રાપ્ત ન થયું. ll૩૪ll ત્યારબાદ તેણે વિચાર્યું કે પોતાનું પણ પેટ ન ભરી શકનાર એવા મને ધિક્કાર થાઓ. જે જગતની કક્ષિને ભરનારા પુરુષોમાં ઉત્તમ એવા તે ધન્ય છે. રૂપી આ પ્રમાણે નિંદાને પામતો, ખેદને પામતો હંમેશાં મોટા રોગીની જેમ જીવિતના ત્યાગને ઇચ્છતો હતો. ૩કો એવામાં ત્યાં પોતાના ચરણો વડે પૃથ્વીને પવિત્ર કરતા ત્રણે લોકમાં સૂર્ય સમાન કોઈક કેવળજ્ઞાની મુનિ ભગવંત પધાર્યા. ll૩ી ત્યાં દેવોએ હજાર પાંદડીવાળું સુવર્ણ કમલ બનાવ્યું. રાજહંસની જેમ નિર્મલ એવા કેવળજ્ઞાની ભગવંત તેના ઉપર બેઠા. ૩૮ ધર્મોપદેશરૂપી કરિયાણાઓથી પૂરાયેલા મોટા વહાણની જેમ તે કેવળજ્ઞાનીને આવેલા જાણીને ભક્તિવિનયાદિથી યુક્ત કરિયાણાને ગ્રહણ કરવા માટે સર્વ નગરના લોકો ક્ષણ માત્રમાં ત્યાં આવ્યા. ll૩૯-૪૦ll. પરસ્પરના વાર્તાલાપથી મોટી ખ્યાતિ થઈ કે ભૂત, ભાવિ, વર્તમાનને જાણનાર કોઈક મુનિ અહીં આવ્યા
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy