________________
સંકાસ શ્રાવક
સંખ્યાવીનવાળો છે. તેથી પરીત્તઃ એટલે પરિમિત કર્યો છે સંસાર, (કયા કારણોથી અલ્પ સંસાર થયો છે ?) દેવદ્રવ્યનું રક્ષણ કરવાથી, જૈનશાસનની ઉન્નતિ કરવાથી તથા જ્ઞાનાદિ ગુણોની આરાધના કરવાથી. જેના વડે તે પીત્ત સંસારી કહેવાય તથા પોતાના ધનને તેમાં ઉમેરવા દ્વારા તેમ જ વ્યાજ ઉપજાવવા વગેરે કારણોના સેવનથી દેવદ્રવ્યને વધારતો જીવ, અરિહંતને વિષે વાત્સલ્યથી અને પ્રવચનની પ્રભાવના કરતો હોવાથી તીર્થંકરપણું પામે છે.
જે કારણથી આગમમાં કહ્યું છે કે – (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્ય (૫) સ્થવિર (ક) બહુશ્રુત (૭) તપસ્વી (૮) સતત જ્ઞાનોપયોગ (૯) દર્શન (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨-૧૩) શીલ તથા વ્રત (૯ થી ૧૩) બધામાં નિરતિચારપણું (૧૪) ક્ષણલવ (૧૫) તપસમાધિ (૧૬) ત્યાગસમાધિ (૧૭) વૈયાવચ્ચમાં સમાધિ (૧૮) અપૂર્વ જ્ઞાનગ્રહણ (૧૯) શ્રુતભક્તિ (૨૦) પ્રવચન પ્રભાવના – આ કારણોથી જીવ તીર્થંકરપણું પામે છે.
- (. નિ. ૧૭૯ થી ૧૮૧ | પ્રવચન સારોદ્ધાર ગાથા-૩૧૦-૩૧૧-૩૧૨) આગળની ગાથાના પૂર્વાર્ધમાં તથા આ ત્રણ ગાથામાં એક વાત દેવદ્રવ્યના અતિશયને જણાવવા માટે બતાવી છે.
સંકાસ શ્રાવકનું દષ્ટાંત આ પ્રમાણે : પૂર્ણિમાના ચંદ્રમા જેવા ગોળ જંબૂદ્વીપમાં દોરી ચડાવેલ ધનુષ્ય સરખી આકૃતિવાળુ ભરતક્ષેત્ર વિદ્યમાન છે. ll૧ી તેમાં બહુ પુણ્યશાળી જનોના ઉદયવાળી, સુવર્ણથી બનાવેલા આવાસવાળી સાક્ષાત્ લંકાપુરી જેવી ગંધિલાવતી નામની નગરી છે. //રા સમ્યગ્દર્શનથી શુદ્ધ છે આત્મા એવો બાર વ્રતધારી, સર્વજ્ઞોએ કહેલી ક્રિયામાં આસક્ત એવો, જીવ અજીવાદિ તત્ત્વોને જાણનારો, ઉભયતંક આવશ્યક કરનારો, ત્રિકાળ પૂજા કરનારો, વિધિપૂર્વક દાન કરતો, પર્વ દિવસોમાં તમને કરતો, જેના કોઈ શત્રુ નથી એવો સંતોષી, વિશ્વાસના વિલાસના ઘર સમાન, શ્રાવકને ત્યાં ઉત્પન્ન થયેલો સંકાસ નામનો શ્રાવક હતો. ૩-૪-પીત્રણે લોકના સારભૂત દલિકો વડે બનાવેલું, સાક્ષાત્ દેવલોકથી આવેલું હોય તેવું મેરુપર્વત જેવું ઊંચુ, હિમવંત પર્વત જેવું ઉજ્વલ ભુવનમાં અદ્ભુત એવું શક્રાવતર નામનું ચૈત્ય ત્યાં હતું. સંક-૭ી ત્યાં ઘણા શ્રાવકો પરમાત્માને નમસ્કાર કરવા માટે આવતા હતા. તેથી અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરે વડે ઘણું ધન (દેવદ્રવ્ય) ઉત્પન્ન થાય છે. RIટા અને ત્યાં તેની સર્વ દેખભાળ સંકાસ જ કરે છે. વ્યાજ આદિ વડે હંમેશાં દેવદ્રવ્યની વૃદ્ધિ પણ તે કરે છે. તે નામ વગેરે પણ તે સ્વયં જ કરતો હતો. તેના ઉપર વિશ્વાસ હોવાથી બીજા કોઈ પણ તેને અટકાવનાર ન હતા. (શત્રુ ન હતા) I/૧૦ આ પ્રમાણે કાળ પસાર થતાં કોઈક અશુભોદયથી તેના વડે પણ દેવદ્રવ્યનું ભક્ષણ કરાયું. કર્મોની ગતિને ધિક્કાર હો. //૧૧/ ત્યારબાદ લાલચુ, આસક્ત, લોભી એવા તેને તેનો પશ્ચાત્તાપ પણ ન કર્યો. તેણે પોતાની નિંદા પણ ન કરી. ગુરુ પાસે ગઈ પણ ન કરી. તે આપવા માટે મનમાં પણ વિચાર સરખો ન આવ્યો. ./૧૨ા નથી કર્યો પ્રતિકાર જેને એવા તેણે ઘણી વેદનાવાળા તે કર્મને બાંધીને ચિત્તના સંક્લેશથી ગાઢ નિકાચિત કર્યું. /૧૩ll.
હવે આયુષ્ય ક્ષય થયે છતે તે કર્મના વિપાકથી ગલહસ્તિ ન્યાયે ચાર ગતિ સંસારમાં અસંખ્ય ભવો ભમ્યો. //૧૪મી તે આ પ્રમાણે-ક્યારેક કરવત રૂપી કર્મ વડે – લાકડાની જેમ ફડાતો હતો. ધોબી જાણે વસ્ત્રોને શિલા