________________
તેઓના શિષ્યરત્ન પૂ. આ. શ્રી ચન્દ્રપ્રભસૂરિજી મહારાજ થયા, જેઓ અભુત ગુણોના નિધિ હતા, ચારિત્રથી શોભતા આત્માઓમાં અગ્રણી હતા, સઘળા શાસ્ત્રોમાં અને માર્ગમાં કુશલ બુદ્ધિવાળા હતા, આ કલિકાલમાં લાંબા સમયથી નાશ પામેલા પુરાતન વિધિમાર્ગનો ઉદ્ધાર કરનારા હતા અને પૃથ્વીતલમાં જેઓની ખ્યાતિ વિસ્તારને પામેલી હતી. તે પૂ. આ. શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજે આ સમ્યકત્વ પ્રકરણ ગ્રંથની રચના કરી હતી.
આ જોતાં આપણને ગ્રંથકાર પૂ. આ. શ્રી ચન્દ્રપ્રભસૂરિજી મહારાજની પરંપરાનો પરિચય મળે છે.
પ.પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ત્રીજી “માર્ગદ્વાત્રિશિકા'ની બારમી ગાથાની વૃત્તિમાં “ સ ર્વપ્રકાર પ્રસિદ્ધયર્થ ' એ રીતે જે આ ગ્રંથનો નિર્દેશ કર્યો છે, તે જોતાં પણ આ ગ્રંથનું માહાભ્ય સમજી શકાય છે.
આ મૂળ ગ્રંથનું સંપાદન મુખ્યતયા પૂ. આ. શ્રી દેવભદ્રસૂરિકૃતવૃત્તિયુક્ત મુદ્રિતપ્રત તથા પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિ જ્ઞાનમંદિર (પાટણ)ની એક હસ્તલિખિત પ્રતના આધારે કરેલ હતું, જેની સંજ્ઞા હે રાખી રાખી હતી અને મુદ્રિતની સંજ્ઞા મુ. રાખી હતી. આ ગ્રંથ છપાયા બાદ લા. દ. વિદ્યામંદિરની બે પ્રતો પણ જોવામાં આવી. ગાથા-૧૪૪ોર પાટણની ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતમાં છે, પણ મુદ્રિતમાં નથી. જ્યારે ગાથા-૧૪૫ મુદ્રિતમાં છે, પણ ઉપયોગમાં લેવાયેલી હસ્તપ્રતમાં નથી. - લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની ૨૮૯૯૪ની નંબરની પ્રતમાં ૧૪૪/ર ગાથા નથી. પણ તે ગાથાની વૃત્તિ છે. તેમ જ ત્યાંની ૧૦૦૫૧ નંબરની પ્રતમાં ૧૪૪૨ તથા ૧૪૫ એમ બન્નેય ગાથાઓ છે.
ગાથા-૧૫૩માં ૬ લાઈન છે, તેમાં “સો ગુરુ મળિઃ ” ત્યાંથી સુધીની બે લાઈન ફક્ત છે. પ્રતમાં નથી, બાકી મુદ્રિતમાં છે, તેમ જ લા. દ. વિદ્યામંદિરની બન્નેય પ્રતોમાં પણ છ એ છ પદો છે. મૂળ ગ્રંથનું ભાવાનુવાદ સાથે પ્રકાશન અમારા હસ્તક સૌ પ્રથમવાર વિ.સં. ૨૦૩૯માં કરવામાં આવ્યું હતું. ગ્રંથ ઉપરની વૃત્તિઓ
આ ગ્રંથ ઉપર કુલ ત્રણ વૃત્તિઓની રચના થયેલી જોવા મળી છે. ૧-પૂ. પં. શ્રીવિમલવિજયગણીના શિષ્ય પૂ. આ. શ્રી દેવભદ્રસૂરિજી મહારાજે આ ગ્રંથ ઉપર વૃત્તિ રચી છે. જેને જામનગરવાળા સુશ્રાવક હીરાલાલ હંસરાજે પ્રકાશિત કરી છે અને તે પછી હમણાં થોડા સમય પૂર્વે પૂ. પં. શ્રી ચન્દ્રગુપ્તવિજયજી ગણિવરે (વર્તમાનમાં આચાર્ય) સંપાદિત કરેલી મોસૈકલક્ષી પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાઈ છે, આ વૃત્તિમાં પદાર્થોનું વિષદ વર્ણન કરવામાં આવ્યું છે, દૃષ્ટાંતો પ્રાય: નથી, જ્યારે ત્રીજી વૃત્તિમાં વિશદ પદાર્થ નિરૂપણની સાથો સાથ દષ્ટાંતો પણ ઘણાં આપ્યાં છે. . ર-પૂ. પંન્યાસ શ્રીવિમલવિજયગણીએ આ ગ્રંથ ઉપર લઘુવૃત્તિની રચના કરી છે. જે હજુ અપ્રગટ છે.
૩-પૂ. આ. શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજે આરંભેલી અને તેમના પ્રશિષ્ય પૂ. આ. શ્રી તિલકસૂરિજી મહારાજે પૂર્ણ કરેલી વૃત્તિ કે જેમાં પદાર્થોના વિશદ નિરૂપણ ઉપરાંત પ્રસંગાનુરૂપ સુવિસ્તૃત દષ્ટાંત ५ तच्छिष्यः समजायताऽद्भूतनिधिश्चारित्रिणामग्रणीः, शास्त्रस्यास्य विद्यायकः कुशलधीनिशेषशास्त्राध्वनि । लुप्तस्येह विराञ्चिरन्तनविधेरुद्धारकर्ता कलौ, श्रीचन्द्रप्रभसूरिरित्यभिधया ख्यातः क्षितौ सद्गुरुः ।।६।।
- મા. શ્રી. રેવમદ્રસૂરિતા ટર્શનશુદ્ધિ (સંખ્યત્વ) પ્ર વૃત્તિપ્રશસ્તિ: | * ગુમો : સન્મા ટર્શન -૨, ઢા-૪, આથા-૨૦નું વિવેચન |
૧૦