________________
“મન્તાં શિવસુવું શાશ્વત તિ, તવર્થત્વીત્સર્વાનુષ્ઠાનાનામિતિ ” ઝટ શાશ્વત શિવસુખને પામો કારણ કે સઘલાય અનુષ્ઠાનો મોક્ષને માટે છે. સમ્યકત્વ પ્રકરણ ગ્રંથના રચયિતા ગ્રંથકારશ્રીનો પરિચય :
આ સમ્યક્ત્વ પ્રકરણ ગ્રંથની રચના, પૂ. આચાર્ય શ્રી ચન્દ્રપ્રભસૂરિજી મહારાજે કરી છે. જેઓ વડગચ્છના પૂ. આ. શ્રી સર્વદેવસૂરિજી મહારાજના આઠ આચાર્યોમાં મુખ્ય પૂ. આચાર્ય શ્રી જયસિંહસૂરિજી મહારાજના શિષ્ય હતા. તેઓશ્રી સમર્થ વિદ્વાનું અને વાદી હતા તથા વાદીભસિંહનું વિરુદ્ધ ધરાવતા હતા, વડગચ્છમાં સૌથી મોટા હતા એમ પણ કહેવાય છે કે, તેઓ સં. ૧૧૪૯માં પોતાના ગચ્છથી જુદા પડ્યા અને સં. ૧૧૫૯થી નવા પુનમીયા ગચ્છની સ્થાપના કરી હતી. આ અંગે જૈનપરંપરાનો ઈતિહાસ ભાગ-૨ પ્રકરણ-૪ પૃષ્ઠ-૪૨૪ માં એમ નોંધ્યું છે કે, “એક શ્રાવકે સં. ૧૧૪૯માં પ્રતિષ્ઠા કરાવી ત્યારે તેણે વાદીભ આચાર્ય શ્રી ચન્દ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માંગણી કરી. આચાર્ય શ્રી ચન્દ્રપ્રભસૂરિને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે અને પુનમે પખિ પાસે વગેરે નવી પ્રરૂપણાવાળો “પૂનમિયા’ મત ચાલાવ્યો. આ મુનિચન્દ્રસૂરિએ “આવસ્મયસિત્તરિ' બનાવીને સંઘને સન્માર્ગની પ્રરૂપણા કરી બચાવ્યો.'
ગ્રન્થકાર પૂ. આ. શ્રી ચન્દ્રપ્રભસૂરિજી મહારાજનો પરિચય આપતાં લઘુવૃત્તિકાર પૂ. આ. શ્રી દેવભદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે . "ઉચ્ચકોટિનો, દઢ વિસ્તારવાળો, પૃથ્વીતલમાં પ્રખ્યાત અને સાધુઓના સમુદાયનાં સ્થાનભૂત વિશાલ વૃક્ષ જેવો શ્રી કોટિકગણ છે.
કોટિક ગણરૂપ વૃક્ષમાં લાંબી, ગાઢ છાયાવાળી, સજન પુરુષોના સમૂહથી સ્તવના કરાયેલી, સદાકાળ ફલોથી શોભતી અને વિશ્વમાં વિખ્યાત એવી વજી નામની શાખા છે.
તે વજશાખામાં અમૃત સમાન વાણીથી સર્વ પૃથ્વીતલને સંતુષ્ટ કરનારું શુભ આચારથી સમ્યફ રીતે શોભતું એવું ચાંદ્ર નામનું કુલ વિજયને પામે છે.”
તે ચાંદ્રકુળમાં આહંતુ શાસનરૂપ વનમાં અદ્વિતીય સ્થાનભૂત અને વ્યાખ્યાનના ગુંજારવથી શ્રોતાજનોના અંતઃકરણ રૂપ ઝાડીમાં રહેલા પાપો રૂપી પશુઓને ચારે બાજુથી ત્રાસ પમાડતાં, વિશેષ ઉન્માદવાળા પ્રતિવાદીઓ રૂપ હાથીઓની હારમાળાને ક્ષોભ પમાડવામાં નિપુણ તથા જય કરવામાં સિંહ જેવા યથાર્થ ખ્યાતિને ધારણ કરનારા પૂ. આ. શ્રી જયસિંહસૂરિજી નામના આચાર્ય થયા.
૦ આ ગ્રંથ કે જેનું બીજું નામ છે સમ્યક્ત પ્રકરણ જેને આ જ ગ્રંથના પરિશિષ્ટ-૨માં પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથની સટીક
હસ્તપ્રત પણ મળી છે. પણ કદ વધવાના ભયથી સંપૂર્ણરૂપે ભવિષ્યમાં પ્રકાશિત કરવાની ગણત્રી છે. १ आस्ते तुङ्गो धनाभोगः, सुप्रतिष्टो भवस्तले । आस्थानं द्विजसार्थानां, श्री कोटिकगणद्रुमः ।।२।। .२ तत्रायता धनच्छायाः, सुमनः स्तोमसंस्तुता । वैरशाखाऽस्ति विख्याता, सदैव फलशालिनी ।.३।। ३ गोभिः सुधावयस्याभिस्तर्पिताशेषभतलम् । तस्या सुवृत्तसंशोभि, चान्द्रं विजयते कुलम् ।।४।। ४ अर्हन्छासनकाननैकवसतिर्व्याख्यानगुआरवैः, श्रोतृस्वान्तनिकुञ्जकल्मषमृगानुत्त्रासयन् सर्वतः ।
प्रोन्मादितप्रतिवादिवारणघटाविक्षोभदक्षोऽभव-तत्र श्री जयसिंह इत्यवितथख्यातिं दधानः प्रभु ।।५।।