SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ ઉપદેશપદ : ભાગ-૧ इत्थं दैवपुरुषकारयोः प्रत्येकपक्षदोषमभिधाय सिद्धान्तमाहउभयतहाभावो पुण, एत्थं णायण्णसम्मओ णवरं । ववहारोवि हु दोण्ह वि, इय पाहण्णाइनिप्फण्णो ॥३४९॥ 'उभयतथाभाव' उभयोर्दैवपुरुषकारयोस्तथा-परस्परानुवर्त्तनेन कार्यकारको भावः स्वभावः 'पुनरत्र' कार्यसिद्धौ न्यायज्ञसम्मतो-नीतिज्ञलोकबहुमतः 'नवरं' केवलं वर्त्तत इति प्रथमत एवासौ बुद्धिमतामभ्युपगन्तुं युक्त इति । तथा, व्यवहारो दैवकृतमिदं पुरुषकारकृतमिदमिति विभागेन यः प्रवर्त्तमान उपलभ्यते सोऽपि द्वयोरपि दैवपुरुषकारयोरित्येवमुभयतथाभावे सति 'प्राधान्यादिनिष्पन्नः' प्रधानगुणभावनिष्पन्नो वा (?) वर्त्तते ॥३४९॥ આ પ્રમાણે દૈવ અને પુરુષાર્થ એ પ્રત્યેક પક્ષના દોષને કહીને સિદ્ધાંતને કહે છે ગાથાર્થ–દેવ અને પુરુષાર્થ એ બંનેનો એક-બીજાને અનુસરીને કાર્ય કરવાનો સ્વભાવ છે. નીતિને જાણનાર લોકમાં દૈવ-પુરુષાર્થનો આ સ્વભાવ (=પરસ્પરને અનુસરીને કાર્ય કરવાનો સ્વભાવ) સંમત છે બહુમત છે. વ્યવહાર પણ બંનેના આવા સ્વભાવના કારણે પ્રધાનતા આદિથી થયેલો છે. ટીકાર્થ-દૈવ અને પુરુષાર્થ એ બંનેનો એક-બીજાને અનુસરીને (=એક-બીજાની સહાયથી) કાર્ય કરવાનો સ્વભાવ છે. નીતિને જાણનાર લોકમાં દેવ-પુરુષાર્થનો આ સ્વભાવ સંમત છે. આથી બુદ્ધિમાન પુરુષો પહેલાંથી જ દૈવ-પુરુષાર્થના આ સ્વભાવનો સ્વીકાર કરી લે એ યુક્ત છે. તથા આ કાર્ય દેવે કર્યું અને આ કાર્ય પુરુષાર્થે કર્યું એવા વિભાગથી જે વ્યવહાર જોવામાં આવે છે તે વ્યવહાર પણ દૈવ-પુરુષાર્થના આવા સ્વભાવના કારણે જ એક-બીજાના પ્રધાન-ગૌણભાવથી થયેલો છે. જેમાં પુરુષાર્થની પ્રધાનતા હોય અને કર્મ ગૌણ હોય તે કાર્ય પુરુષાર્થ કર્યું એવો વ્યવહાર જોવામાં આવે છે. જેમાં કર્મની પ્રધાનતા હોય અને પુરુષાર્થ ગૌણ હોય તે કાર્ય દેવે કર્યું એવો વ્યવહાર જોવામાં આવે છે. (૩૪૯) प्रधानगुणमेव भावयन्नाहजमुदग्गं थेवेणं, कम्मं परिणमइ इह पयासेण । तं दइवं विवरीयं, तु पुरिसगारो मुणेयव्वो ॥३५०॥ यदुदग्रमुत्कटरसतया प्राक्समुपार्जितं स्तोकेनापि कालेन परिमितेन 'कर्म' सद्वेद्यादि परिणमति फलप्रदानं प्रति प्रह्वीभवति, 'इह' जने 'प्रयासेन' राजसेवादिना पुरुषकारेण, तद् दैवं लोके समुपुष्यते । विपरीतं तु यदनुदगं बहुना प्रयासेन परिणमति पुनस्तत्पुरुषकारो मुणितव्य इति ॥३५०॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy