________________
૪૮૦
ઉપદેશપદ : ભાગ-૧ पुनरप्याशक्य परिहरतिएत्थ परंपरयाए, कम्मंपि हु तारिसंति वत्तव्वं । एवं पुरिसं चिय एरिसन्तमणिवारियप्पसरं ॥३४८॥
'अत्र' केवलकर्मवादिमते परंपराऽनादिसन्तानरूपया 'कम्मं पि हुत्ति कर्मैव तादृश्यमुत्पस्यमानकर्मसदृशमिति वक्तव्यं कर्मवादिना । नहि परंपराकारणानामपि कालव्यवधानेन भविष्यत्कार्येष्वनुकूलतामन्तरेण कदाचित् कार्योत्पत्तिं संभावयन्ति सन्त इति। एवं कर्मणीव 'पुरुषेऽपि' पुरुषकारेऽपि परम्परया ईदृशत्वमुत्पत्स्यमानफलसदृशत्वं पुरुषकारवादिना स्थाप्यमानमनिवारितप्रसरं, न्यायस्योभयत्राऽपि समानत्वात् । ततः पुरुषकारादेव समीहितसिद्धिर्भविष्यति, किं कर्मणा कार्यमिति ॥३४८॥
ફરી પણ આશંકા કરીને તેનું નિરાકરણ કરે છે–
ગાથાર્થ-કર્મવાદીના મતમાં કર્મવાદીએ પરંપરાથી કર્મ જ તેવું કહેવું જોઈએ. એ પ્રમાણે પુરુષાર્થવાદીના મતમાં પુરુષાર્થવાદી પુરુષાર્થને પણ તેવો જ કહે તો તેને કોણ રોકી શકે?
ટીકાર્થ–તેવું એટલે ભવિષ્યમાં ઉત્પન્ન થનાર કર્મ જેવું.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- કર્મો અનાદિથી બંધાઈ રહ્યા છે. એટલે અનાદિકાળથી કર્મસંતાન રૂપ પરંપરા ચાલી રહી છે. કેવલ કર્મવાદના મતમાં કર્મવાદીએ હમણાં ઉત્પન્ન થનારાં કર્મને જ ભવિષ્યમાં ઉત્પન્ન થનારા કર્મની સમાન કહેવું જોઈએ=માનવું જોઇએ. કારણ કે કાર્યની ઉત્પત્તિમાં જે કારણો પરંપરાએ કારણો છે તે પરંપરાકારણોમાં પણ કાલવ્યવધાનથી ભવિષ્યમાં થનારાં કાર્યોને ઉત્પન્ન કરવાની અનુકૂલતા (=શક્તિ) ન હોય તો કયારેય કાર્યની ઉત્પત્તિની સંભાવના સજજન પુરુષો કરતા નથી.
આ જ હકીકત પુરુષાર્થવાદીઓના મતે પુરુષાર્થમાં પણ ઘટે છે, એટલે કે પુરુષાર્થવાદીઓ પુરુષાર્થને આશ્રયીને પણ પોતાનો એવો મત સ્થાપી શકે કે પુરુષાર્થમાં પણ પરંપરાથી ભવિષ્યમાં ઉત્પન્ન થનારા ફલનું સમાનપણું છે, એટલે કે ભવિષ્યમાં જે પુરુષાર્થથી ફેલ ઉત્પન્ન થશે તે પુરુષાર્થ જેવો જ વર્તમાન પુરુષાર્થ છે.
(અહીં તાત્પર્ય આ છે-કર્મવાદીઓ એમ કહે કે પૂર્વ પૂર્વ કાળના કર્મથી ઉત્પન્ન થતા ઉત્તર ઉત્તર કર્મમાં વિશિષ્ટ પ્રકારની શક્તિનું આધાન થાય છે, અને તેનાથી અમુક ચોક્કસ પ્રકારનું કાર્ય (ફળ) પ્રગટે છે, તો અહીં પુરુષાર્થવાદીઓ પણ એમ કહી શકે કે પૂર્વ પૂર્વકાળના પુરુષાર્થથી ઉત્પન્ન થતા ઉત્તરોત્તર પુરુષાર્થમાં વિશિષ્ટ પ્રકારની શક્તિનું આધાન થાય છે અને તેનાથી અમુક ચોક્કસ પ્રકારનું ફળ પ્રગટે છે.) પુરુષાર્થવાદી આ પ્રમાણે પોતાનો મત સ્થાપે તો કર્મવાદીઓ તેને રોકી શકે નહિ. કારણ કે ન્યાય બંનેય સ્થળે સમાન છે. તેથી પુરુષાર્થથી જ ઈષ્ટની સિદ્ધિ થશે, કર્મનું શું કામ છે? અર્થાત્ કર્મનું કોઈ કામ નથી. (૩૪૮)