________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૭૫ બાકીના (=ભાગ્યને જોનારા સિવાયના) જીવો તે તે શકુન વગેરે ઉપાયોથી ભવિષ્યમાં મળનારા ફળની યોગ્યતાનો નિર્ણય કરે છે, અર્થાત્ શકુન સારાં થયા હોય તો સારું ફળ મળશે ઇત્યાદિ નિર્ણય કરે છે. (૩૪૨) __ अथ योग्यतयैव भावानां स्वफलोदयो भविष्यति किमन्तर्गडुकल्पेन पुरुषकारेण कल्पितेनेत्याशक्य पुरुषकारं समर्थयंस्तल्लक्षणमाह
न हि जोगे नियमेणं, जायइ पडिमादि ण य अजोगत्तं । तल्लक्खणविरहाओ, पडिमातुल्लो पुरिसगारो ॥३४३॥
'न' नैव 'हि' यस्माद् 'योग्ये' दलभावापन्ने दादौ नियमेनावश्यंतया जायते प्रतिमादि, किंतु कस्मिंश्चिदेव पुरुषकारोपगृहीते । न च वक्तव्यं "शक्तयः सर्वभावानां कार्यार्थापत्तिगोचराः"इति वचनात् कार्यानुदये कथं योग्यता समस्तीति ज्ञातुं शक्यत इत्याशक्याह-'न च' नैवायोग्यत्वं योग्यतया संभावितानां समस्ति । कुत इत्याहतल्लक्षणविरहादयोग्यतालक्षणविपर्ययात् । न हि फलानुदयेऽपि व्यवहारिणः कारणमकारणतया व्यपदिशन्ति, भिन्नलक्षणतया योग्यायोग्ययोः रूढत्वात्। यद्येवं शुभाशुभकार्यानुकूलतया स्थिते दैवे किंरूपस्तत्र पुरुषकारः प्रवर्तते इत्याशङ्क्याह-'प्रतिमातुल्यः' प्रतिमानिष्पादनक्रियासदृशः पुरुषकारः । यथा हि योग्यमपि दारु न स्वयमेव प्रतिमात्वेन परिणमति, किंतु पुरुषकारादेव । एवं पुरुषकारापेक्षं दैवमपि स्वफलकारणमिति ॥३४३॥
હવે યોગ્યતાથી જ પદાર્થોના સ્વફલનો ઉદય (=ઉત્પત્તિ) થશે. આથી નકામા જેવા પુરુષાર્થની કલ્પના કરવાથી શું? આવી આશંકા કરીને પુરુષાર્થનું સમર્થન કરતા ગ્રંથકાર પુરુષાર્થના લક્ષણને કહે છે
ગાથાર્થ–યોગ્ય પણ કાષ્ઠ આદિમાં પ્રતિમા વગેરે થાય જ એવો નિયમ નથી. છતાં કાષ્ઠ આદિમાં અયોગ્યતા નથી. કેમકે (કાષ્ઠ આદિમાં) અયોગ્યતાનું લક્ષણ નથી. પુરુષાર્થ પ્રતિમાતુલ્ય છે.
ટીકાર્થ–પ્રતિમારૂપે બનવા માટે યોગ્ય પણ કાષ્ઠ આદિમાં પ્રતિમા વગેરે અવશ્ય થાય એવો નિયમ નથી. કિંતુ કોઈક જ કાષ્ઠ વગેરેમાં પુરુષાર્થની સહાયથી પ્રતિમા વગેરે થાય છે.
પ્રશ્ન-“શક્તિઓ સર્વપદાર્થોના કાર્ય રૂપ પદાર્થની સિદ્ધિના વિષયવાળી છે, અર્થાત્ જે પદાર્થમાં જે કાર્ય કરવાની શક્તિ હોય તે પદાર્થથી તે કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે.” આવું વચન હોવાના કારણે જે પદાર્થમાં જે કાર્ય કરવાની શક્તિ હોય તે પદાર્થથી તે કાર્ય ન થાય તો તે પદાર્થમાં તે કાર્ય કરવાની યોગ્યતા છે એમ કેવી રીતે જાણી શકાય?