SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ ઉપદેશપદ : ભાગ-૧ નકામું બને. બીજું કારણ નકામું બને તો ફળ ન મળવાના કારણે વધ્યાપુત્રની જેમ અવસ્તુપણાનો (=વસ્તુના અભાવનો) પ્રસંગ આવે. (૩૪૧) अथानयोरेव स्वरूपं व्याचष्टेदारुयमाईणमिणं, पडिमाइसु जोग्गयासमाणत्तं । पच्चक्खादिपसिद्ध, विहावियव्वं बुहजणेण ॥३४२॥ 'दारुकादीनां' काष्ठोपलाम्रादीनामिदं दैवं 'प्रतिमादिषु' प्रतिमादेवकुलपाकादिषु चित्ररूपेषु साध्यवस्तुषु 'योग्यतासमानं' योग्यभावतुल्यमिति । कीदृशं सदित्याह'प्रत्यक्षादिप्रसिद्धं' प्रत्यक्षानुमानोपमानादिप्रमाणप्रतिष्ठितं विभावयितव्यं 'बुधजनेन' विपश्चिता लोकेन । तथा हि-यथा दार्वादीनां सूत्रधारादयः प्रत्यक्षत एव विवक्षितं प्रतिमादिफलं प्रति योग्यतया निश्चिन्वन्ति, कृषीवलादयस्तु मुद्गादिषु सामान्येन विविक्षतकार्य प्रति योग्यतया रूढेषु कुतोऽपि निमित्तात्सम्पन्नसंदेहा अकुरोद्गमादिभिस्तैस्तैरुपायैः कार्ययोग्यतां समवधारयन्ति, एवं दिव्यदृशः साक्षादेव कर्म भाविफल.योग्यं निश्चिन्वन्ति। शेषास्तु तैस्तैः शकुनाद्युपायैरिति इत्युक्तं दैवलक्षणम् ॥३४२॥ હવે દૈવ અને પુરુષાર્થ એ બેનું જ સ્વરૂપ કહે છે ગાથાર્થ-દૈવ પ્રતિમા આદિ વિવિધ કાર્યોમાં કાષ્ઠ આદિની યોગ્યતા સમાન છે. આ વિષય પ્રત્યક્ષ આદિથી પ્રસિદ્ધ છે. વિદ્વાનલોકોએ આ વિષયને વિચારવો. ટીકાર્થ–પ્રતિમા આદિ'એ સ્થળે ‘આદિ' શબ્દથી મંદિર અને પાક (=પાકી જવું)વગેરે સમજવું. કાષ્ઠ આદિની” એ સ્થળે “આદિ' શબ્દથી પથ્થર અને આંબો (Fકેરી) વગેરે સમજવું. પ્રત્યક્ષ આદિથી” એ સ્થળે “આદિ' શબ્દથી અનુમાન અને ઉપમાન વગેરે પ્રમાણ સમજવા. ભાવાર્થ-જેવી રીતે સુથાર વગેરે પ્રત્યક્ષથી જ વિવક્ષિત પ્રતિમા આદિ ફલ (=કાર્ય) પ્રત્યે કાષ્ઠ આદિની યોગ્યતાનો નિશ્ચય કરે છે, કોઈક કારણથી સંદેહને પામેલા (=અમુક કાર્યમાં અમુકની યોગ્યતા છે કે નહિ એમ સંદેહને પામેલા) ખેડૂત વગેરે સામાન્યથી વિવલિત કાર્યમાં યોગ્યતા રૂપે પ્રસિદ્ધ થયેલા મગ આદિમાં અંકુરનો ઉદ્ગમ વગેરે તે તે ઉપાયોથી કાર્યની યોગ્યતાનો નિર્ણય કરે છે, એવી રીતે ભાગ્યને જોનારાઓ પ્રત્યક્ષથી જ ભવિષ્યમાં મળનારા ફળને યોગ્ય કર્મ છે એવો નિશ્ચય કરે છે, અર્થાત્ કર્મ પ્રમાણે ભવિષ્યમાં ફળ મળે એવો નિશ્ચય કરે છે. આનો તાત્પર્યર્થ એ છે કે જેવી રીતે પ્રતિમા આદિનું મુખ્ય કારણ સુંદર કાર્ડ વગેરે છે તેમ કોઈ પણ કાર્યનું મુખ્ય કારણ કર્મ છે એમ ભાગ્યને જોનારાઓ (=જાણનારાઓ) માને છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy