________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૫૫
इत्थं भिन्नग्रन्थेरप्यवश्यवेद्यचित्रकर्मवशात् त्रिविधः प्रतिबन्धो भवतीति दृष्टान्तैः प्रतिपाद्य साम्प्रतमुक्तमर्थमुपसंहरन् यथासौ न सम्पद्यते तथोपदिशन्नाह
एवं णाऊण इमं, परिसुद्धं धम्मबीयमहिगिच्च । बुद्धिमया कायव्वो, जत्तो सति अप्पमत्तेण ॥३२२॥
'एवं' मेघकुमारादिज्ञातानुसारेण ज्ञात्वेमं धर्मप्रतिबन्धं दारुणपरिणामं परिशुद्धं सर्वातिचारपरिहारेण धर्म एव श्रुतचारित्राराधनारूपो बीजमनेककल्याणकलापकल्पपादपस्य प्ररोहहेतुर्धर्मबीजं तदधिकृत्यापेक्ष्य विधेयतया 'बुद्धिमता' निरूपितबुद्धिरूपधनेन पुंसा कर्त्तव्यो यल-आदरः, सदा-सर्वावस्थास्वपि, अप्रमत्तेनाज्ञानसंशयमिथ्याज्ञानादिप्रमादाष्टकपरिहारवता । न ह्यशुद्धबीजवप्तारः कृषीवलाः कृतयत्ना अपि कृषावविकलं फलं कदाचिदुपलभन्त इति। यथा ते तच्छुद्धावधिकं यत्नमवलम्बन्ते, तथा प्रस्तुत-धर्मबीजशुद्धौ भवभीरुभिर्भव्यैरादरपरैर्भाव्यमिति भावः ॥३२२॥
આ પ્રમાણે ભિન્નગ્રંથિ જીવને પણ અવશ્ય ભોગવવા યોગ્ય વિચિત્ર કર્મના કારણે ત્રણ પ્રકારનું વિન થાય એમ દૃષ્ટાંતોથી જણાવીને હવે ઉક્ત અર્થનો ઉપસંહાર કરવા પૂર્વક જેવી રીતે વિઘ્ન ન આવે તે રીતે ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–મેઘકુમારાદિ દાંતના અનુસાર ધર્મવિઘ્નને ભયંકર પરિણામવાળું જાણીને બુદ્ધિમાન પુરુષે સદા પરિશુદ્ધ ધર્મબીજને કરવામાં (=વાવવામાં) અપ્રમત્ત બનીને યત્ન કરવો જોઇએ.
ટીકાર્થ–સદા=સઘળીય અવસ્થાઓમાં. પરિશુદ્ધ સર્વ અતિચારથી રહિત. ધર્મ શ્રુત-ચારિત્રની આરાધના.
અનેક કલ્યાણના સમૂહરૂપ કલ્પવૃક્ષને ઊગવાનું કારણ હોવાથી અહીં ધર્મને બીજની ઉપમા આપી છે.
અપ્રમત્ત બનીને-અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (ભૂલી જવું વગેરે), ધર્મને વિષે અનાદર અને યોગોનું દુષ્પણિધાન (=અયોગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.
ભાવાર્થ-અશુદ્ધબીજને વાવનારા ખેડૂતો ખેતીમાં પ્રયત્ન કરવા છતાં કયારેય સંપૂર્ણ ફળ મેળવતા નથી. (તેથી) જેવી રીતે ખેડૂતો બીજની શુદ્ધિમાં અધિક યત્ન કરે છે, તે રીતે ભવભીરુ ભવ્યજીવોએ પ્રસ્તુત ધર્મબીજની શુદ્ધિ કરવાના યત્નમાં તત્પર બનવું જોઈએ. (૩૨૨)
१. अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य। रागो दोसो मइब्भंसो धम्ममि य अणायरो ॥१॥
जोगाणं दुप्पणिहाणं, पमाओ अट्ठहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वजिअव्वओ ॥२॥